ઓછા પ્રોજેક્ટ હોવા છતાં પણ અભિષેક બચ્ચન પાસે છે અઢળક સંપત્તિ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અભિષેક બચ્ચન

બોલિવુડ

અભિષેક બચ્ચન હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતામાંથી એક છે. તેમણે પોતાની દમદાર એક્ટિંગના દમ પર પોતાના નામને સફળતા શિખર સુધી પહોંચાડ્યું છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચન કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સનો ભાગ બની રહે છે. માહિતી માટે જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને ઘણી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી છે, જેના કારણે અભિષેક બચ્ચન પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. કરોડો રૂપિયાની સંપત્તિની સાથે અભિષેક બચ્ચન પાસે લક્ઝુરિયસ કારનું પણ મોટું કલેક્શન છે.

રિપોર્ટનું માનીએ તો અભિષેક બચ્ચન પાસે કુલ 203 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે દર મહિને 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે, આ રીતે તેમની વાર્ષિક કમાણી 24 કરોડ રૂપિયા છે. જેમ કે તમે બધા લોકો જાણો છો કે અભિષેક બચ્ચન એક પ્રખ્યાત અભિનેતા છે અને તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત એક્ટિંગ જ છે. જોકે એક સત્ય એ પણ છે કે અભિષેક બચ્ચનને એક્ટિંગ કરવા માટે વધુ ફિલ્મોમાં કામ મળતું નથી. લગભગ 20 વર્ષ સુધી હિન્દી સિનેમા જગતમાં કામ કર્યા પછી પણ અભિષેક બચ્ચનના ખાતામાં વધુ સુપરહિટ ફિલ્મોના નામ શામેલ નથી.

માહિતી માટે જણાવી દઈએ કે આ દમદાર અભિનેતાને કારનો ખૂબ જ શોખ છે, તેની પાસે લક્ઝરી કારનું સારું કલેક્શન છે. અભિષેક બચ્ચન પાસે ઓડી એ8એલ, મર્સિડીઝ બેંજ એસએલ 350ડી, મર્સિડીઝ બેંજ એએમજી, બેંટલે કોન્ટિનેંટલ જીટી જેવી કરોડો રૂપિયાની લક્ઝરી કાર છે.

અભિષેક બચ્ચનનો જન્મ મુંબઈમાં થયો હતો અભિષેક બચ્ચન હિન્દી સિનેમા જગતના દિગ્ગ્ઝ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનનો એકમાત્ર પુત્ર છે. માહિતી માટે જણાવી દઈએ કે અભિષેક બચ્ચનની એક મોટી બહેન પણ છે જેનું નામ શ્વેતા નંદા છે. માહિતી માટે જણાવી દઈએ કે આ અભિનેતાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈની જમુનાબાઈ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. ત્યાર પછી અભિષેક બચ્ચને ગ્રેજ્યુએશનની ડિગ્રી સ્વિટ્ઝરલેન્ડની એગલોન કોલેજમાંથી મેળવી. આ અભિનેતાએ પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત ફિલ્મ રેફ્યુજીથી કરી હતી. પરંતુ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહિં. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની એક્ટિંગ દર્શકો એ ખૂબ પસંદ કરી.

વાત જો અભિષેક બચ્ચનના પરિવારની કરીએ તો અભિષેક બચ્ચને 20 એપ્રિલ 2007ના રોજ હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી અને મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. માહિતી માટે જણાવી દઈએ કે આ બંનેના લગ્ન બચ્ચન પરિવારના બંગલામાં પ્રતીક્ષામાં થયા હતા અને બંનેનું ભવ્ય રિસેપ્શન ફાઈવ સ્ટાર હોટેલ તાજમાં રાખવામાં આવ્યું હતું. આ બંનેના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. માહિતી માટે જણાવી દઈએ જ્યારે આ કપલના લગ્ન થયા હતા ત્યારે અભિષેક બચ્ચનની ઉંમર 31 વર્ષ હતી જ્યારે એશ્વર્યા રાય બચ્ચન પોતાના જીવનના 33 વર્ષ પૂર્ણ કરી ચુકી હતી. આ બંનેને લગ્નથી એક પુત્રી છે, તેમની પુત્રીનું નામ આરાધ્યા બચ્ચન છે. હવે બંને પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે.