‘શક્તિમાન’ ફિલ્મમાં રણવીર ની જગ્યાએ કોણ મળશે જોવા? જાણો દેશની જનતાનો સૌથી વધુ કોને મળી રહ્યો છે વોટ

બોલિવુડ

90ના દાયકામાં ‘શક્તિમાન’ એક એવી ટીવી સિરિયલ હતી જે દરેક ઘરમાં બાળકો દ્વારા જોવામાં આવતી હતી, તે સમયે આ ટીવી સિરિયલે ધૂમ મચાવી હતી. પરંતુ શું તમે બધા જાણો છો કે ટૂંક સમયમાં શક્તિમાન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યારથી મુકેશ ખન્ના એ પોતાના એક ઈંટરવ્યૂમાં આ વતાનો ખુલાસો કર્યો છે. ત્યારથી આ સમાચાર ચારેય બાજુ ચર્ચાનો વિષય બનેલી છે અને લોકોએ રિલીઝ ડેટથી લઈને તેની સ્ટાર કાસ્ટ સુધી અનેક અંદાજ લગાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા કે ‘શક્તિમાન’ ફિલ્મમાં શક્તિમાનની ભૂમિકા રણવીર સિંહ નિભાવતા જોવા મળશે.

જો કે, તપાસ પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રણવીર સિંહ આ ફિલ્મમાં શક્તિમાનનું પાત્ર નિભાવવાના નથી આ માત્ર એક અફવા છે. હવે દરેકના મનમાં એક વાત ચાલી રહી છે કે જો રણવીર સિંહ શક્તિમાનનું પાત્ર નહીં નિભાવે તો કયા અભિનેતા શક્તિમાનની ભુમિકા નિભાવતા જોવા મળશે? તો માહિતી માટે તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મુકેશ ખન્નાને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં શક્તિમાનનું પાત્ર નિભાવતા કોણ જોવા મળશે. તેનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે, ‘આ એક ખૂબ મોટો સવાલ છે જેનો જવાબ મને પણ ખબર નથી.’

આ અભિનેતાને મળ્યા સૌથી વધુ વોટ: જો કે એ વાત પણ બિલકુલ સાચી છે કે મુકેશ ખન્ના વગર આ ફિલ્મ પૂરી થવાની નથી. કારણ કે જો મુકેશ ખન્ના સિવાય કોઈ અન્ય વ્યક્તિ શક્તિમાનનું પાત્ર નિભાવશે તો લોકો આ વાતને બિલકુલ સ્વીકારી શકશે નહીં. જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સને શક્તિમાનની ભૂમિકા નિભાવનાર અભિનેતાને વોટ કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે પરિણામ કંઈક આ રીતે આવ્યું. માહિતી માટે તમને જણાવી દઈએ કે શક્તિમાનનું પાત્ર નિભાવનાર અભિનેતામાં સૌથી વધુ વોટ રિતિક રોશનને મળ્યા છે. કારણ કે રિતિક રોશન આ પહેલા પણ આવું પાત્ર નિભાવી ચુક્યા છે. તે ક્રિશના પાત્રમાં જોવા મળી ચુક્યા છે. કદાચ આ જ કારણ છે કે આ અભિનેતાને સૌથી વધુ વોટ મળ્યા છે.

બીજા નંબર પર છે પ્રભાસ: સાથે જ બીજા નંબર પર સૌથી વધુ વોટ મેળવનાર અભિનેતા પ્રભાસ છે, હા ઘણા દર્શકો પ્રભાસને શક્તિમાન તરીકે જોવા ઈચ્છે છે. કારણ કે આ અભિનેતાએ પોતાની બાહુબલી ફિલ્મના બંને ભાગમાં દર્શકોના દિલ જીતી લીધા છે. બાહુબલી ફિલ્મ એ માત્ર બોક્સ ઓફિસ પર જ સારી કમાણી કરી નથી પરંતુ બોલિવૂડને પણ હચમચાવી દીધું હતું.

ત્રીજા નંબર પર છે આ અભિનેતા: ‘શક્તિમાન’ ફિલ્મ માટે લોકોએ આયુષ્માન ખુરાનાને પણ પસંદ કર્યો છે કારણ કે જ્યારે શક્તિમાન ટીવી સિરિયલ નાના પડદા પર પ્રસારિત કરવામાં આવતી હતી, ત્યારે મુકેશ ખન્ના દરેક એપિસોડમાં કંઈક નવું શીખતા જોવા મળતા હતા. તેવી જ રીતે, આયુષ્માન ખુરાના પણ પોતાની દરેક મૂવી દ્વારા દર્શકોને કોઈને કોઈ નવી શીખ આપે છે, જેના કારણે ત્રીજા નંબર પર સૌથી વધુ વોટ આયુષ માન ખુરાનાને મળ્યા છે.

આ અભિનેતાને મળ્યા છે સૌથી ઓછા વોટ: પોતાની એક્શન માટે પ્રખ્યાત ટાઇગર શ્રોફ અને વિદ્યુત જામવાલની સાથે વિક્કી કૌશલ ને પણ શક્તિમાન ફિલ્મમાં શક્તિમાનનું પાત્ર નિભાવતા જોવા માટે દર્શકો દ્વારા સૌથી ઓછા વોટ મળ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે આ ત્રણેય ફુલ એક્શન કરતા જોવા મળ્યા છે પરંતુ ત્રણમાંથી કોઈએ અત્યાર સુધી કોઈ સુપરહીરોનો રોલ નથી કર્યો.