એશ્વર્યા-અભિષેકે પણ ન જોઈ હતી પોતાના લગ્નની આ તસવીર, સત્ય વિશે જાણ થઈ તો જોડવા પડ્યા હતા હાથ

બોલિવુડ

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડની પ્રખ્યાત મેરિડ કપલમાંથી એક છે. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થતી રહે છે. કપલે 20 એપ્રિલ 2007 ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી આરાધ્યા બચ્ચન પણ છે. એશ અભિષેકના લગ્નને લગભગ 14 વર્ષ થઈ ગયા છે, પરંતુ છતા પણ બંને વચ્ચેનો પ્રેમ અકબંધ છે. તેમની વચ્ચે લડાઈ ઝગડા અથવા મતભેદને લઈને ક્યારેય કોઈ સમાચાર આવ્યા નથી.

એશ્વર્યા ઉંમરમાં અભિષેક કરતા બે વર્ષ મોટી છે. લગ્ન સમયે એશ 33 વર્ષની હતી જ્યારે અભિષેક 31 વર્ષનો હતો. અમિતાભ બચ્ચને તેમના પુત્રના લગ્ન તેમના લક્ઝરી બંગલા પ્રતિક્ષામાં કર્યા હતા, સાથે જ લગ્નનું રિસેપ્શન તાજ હોટલમાં આપવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન આ લગ્ન ખૂબ પ્રખ્યાત થયા હતા. અભિષેક પહેલા એશ્વર્યા સલમાન ખાન અને વિવેક ઓબેરોય જેવા સ્ટાર્સ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ જ્યારે તે બચ્ચન પરિવારની પુત્રવધૂ બની ત્યારે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.

અભિષેક અને એશ્વર્યાની લવ સ્ટોરી ગુરુ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. આ ફિલ્મ દરમિયાન જ અભિષેકે એશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. ત્યાર પછી જ્યારે બંને મુંબઈ પરત ફર્યા તો સગાઈ કરી લીધી હતી. આ દરમિયાન બંને એકબીજા સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા. જોકે લગ્નના દિવસે પણ એશ અને અભિષેકની ખુશીનું ઠેકાણું ન હતું. તે દિવસે મેરેજ હોલમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હતો. પરંતુ લગ્નના થોડા મહિનાઓ પછી અંદરની બધી તસવીરો વાયરલ થવા લાગી હતી.

આજે પણ ચાહકો અભિષેક અને એશ્વર્યાના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં એશ અભિષેકના લગ્નની તસવીરે હેડલાઇન્સ બનાવી હતી. આ તસવીર એટલી અનોખી હતી કે ખુદ અભિષેક બચ્ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ તસવીરમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય લગ્નના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. તેમાં અભિષેક સ્માઈલ આપી રહ્યા છે જ્યારે એશ્વર્યા રાય જોરથી હસી રહી છે.

આ તસવીર જોઈને અભિષેક બચ્ચન પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. તે તેના પર કમેંટ કરવાથી પોતાને રોકી શક્યા નહિં. તેણે તસવીર પોસ્ટ કરનાર યુઝરની પોસ્ટને રીટ્વીટ કરી. ત્યાર પછી હાથ જોડતા ઇમોજી બનાવતા કહ્યું, ‘આ ફોટોશોપ કરેલી તસવીર છે.’

ખરેખર ચાહકો ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સની તસવીરો સાથે એડિટિંગ કરતા રહે છે. એશ અભિષેકના લગ્નની આ તસવીર પણ રિયલ નથી, પરંતુ તેને ફોટોશોપ કરવામાં આવી છે. કદાચ આ કોઈ ચાહકોનું કામ છે. આવી સ્થિતિમાં અભિષેકે ચાહકોને આ તસવીરનું સત્ય જણાવવું યોગ્ય સમજ્યું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એશ્વર્યા રાય છેલ્લે 2018 માં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. હાલમાં તેની પાસે બીજો કોઈ બોલિવૂડનો પ્રોજેક્ટ નથી. જોકે તે સાઉથની ફિલ્મ પોન્નિયન સેલવનનું શૂટિંગ કરી રહી છે. બીજી બાજુ અભિષેક બચ્ચનની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ધ બિગ બૂલ’માં જોવા મળ્યા હતા. તે ટૂંક સમયમાં બોસ બિસ્વાસ અને દસવી જેવી ફિલ્મોમાં જોવા મળશે.