અજય-અક્ષય થી સલમાન-શાહરૂખ સુધી આજે એક ફિલ્મ માટે ચાર્જ કરે છે કરોડો રૂપિયા, પરંતુ 90 ના દાયકામાં મળતા હતા માત્ર આટલા જ રૂપિયા

બોલિવુડ

90નો દાયકો હિંદી સિનેમા માટે ખૂબ જ ખાસ રહ્યો હતો. આ દાયકામાં બોલિવૂડને ઘણા શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીઓ મળી. 90 ના દાયકાના ઘણા પ્રખ્યાત અને મોટા કલાકારો આજે પણ બોલીવુડ પર રાજ કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. આજે તે સમયના ઘણા શ્રેષ્ઠ કલાકારો એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે. કોઈ 50 કરોડ, તો કોઈ 60 કરોડ તો કોઈ 100 કરોડથી વધુ ફી ચાર્જ કરી રહ્યા છે. જોકે 90ના દાયકામાં આ સ્ટાર્સની ફી લાખોમાં હતી. ચાલો આજે તમને 90ના દાયકાના આવા જ કેટલાક કલાકારો વિશે જણાવીએ.

અક્ષય કુમાર: ‘ખિલાડીઓ ના ખિલાડી’ એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 31 વર્ષનો સમય થઈ ગયો છે અને આજે પણ તેના જલવા અકબંધ છે. અક્ષયની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’થી થઈ હતી. અક્ષય 90ના દાયકામાં એક ફિલ્મ માટે 60 લાખ રૂપિયા લેતા હતા. જ્યારે આજે તેઓ 100 કરોડ રૂપિયાથી વધુ ફી ચાર્જ કરે છે.

અજય દેવગણ: ‘બોલિવૂડના સિંઘમ’ એટલે કે અજય દેવગણે પણ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1991 માં જ કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી ‘ફૂલ ઔર કાંટે’. અજય દેવગણ હિન્દી સિનેમામાં પોતાની પહેલી જ ફિલ્મથી છવાઈ ગયા હતા. તેમની આ ફિલ્મ હિટ રહી હતી. જણાવી દઈએ કે 90ના દાયકામાં અજય દેવગણની એક ફિલ્મની ફી 65 લાખ રૂપિયા હતી.

સની દેઓલ: દમદાર અભિનેતા સની દેઓલ હવે ભાજપના નેતા પણ છે. તેઓ પંજાબના ગુરદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ છે. પોતાની કારકિર્દીમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપનાર સની દેઓલની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1983માં આવેલી ફિલ્મ ‘બેતાબ’થી થઈ હતી. કહેવાય છે કે સની દેઓલને તે જમાનામાં એક ફિલ્મ માટે 90 લાખ રૂપિયા ફી મળતી હતી.

સલમાન ખાન: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 33 વર્ષનો સમય થઈ ગયો છે. સલમાનની મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી થઈ હતી. આજે મોટી ફી લેનાર સલમાન 90 ના દાયકામાં એક ફિલ્મ માટે 25 લાખ રૂપિયા લેતા હતા.

સુનીલ શેટ્ટી: હિન્દી સિનેમાના ‘અન્ના’ એટલે કે સુનીલ શેટ્ટીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી કરી હતી. બોલિવૂડમાં ત્રીસ વર્ષ પૂર્ણ કરી ચુકેલા સુનીલ શેટ્ટી 90ના દાયકામાં 20 લાખ રૂપિયા ફી તરીકે લેતા હતા.

શાહરૂખ ખાન: શાહરૂખ ખાને આ વર્ષે હિન્દી સિનેમામાં પોતાના ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની પહેલી ફિલ્મ વર્ષ 1992માં આવેલી ‘દીવાના’ હતી. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકમાં ઋષિ કપૂર અને દિવ્યા ભારતી પણ જોવા મળ્યા હતા. 90ના દાયકામાં શાહરૂખ ખાનની ફી વિશે વાત કરીએ તો તે સમયે તેઓ એક ફિલ્મ માટે 35 લાખ રૂપિયા ફી તરીકે લેતા હતા.

આમિર ખાન: હિન્દી સિનેમામાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ થી ડેબ્યૂ કર્યું હતું. જણાવી દઈએ કે 90ના દાયકામાં તેને એક ફિલ્મ માટે 55 લાખ રૂપિયા ફી મળતી હતી.