જુનિયર બચ્ચન એટલે કે ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘દાસવી’નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી યામી ગૌતમ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. બંને કલાકારો પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ‘દસવી’નું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોનો સારો રિસ્પોંસ મળ્યો છે. અભિષેકને પોતાની આ ફિલ્મથી ઘણી આશાઓ છે. ટ્રેલરને મળેલા સકારાત્મક રિસ્પોંસથી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જ્યારે રિલીઝ થશે ત્યારે પણ તે દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહેશે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ પોતાની ફિલ્મના પ્રમોશન વચ્ચે અભિષેક બચ્ચન ઉત્તર પ્રદેશના આગ્રાની સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા. નોંધપાત્ર છે કે ‘દાસવી’નું શૂટિંગ આગ્રા જેલમાં પણ થયું છે અને જુનિયર બચ્ચને શૂટિંગ સમયે કેદીઓને એક ખાસ વચન આપ્યું હતું, જે હવે તે ફિલ્મના પ્રમોશન દરમિયાન પૂર્ણ કરવા પહોંચ્યા છે.
જણાવી દઈએ કે ફિલ્મ ‘દસવી’ના ઘણા સીન આગ્રા જેલમાં શૂટ કરવામાં આવ્યા છે અને તેમાં જેલના અસલી કેદીઓને પણ લેવામાં આવ્યા હતા. જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અભિષેક બચ્ચને કેદીઓને વચન આપ્યું હતું કે તેઓ તે લોકોને પણ ફિલ્મ જોવાની તક આપશે અને તેમની સાથે ફિલ્મ જોશે.
અભિષેકે કેદીઓને આપેલું વચન પૂર્ણ કર્યું છે અને તેમણે કેદીઓ સાથે પોતાની આગામી ફિલ્મ જોઈ લીધી છે. આ દરમિયાન અભિષેકે જેલના કેદીઓ સાથે ઘણો સમય પસાર કર્યો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જેલમાં જ ‘દસવી’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે આ ફિલ્મમાં અભિષેક એક ભ્રષ્ટ રાજનેતાના પાત્રમાં જોવા મળશે જે જેલની અંદરથી જ ધોરણ 10 પાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અભિષેકના પાત્રનું નામ ગંગારામ ચૌધરી છે. સાથે જ યામી પોલીસકર્મી છે. આ ફિલ્મ Netflix અને Jio સિનેમા પર 7 એપ્રિલે રિલીઝ થશે.
View this post on Instagram
અભિષેકે ઇન્સ્ટા પર એક વિડિયો શેર કરતાં લખ્યું છે કે, “વચન આપવું એ એક વચન છે!! ગઈકાલે રાત્રે હું એક વર્ષ પહેલાં આપેલું વચન પૂર્ણ કરવામાં સફળ રહ્યો. અમારી ફિલ્મ દસવીનુ પહેલું સ્ક્રીનિંગ આગ્રા સેન્ટ્રલ જેલના રક્ષકો અને કેદીઓ માટે આયોજન કરવામાં આવ્યું. અમે અહીં ફિલ્મનું શૂટિંગ કર્યું છે. તેમના રિએક્શન એવી યાદો છે જેને હું જીવનભર યાદ રાખીશ અને સંભાળીને રાખીશ.”