કુદરતનો ખેલ: સિદ્ધાર્થ શુક્લા પહેલા બાલિકા વધુના આ 3 કલાકાર પણ છોડી ચૂક્યા છે દુનિયા…

બોલિવુડ

‘બિગ બોસ 13’ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થયું છે. 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહી દીધું છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાની ખૂબ મોટી ફેન ફોલોઈંગ હતી અને આ દિવસોમાં તેઓ પોતાની કારકિર્દીની ટોચ પર હતા. આવી સ્થિતિમાં તેમનું આ દુનિયામાંથી જવું ઘણા લોકોને સ્તબ્દ્ગ કરી ગયું છે.

આટલી નાની ઉંમરમાં તેમના જવાથી આખી ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકો ખૂબ દુઃખી છે. નોંધપાત્ર છે કે તેણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’થી સિદ્ધાર્થ શુક્લા રાતોરાત ઘર-ઘરમાં ઓળખાતું નામ બની ગયા. જણાવી દઈએ કે સિદ્ધાર્થ પહેલા પણ ‘બાલિકા વધુ’ ટીવી સિરિયલના 2 કલાકારોનું નિધન થઈ ચૂક્યું છે. ચાલો જાણીએ તેમના વિશે.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનું નિધન તેમના ચાહકો અને પરિવારના સભ્યો માટે ખૂબ મોટો આંચકો છે. તેમાંથી બહાર નિકળવામાં ખાસ કરીને પરિવાર ને વધુ સમય લાગશે. સિદ્ધાર્થ બિલકુલ સ્વસ્થ હતા, આવી સ્થિતિમાં અચાનક તેમના નિધનથી પરિવાર અને તેના ચાહકો તૂટી ગયા છે. બુધવારે રાત્રે સિદ્ધાર્થ શુક્લાએ કેટલીક દવાઓ લીધી હતી પરંતુ ત્યાર પછી તે ઉઠી શક્યા નહીં અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

કૂપર હોસ્પિટલે તેમના નિધનની પુષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે સિદ્ધાર્થે ‘બાલિકા વધૂ’માં આઈએએસ અધિકારી શિવરાજ શેખરની ભૂમિકા નિભાવી હતી, જે લોકોને ખૂબ પસંદ આવી હતી. આ પાત્રમાં એક પ્રામાણિક અધિકારી, પરિવારનું ધ્યાન રાખતો પુત્ર અને પત્નીને પ્રેમ કરનાર આઈડિયલ વ્યક્તિની સ્ટોરી બતાવતા હતા. એટલે કે શિવનું પત્ર બધા ગુણોથી ભરેલું હતું.

પ્રત્યુષા બેનર્જીનું પણ થઈ ચૂક્યું છે નિધન: જણાવી દઈએ કે બાલિકા વધુ શોમાં સિદ્ધાર્થ શુક્લા ની પત્નીનું પાત્ર નિભાવનાર પ્રત્યુષા બેનર્જી, જેમણે આનંદીની ભૂમિકા નિભાવી હતી, તેમણે પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રત્યુષા બેનર્જી 25 વર્ષની નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. પ્રત્યુષાના નિધનનું કારણ આત્મહત્યા હતી. જણાવી દઈએ કે પારિવારિક સમસ્યાઓના કારણે અભિનેત્રીએ આ મોટું પગલું ઉઠાવ્યું હતું. સાથે જ લોકોને અભિનેત્રીના નિધનથી મોટો શોક લાગ્યો હતો. પ્રત્યુષા પણ સિદ્ધાર્થની જેમ જ ‘બિગ બોસ’ નો ભાગ બની ચૂકી હતી.

દાદી સા એ પણ દુનિયાને કહ્યું અલવિદા: સિદ્ધાર્થ શુક્લા અને પ્રત્યુષા બેનર્જી ઉપરાંત સુરેખા સિકરીનું પણ આ વર્ષે નિધન થયું છે. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતી. લાંબી સારવાર બાદ તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. સુરેખા સિકરીએ ‘બાલિકા વધુ’માં દાદી સાનું પ્રખ્યાત પાત્ર નિભાવ્યું હતું અને સુરેખા સિકરીની પણ ખૂબ ફેન ફોલોઇંગ હતી.

આવી સ્થિતિમાં એકંદરે જોઈએ તો સિદ્ધાર્થ શુક્લ, સુરેખા સિકરી અને પ્રત્યુષા બેનર્જી આ ત્રણ અભિનેતાઓના નિધને ચાહકોને પરેશાન કર્યા છે અને આ ત્રણેય કલાકારોએ બાલિકા વધુ સીરીયલ દ્વારા દર્શકો પર ઊંડી છાપ છોડી હતી.