શિવ મહાપુરાણ અનુસાર આ 5 પ્રકારના હોય છે પાપ, તેને કરવાથી ખુલી જાય છે નરકનો દરવાજો

ધાર્મિક

હિન્દુ ધર્મમાં કુલ 18 મહાપુરાણો છે અને આ મહાપુરાણોમાં શિવ મહાપુરાણ એક છે. શિવ મહાપુરાણમાં શિવજી સાથે જોડાયેલી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવજી સાથે જોડાયેલા મંત્ર જણાવવામાં આવ્યા છે. શિવ મહાપુરાણમાં એક પ્રસંગ દ્વારા ભગવાન શિવે એવા પાંચ પાપોનો ઉલ્લેખ કર્યો છે. આ કરવાથી નરકનો દરવાજો ખુલે છે. શિવપુરાણ અનુસાર જે લોકો આ પાપ કરે છે તેમને દુષ્પ્રભાવનો સામનો કરવો પડે છે. તો ચાલો આપણે શિવપુરાણમાં જણાવવામાં આવેલા આ 5 પાપ વિશે જાણીએ જેને ભૂલથી પણ ન કરવા જોઈએ.

ખોટો વિચાર: જે લોકોના મનમાં ખોટા વિચારો આવે છે તે લોકો પાપના ભાગીદાર બને છે. શિવપુરાણ મુજબ મનમાં ખોટા વિચારો આવવા એ માનસિક પાપ છે અને જે લોકો હંમેશા ખરાબ વિચારે છે તે પાપી બની જાય છે. તેથી તમારા મગજમાં ક્યારેય ખોટા વિચારો ન લાવો અને હંમેશાં સારા વિચાર કરો. જેટલું શક્ય શક્ય બને તેટલું તમારા મનને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરો. આ કરવાથી ખરાબ વિચાર મનમાં નથી આવતા.

ખોટું બોલવું: જે લોકો હંમેશા લડાઈ કરે છે અથવા ખોટું બોલે છે તે લોકો મૌખિક પા કરે છે. ઘણી વખત આપણે લડાઈ કરતી વખતે ઘણા અપશબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે સામેની વ્યક્તિનું દિલ દુખે છે. શિવપુરાણ અનુસાર જે લોકો મૌખિક પાપ કરે છે તે હંમેશાં દુ: ખી રહે છે. તેથી, તમારે મૌખિક પાપ કરવાથી બચવું જોઈએ અને હંમેશાં મીઠા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિને માન આપવું જોઇએ. હંમેશા એ પ્રયત્ન કરો કે તમારા દ્વારા કહેલી વાતને કારણે કોઈનું દિલ ન દુખે.

શારીરિક દુઃખ આપવું: લોકોને શારીરિક ત્રાસ આપવો એ પણ પાપ માનવામાં આવે છે. વૃક્ષો કાપવા, જીવ-જંતુઓ મારવા અને મનુષ્યને શારીરિક દુઃખ આપવું એ પણ પાપ માનવમાં આવે છે. જે લોકો આ પાપ કરે છે તેમના પર શારીરિક દોષ લાગે છે. તેથી ક્યારેય પણ કોઈને શારીરિક દુઃખ ન પહોંચાડો અને હંમેશા બધા સાથે પ્રેમથી રહો.

લોકોની નિંદાન કરો: ઘણીવાર ઘણા લોકોને નિંદા કરવી પસંદ હોય છે. શિવપુરાણમાં નિંદા કરવી યોગ્ય માનવામાં આવતું નથી અને જે લોકો હંમેશા નિંદા કરે છે અમે તપસ્વી, ગુરૂ, વરિષ્ઠ વ્યક્તિઓનું અપમાન કરે છે. તે લોકો પાપના ભાગીદાર માનવામાં આવે છે. તેથી તમારે નિંદા કરવાથી બચવું જોઈએ અને હંમેશાં લોકોની પ્રશંસા કરવી જોઈએ.

ખોટા કામ કરવા: આપણે જેવા કર્યો કરીએ છીએ તેના આધારે આપણને ફળ મળે છે. શિવપુરાણ અનુસાર જે લોકો ખોટા કામ કરે છે તેમને નરકમાં જ જગ્યા મળે છે. જેઓ દારૂ પીવે છે અને ચોરી કરે છે તે પાપના ભાગીદાર બને છે. મનુષ્યએ ખોટા કામ કરવાથી બચવું જોઈએ અને હંમેશા સારા કર્યો કરવા જોઈએ. જેથી તમને સારા પરિણામ મળે.

આ રીતે બચો પાપથી: ભલે આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પરંતુ છતા પણ કોઈને કોઈ પાપ કરીએ છીએ. જો તમે પણ કોઈ પાપ કર્યું છે, તો તમારે નીચે જણાવેલા ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિને પાપમાંથી મુક્તિ મળે છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરો અને તેમની પાસે માફી માંગો. પવિત્ર નદીઓમાં સ્નાન કરો. ગાયની સેવા કરો. બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો અને તેમની સેવા કરો.