સલમાન ખાનથી લઈને રણવીર સિંહ સુધી, બાળપણમાં ખૂબ જ ક્યૂટ દેખાતા હતા તમારા ફેવરિટ સ્ટાર જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતા સ્ટાર્સ છે, જેમણે ફિલ્મોમાં પોતાની સુંદર એક્ટિંગથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે. જોકે દરેકના કોઈને કોઈ ફેવરિટ સ્ટાર જરૂર હોય છે. લોકો તેમના ફેવરિટ સ્ટારની ફિલ્મો જોવાનું ખૂબ પસંદ છે. ઘણા ચાહકો તો પોતાના ફેવરિટ સ્ટાર્સની ફિલ્મો એક વાર નહિં પરંતુ વારંવાર જુએ છે. આવી સ્થિતિમાં ચાહકો તેમના ફેવરિટ સ્ટાર્સ વિશે બધું જાણવા માટે આતુર છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા જોવા મળે છે પરંતુ ઘણા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને અવારનવાર તેઓ તેમની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી બાબતો, તસવીરો અને વીડિયો તેમના ચાહકો સાથે શેર કરે છે. અને ચાહકો પણ તે તસવીરોને ખૂબ જ પસંદ કરે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તમારા કેટલાક ફેવરિટ સ્ટાર્સની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે તમારા ફેવરિટ સ્ટાર્સને જોઈને તેમને ઓળખી શકશો નહીં. તો ચાલો જોઈએ બાળપણમાં તમારા ફેવરિટ સ્ટાર્સ કેવા દેખાતા હતા.

સલમાન ખાન: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન એક એવા અભિનેતા છે, જેના નામથી જ ફિલ્મો હિટ બની જાય છે. તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દબંગ કહેવાય છે. જેમ કે તમે બધા સલમાન ખાનની આ તસવીર જોઇ રહ્યા છો, તેમાં અભિનેતાને ઓળખવા મુશ્કેલ બની શકે છે. આ તસવીરમાં સલમાન ખાનની બાજુમાં તેનો ભાઈ સોહેલ ખાન પણ જોવા મળી રહ્યો છે.

અભિષેક બચ્ચન: જેમ તમે આ તસવીરમાં જોઈ શકો છો, કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આસપાસ ઘણા બાળકો જોવા મળે છે, પરંતુ આ બાળકોમાંથી એક અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન અને તેની બહેન શ્વેતા બચ્ચન પણ છે, પરંતુ આ તસવીરમાંથી તમે માત્ર અમિતાભ બચ્ચનને જ ઓળખી શકતા હશો. અન્યને ઓળખવા થોડું મુશ્કેલ બની શકે છે.

સોનાક્ષી સિંહા: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા હાલમાં બોલિવૂડની ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે. સોનાક્ષી સિંહાએ બોલિવૂડમાં સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. જેમ તમે સોનાક્ષી સિંહાની આ તસવીર જોઈ શકો છો, આ તસવીરમાં તે એક માસૂમ બાળકી જેવી દેખાઈ રહી છે. આ તસવીર એક એવોર્ડ શોની છે, જેમાં કરણ જોહર, શત્રુઘ્ન સિંહા, સુભાષ ગાઇ અને સોનાક્ષી સિંહા છે.

ઇરફાન ખાન: દિવંગત બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનની આ તસવીર નાનપણની નહીં પણ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોની છે. જણાવી દઈએ કે ઇરફાન ખાન મિથુન ચક્રવર્તીનો મોટો ચાહક હતો. ઇરફાન ખાને વાળંદને કહીને પોતાની હેયરસ્ટાઈલ તેવી કરાવી હતી.

આલિયા ભટ્ટ: આ તસવીરમાં આલિયા ભટ્ટ તેના પિતા મહેશ ભટ્ટના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના ચહેરા પરની નિર્દોષતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જે હજી પણ અકબંધ છે.

વિકી કૌશલ: બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા. આ ચિત્રમાં તેની નિર્દોષતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જોકે હાલના સમયમાં પણ ઘણી છોકરીઓ વિકી કૌશલની ક્યૂટનેસ પર ફિદા છે.

રણવીર સિંહ: રણવીર સિંહ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની સુંદર એક્ટિંગ માટે જાણીતો છે. જેમ તમે રણવીર સિંહની બાળપણની તસવીરો જોઈ શકો છો. આ તસવીર જોઈને તમે અનુમાન લગાવી શકતા નથી કે આ તસવીર રણવીર સિંહની છે.

Leave a Reply

Your email address will not be published.