‘યે હૈ મોહબ્બતેં’ ના અભિનેતા અભિષેક મલિક બંધાયા લગ્નના બંધનમાં, જુવો તેમના લગ્નની સુંદર તસવીરો

બોલિવુડ

ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ અને ‘કહાં હમ કહાં તુમ’માં જોવા મળેલા અભિનેતા અભિષેક મલિકે લગ્ન કરી લીધા છે. તેમણે 19 ઓક્ટોબર ના રોજ મંગેતર સુહાની ચૌધરી સાથે લગ્નના સાત ફેરા લીધા. અભિષેક અને સુહાનીના લગ્નની વિધિ 2-3 દિવસ પહેલા શરૂ થઈ હતી. કપલે પરિવાર અને મિત્રો વચ્ચે સાત ફેરા લીધા. ત્યાર પછી સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે લગ્નના આ ખાસ પ્રસંગ પર સુહાની આઈવરી કલરનો બ્રાઈડલ લહેંગો પહેરેલી જોવા મળી. જેમાં તે એક પરી જેવી લાગી રહી છે. મહેંદી વાળા હાથ, લાલ બંગડીઓ, કલીરે, નાથ, માંગ ટીકા અને નેકલેસ દુલ્હન બનેલી સુહાનીના લુકમાં વધારો કરી રહ્યા છે. સાથે જ દુલ્હા રાજા અભિષેક પણ પોતાની દુલ્હનના લહેંગાના મેચિંગ કલરની શેરવાની પહેરેલા જોવા મળી રહ્યા હતા.

હાથમાં હાથ પકડીને કપલે પવિત્ર અગ્નિના સાત ફેરા લીધા. ત્યાર પછી અભિષેકે સુહાનીની માંગમાં સિંદૂર સજાવ્યું. લગ્નની આ તસવીરો આ સમયે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બનેલી છે.

સાથે જ આ પહેલા અભિષેકે મહેંદી અને સગાઈની તસવીરો શેર કરી હતી. તેમાં સુહાની સીક્વિન અને ફેદર એમ્બેલિશમેંટ સાથે એક પિંક ગાઉન પહેરેલી જોવા મળી. અભિષેક મલિકે પોતાની ગર્લફ્રેન્ડ સુહાની ચૌધરી સાથે પોતાના રોકાના સમાચાર 26 જાન્યુઆરી 2021 ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા હતા.

હવે વાત જો વર્કફ્રન્ટની કરીએ તો અભિષેક મલિક છેલ્લી વખત ‘પિંજારા ખુબસુરતી કા’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે યે હૈ મોહબ્બતેં, કહા હમ કહાં તુમ, એક વિવાહ એસા ભી જેવી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે. સાથે જ સુહાની એક સ્ટાઈલિસ્ટ છે અને તેનું પોતાનું બુટિક છે.

છેલ્લે જણાવી દઈએ કે એક ઈંટરવ્યૂમાં અભિષેકે સુહાની વિશે વાત કરી અને તેની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક ખુશ છે. સુહાનીની વાઇબ્સ ખૂબ જ સારી છે. તે ફેશનેબલ છે અને એક જ સમયમાં ગ્રાઉંડેડ છે. તે એક ખૂબ જ પરિવારિક છોકરી છે.