તમારી રાશિ અનુસાર કરો આ ઉપાય, પૈસાથી હંમેશા ભરેલી રહેશે તમારી તિજોરી

ધાર્મિક

ધન-સંપત્તી અને સુખ-સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે અને લોકો અમીર બનવા માટે સખત મહેનત પણ કરે છે. જોકે મહેનત કરવાની સાથે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો તમે ટૂંક સમયમાં અમીર બની શકો છો. જે લોકો અમીર બનવાનું સ્વપ્ન જુવે છે, જો તેઓ પૂર્ણિમાના દિવસે નીચે જણાવેલા ઉપાય કરે તો તેને ટૂંક સમયમાં જ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તેથી તમે તમારી રાશિ મુજબ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી જીવનમાં પૈસાની છત થતી નથી.

મેષ રાશિ: સંપત્તિ મેળવવા માટે આ રાશિના લોકોએ દરરોજ તુલસી માતાની પૂજા કરવી જોઈએ અને તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે. આ ઉપરાંત આ રાશિના લોકોએદરરોજ ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચળાવવા જોઈએ.

વૃષભ રાશિ: આ રાશિના લોકોએ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજ કરવી જોઈએ અને આ ઝાડનું એક પાન પોતાની તિજોરીમાં રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી ધન લાભ મળશે. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે આ રાશિના લોકો સ્નાન કરતા પહેલા શરીર પર સરસવનું તેલ લગાવે છે તો ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. મોટામાં મોટી બીમારીથી છુટકારો મળે છે.

મિથુન રાશિ: મિથુન રાશિના લોકોએ પૂનમના દિવસે ગાયને રોટી અને ઘાસ ખવડાવવું જોઈએ. આ કરવાથી તેમને ધન લાભ મળશે. આ ઉપરાંત નોકરીમાં પ્રમોશન મેળવવા માટે આ રાશિના લોકોએ શક્ય બને તેટલું દાન કરવું જોઈએ. બીજી તરફ ધંધામાં નફો મેળવવા માટે આ રાશિના લોકોએ તિજોરીમાં એલચી રાખવી જોઈએ.

કર્ક રાશિ: જો કર્ક રાશિના લોકો પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરે છે, તો તેમના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે. આ દિવસે કર્ક રાશિના લોકો પીપળાના ઝાડ પર જળ અને દૂધ ચળવો અને ત્યાર પછી પીપળાના ઝાડની પરિક્રમા કરો. આ કરવાથી વિશેષ ફળ મળશે.

સિંહ રાશિ: તમારા ધંધામાં પ્રગતિ મેળવવા માટે હળદર સાથે જોડાયેલો આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ પૂર્ણિમાના દિવસે લાલ કપડાની અંદર એક હળદરની ગાંઠ બાંધી દો. પછી તેને મંદિરમાં મૂકો અને થોડો સમય મંદિરમાં રાખ્યા પછી તેને ત્યાંથી ઉઠાવ્યા પછી પોતાના ધંધા સ્થળ પર એવી જગ્યા પર રાખો, જ્યાં કોઈની પણ નજર ન પડે.

કન્યા રાશિ: કન્યા રાશિના લોકોએ ધન મેળવવા માટે પૂર્ણિમાના દિવસે 11 કોડીઓ લાલ રંગના કાપડની અંદર બાંધી દો. ત્યાર પછી આ કપડાને માતા લક્ષ્મીની સામે રાખી દો અને લક્ષ્મી પાઠ કરો. બીજે દિવસે સવારે આ કોડીઓને મંદિરમાંથી ઉઠાવીને કપડા સહિત તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ધન લાભ મળવા લાગશે અને પસાનું નુક્સાન નહિં થાય. આ ઉપાય દર પૂર્ણિમા પર કરો.

તુલા રાશિ: આ રાશિના લોકોએ ધન લાભ મેળવવા માટે માતા લક્ષ્મીને પૂર્ણિમાના દિવસે સફેદ અથવ ગુલાબી રંગનું કમળનું ફૂલ અર્પણ કરો. આ ફૂલ ચળાવ્યા પછી, તેને તમારી તિજોરીમાં રાખો. આગળની પૂર્ણિમા પર પટ આ જ પ્રક્રિયા કરો અને તિજોરીમાં રાખેલા ફૂલને નવા ફૂલ સાથે બદલો. આ ઉપાય સતત 5 પુર્ણિમા સુધી કરવાથી માતા લક્ષ્મી પ્રસન થશે અને તમેન ધન લાભ મળશે.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતી વખતે તેમને આખા ચોખા ચળાવવા જોઈએ. આ વાતનું ધ્યાન રાખો ચોખા એકદમ સ્વચ્છ અને આખા હોવા જોઈએ. શિવલિંગ પર ચોખા ચળાવ્યા પછી તેમની સામે ઘીનો દીવો પણ જરૂર પ્રગટાવો. પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને તમને તમારા બધા કાર્યમાં પ્રગતિ મળશે.

ધન રાશિ: આ રાશિના લોકો ધન લાભ માટે પૂર્ણિમા ના દિવસે ચંદ્રને અર્ધ્ય આપો અને ચંદ્રને ખીર અર્પણ કરો. આ ખીર બીજા દિવસે ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી મન શાંત રહે છે અને દેવાથી છુટકારો મળે છે.

મકર રાશિ: પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીનો અભિષેક કરો. અભિષેક કરવા ઉપરાંત સાંજે લક્ષ્મી સ્તોત્રના પાઠ કરો અને માતાને સફેદ કમળના ફૂલોની માળા પહેરાવો.

કુંભ રાશિ: કુંભ રાશિના લોકોએ આ દિવસે વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ અને પૂજા કર્યા પછી, પીપળના ઝાડ પર જળ ચળાવો. ખરેખર પીપળાના ઝાડ પર વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે. તેથી આ ઝાડ પર જળ ચળાવવું ફાયદાકારક છે અને આ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સાથે જ જ્યારે આપને પીપળાનું ઝાડ ઘરમાં લાવીએ છીએ તો તેનો અર્થ માતા લક્ષ્મીને ઘરે લાવવાનો થાય છે. તેથી જો તમે ઈચ્છો તો જળ ચળાવ્યા પછી પીપળાનું પાન ઘરે લાવીને તિજોરીમાં રાખી શકો છો.

મીન રાશિ: આ રાશિના લોકો પૂર્ણ ચંદ્રના દિવસે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધી દો. ત્યાર પછી હળદર અથવા કુમકુમની મદદથી દરવાજા પર માતા લક્ષ્મીના પગનાં નિશાન બનાવો. આ કરવાથી ધન લાભ મળશે અને માતાનો વાસ તમારા ઘરમાં રહેશે.