ચૈત્ર નવરાત્રી શરૂ થવાના એક દિવસ પહેલા કરી લો આ કામ, માતા દુર્ગાના મળશે આશીર્વાદ

ધાર્મિક

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે, જે 22 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો નવ દિવસ સુધી નવરાત્રી વ્રત કરે છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થપના કરવામાં આવે છે. જેની સાથે આ તહેવાર શરૂ થાય છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરવાથી અને તેનાથી સંબંધિત પાઠ વાંચવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને માતાના ખાસ આશીર્વાદ મળે છે. નવરાત્રી શરૂ થાય તે પહેલા નીચે જણાવેલા ઉપાય કરો. આ ઉપાયો કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ઘર પર માતાના આશીર્વાદ રહે છે. તેથી તમે નવરાત્રી ઘટસ્થાપના પહેલા નીચે જણાવેલા જરૂરી કાર્યો જરૂર કરી લો.

ઘરની સાફ-સફાઈ કરો: નવરાત્રી શરૂ થતા પહેલા તમારા ઘરને સારી રીતે સાફ કરો. ઘરના ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ઘરના મંદિરની પણ સફાઈ કરો. મંદિરની સફાઇ કરતી વખતે ખંડિત મૂર્તિઓને મંદિર માથી બહાર કરો. ઘરમાં એક પણ જાળું રહેવા ન દો. નવરાત્રીની સવારે ગંગાને જળથી ધરને શુદ્ધ કરો.

કરો આ રંગનો ઉપયોગ: કળશ સ્થાપના કરતી વખતે જે ચોકી રાખો તેને સારી રીતે સાફ કરો. ચોકી ઉપરથી અથવા નીચેથી એકદમ સાફ હોવી જોઈએ અને તેના પર માટી ન હોવી જોઈએ. આ ચોકી પર પીળા અથાવા લાલ રંગનું કાપડ પાથરો. શાસ્ત્રો અનુસાર, આ રંગથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

સ્વસ્તિક બનાવો: કળશ સ્થાપિત કરતાં પહેલાં, ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો. ઘરના મુખ્ય દરવાજા પર આ નિશાન બનાવ્યા પછી મંદિરના દરવાજા પર પણ સ્વસ્તિક બનાવો. ત્યાર પછી તમારી પૂજા શરૂ કરો.

રસોડું રાખો સાફ: નવરાત્રી પહેલા રસોડાને સારી રીતે સાફ કરો. રસોડામાં લાલ, પીળા અને નારંગી રંગનો ઉપયોગ કરો. તામસિક ચીજો એટલે કે લસણ, ડુંગળી વગેરે બહાર કાઢો અને નવ દિવસ સુધી તેનો ઉપયોગ ન કરો. વાસ્તુના નિયમો અનુસાર, રસોડું હંમેશાં સ્વચ્છ રાખવું જોઈએ અને નવરાત્રી દરમિયાન રસોડાને બિલકુલ ગંદું થવા ન દો.

ઘરની દક્ષિણપૂર્વ દિશાને રાખો યોગ્ય: ઘરની દક્ષિણ પૂર્વ દિશા એકદમ યોગ્ય રાખો. આ દિશામાં ગંદકી ન થવા દો અથવા અને આ દિશામાં વધારે સામાન પણ ન રાખો. શાસ્ત્રો અનુસાર દેવીનું ક્ષેત્ર દક્ષિણ દિશામાં હોય છે. તેથી, માતાની પૂજા કરતી વખતે, તમારો ચહેરો પણ દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે પૂર્વ દિશામાં પૂજા કરવાથી ચેતના જાગૃત થાય છે. બીજી તરફ, દક્ષિણ દિશા તરફ પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે.

નવરાત્રીનું શુભ મુહૂર્ત: નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થશે. ઘાટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 13 એપ્રિલ (મંગળવાર) ના રોજ સવારના 9:43 વાગ્યા સુધી અને અભિજિત મુહૂર્ત સવારે 11:45 થી બપોરે 12:18 સુધી છે.

Leave a Reply

Your email address will not be published.