લગ્ન પછી વિદાઈ માં આ 9 અભિનેત્રીઓના રિએક્શન જોઈને દરેક રહી ગયા હતા આશ્ચર્યચક્તિ, જુવો અભિનેત્રીની વિદાઈની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સેલેબ્સના જેટલા કિસ્સા જણાવવામાં આવે તેટલા ઓછા છે. તેમનું જીવન ઘણી કિસ્સાઓથી ભરેલું છે. તેની ફિલ્મોથી તે ઘણી કમાણી કરે છે. આ કમાણીને તે પોતાના રોયલ લગ્નમાં ખર્ચ કરે છે. તેમના લગ્નને રોયલ અને યાદગાર બનાવવા માટે તે એકથી એક ચઢિયાતા વેડિંગ પ્લાનર હાયર કરે છે. આ સાથે જ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વેન્યૂને પણ સેટ કરે છે. આ બધી ઝગમગાટ અને દેખાવની વચ્ચે, લગ્ન પછી વિદાય સમયે આ સેલેબ્સની ભાવનાઓ પણ સામાન્ય દુલ્હનની જેમ હોય છે.

આજે આ પોસ્ટમાં અમે તમારા માટે બી-ટાઉનના કેટલાક મોટા બજેટ લગ્નની તસવીરો લઈને આવ્યા છીએ, જેને જોયા પછી તમને સ્ટાર્સના ઈમોશન પર પણ વિશ્વાસ આવી જશે. સાઉથ સુપરસ્ટાર સમાંથા અક્કાનીએ નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે સાત ફેરા લીધા હતા. સમાંથાના લગ્નએ દેશભરમાં ઘણી ચર્ચાઓ મેળવી હતી. લગ્નની બધી ધાર્મિક વિધિઓ પછી સમાંથા તેની લાગણીઓને રોકી શઈ ન હતી અને તે ખૂબ ભાવનાશીલ જોવા મળી હતી.

અભિનેત્રી અનુષ્કા શર્મા ઇટાલી માં જઈને ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં હતાં. આ બંનેના લગ્નના બધા વીડિયો સોશિયલ મીડિયા પર હાજર છે. તેમાંથી એક તેની વિદાય વાળો વિડીયો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્માનાં આંસુ પણ જોવા મળી રહ્યા હતાં.

ધર્મેન્દ્રની લાડલી પુત્રી અભિનેત્રી ઈશા દેઓલની હાલત પણ તેના લગ્નમાં કંઈક આવી જ હતી. ઈશા દેઓલ લગ્ન પછી વિદાઈમાં પોતાની માતા હેમા અને પાપા ધર્મેંદ્રને ગળે લાગીને ઘણા સમય સુધી રડી હતી. પોતાની પુત્રીની આંખોમાં આંસૂ જોઈને ધર્મેંદ્ર પણ ભાવુક થઈ ગયા હતા.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે હવે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બંને અલગ રહે છે. પોતાના લગ્નમાં કરિશ્મા દરેક ધાર્મિક વિધિમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. લગ્ન પછી વિદાયમાં પણ તે ખુશ હતી.

સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જ્યારે કાજલ તેના લગ્નમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, ત્યારે તે વિદાય દરમિયાન પરિવારને ગલે લાગીને ખૂબ ઈમોશનલ થઈ ગઈ હતી.

દેશ અને બોલિવૂડના રોયલ લગ્નમાં શામેલ અભિનેત્રી અને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી એશ્વર્યા રાયના લગ્નની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. વિદાય પછી બચ્ચન પરિવારની પુત્રવધૂ જ્યારે કારમાં જોવા મળી ત્યારે એશ્વર્યા ખૂબ ઈમોશનલ હતી.

અભિનેત્રી સોનમ કપૂરની હાલત પણ લગ્ન દરમિયાન ખૂબ ખરાબ હતી. લગ્નની દરેક વિધિ દરમિયાન સોનમ ખૂબ ખુશ દેખાઈ રહી હતી, પરંતુ જ્યારે તેની વિદાયની વાત કરવામાં આવી ત્યારે તે ખૂબ ઈમોશનલ જોવા મળી હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ગણતરી સેલેબ્સની સૌથી મોંઘી દુલ્હનમાં થાય છે. શિલ્પાએ તેના લગ્નમાં ખૂબ જ મોંઘા આઉટફિટ અને ખૂબ જ મોંઘી જ્વેલરી પહેરી હતી, પરંતુ વિદાયમાં શિલ્પા પણ સામાન્ય દુલ્હનની જેમ ઈમોશનલ થઈ ગઈ હતી.

અભિનેત્રી બિપાશા બાસુએ તેના લગ્ન બંગાળી રીતરિવાજો અનુસાર કર્યા હતા. જ્યારે વિદાય થઈ ત્યારે બિપાશા ખૂબ ભાવુક જોવા મળી હતી.