બોલીવુડના આ 5 અભિનેતાઓએ તોડ્યો છે ડાયરેક્ટર્સનો ઘમંડ, તેમની સામે તેમની ફિલ્મોમાં કામ ન કરવાની ખાધી હતી કસમ

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ અભિનેતા અને અભિનેત્રીના લિન્કઅપના સમાચાર આવવા સામાન્ય વાત છે. કોની સાથે કોનું બ્રેકઅપ અને પેચઅપ થઈ જાય તેના વિશે કંઈ કહી શકાતું નથી. એ જ રીતે આ દિવસોમાં અભિનેતાઓ અને ડાયરેક્ટર્સ વચ્ચેના વિવાદના સમાચાર આવવા પણ સામાન્ય છે. ઘણી વખત આ લડાઇઓ એટલી વધી જાય છે કે ડાયરેક્ટર્સ અભિનેતા અથવા અભિનેત્રીને પોતાના પ્રોડક્શન હાઉસમાંથી હંમેશા માટે બેન કરે છે. આજે અમે તમને એવા જ નિર્માતા અને અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની લડાઇઓ જગ જાહેર છે.

કાર્તિક આર્યન અને કરણ જોહર: કાર્તિક આર્યન-કરણ જોહરનો વિવાદ આ દિવસોમાં સૌથી વધુ ચર્ચિત છે. ‘દોસ્તાના 2’ ને લઈને કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે આવેલો વિવાદ જગ જાહેર થઈ ચુક્યો છે. ક્રિએટિવ ડિફરેંસેસના કારણે ધર્મ પ્રોડક્શન હાઉસે અભિનેતાને લાઈમલાઈટ માટે બેન કર્યા છે. સાથે જ અડધા શૂટિંગ પછી પણ આ અભિનેતાને પણ આ ફિલ્મથી બહાર કરવામાં આવ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત અને રોબી ગ્રેવાલ: આ વાત દરેક જાણતા હતા કે રોમિયો અકબર વાલ્ટરમાં દિવંગત અભિનેતા સુશાંત મુખ્ય ભુમિકામાં જોવા મળતા હતા. ત્યાર પછી શેડ્યૂલિંગ કોંફ્લિક્ટ્સ પછી અભિનેતા સુશાંતને આ ફિલમમાંથી અચાનક બહાર કરવામાં આવ્યા હતા. પ્રોડ્યૂસરા બંટી વાલિયા અને ડિરેક્ટર રોબી ગ્રેવાલ આને કારણે નારાજ થયા હતા. તે સમયે જ્હોન અબ્રાહમને તેમણે રિપ્લેસ કર્યા હતા.

ગોવિંદા અને ડેવિડ ધવન: ગોવિંદા-ડેવિડ ધવન ખૂબ સારા મિત્રો હતા. તેમની મિત્રતા દુશ્મનમાં ત્યારે ફેરવાઈ જ્યારે ચીચી ને ચશ્મે બદૂર (2013) માં ઋષિ કપૂર દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યા. આ સમયે ગોવિંદાએ કબૂલ કર્યું હતું કે તે ધવન સાથે ક્યારેય કામ કરશે નહીં. તમને જણાવી દઇએ કે એક સમય હતો જ્યારે ડેવિડ ધવનની દરેક ફિલ્મમાં ગોવિંદા હતા.

સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી: સલમાન ખાન-સંજય લીલા ભણસાલી આ બંને વચ્ચે ફિલ્મ ‘ગુઝારિશ’ દરમિયાન કોલ્ડ વોર બંને વચ્ચે શરૂ થયું હતું. બંને ‘ઈન્શા-અલ્લાહ’ માં સાથે કામ કરવાના હતા. પરંતુ બંને વચ્ચે સ્ક્રિપ્ટને લઈને કેટલાક મતભેદો સામે આવ્યા હતા. ત્યારથી બંને અલગ છે. આજ સુધી બંનેએ સાથે કામ નથી કર્યું.

સોનુ સૂદ અને કંગના રનૌત: સોનુ સૂદ અને કંગના રનૌત વચ્ચે એક સમયે વિવાદ થયો હતો જ્યારે કંગના એ ‘મણિકર્ણિકા’ નું પોતે જ નિર્દેશન સંભાળીને અભિનેતાના ઘણા સીન કટ કર્યા હતા. આ કારણોસર સોનુએ આ ફિલ્મ વચ્ચે જ છોડી દીધી. જો કે, આ ફિલ્મ માટે કંગનાને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

વિદ્યા બાલન અને સુજોય ઘોષ: સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ જણાવીને અભિનેત્રી વિદ્યા બાલને ‘દુર્ગા રાની સિંહ’ કરવાની ના પાડી હતી. આ પછી, અભિનેત્રી વિદ્યાએ કબૂલ કર્યું હતું કે તે સ્ટોરી ડિરેક્ટર સુજોય ઘોષ સાથે વાત કરી રહી નથી.