અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, પડછાયાની જેમ દરેક સમયે હોસ્પિટલમાં સાથે રહી એશ્વર્યા રાય બચ્ચન, જુવો તસવીરો

બોલિવુડ

અભિષેક બચ્ચનને તેના જમણા હાથની એક આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, ત્યાર પછી તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હવે અભિષેક બચ્ચનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જણાવી દઈએ કે તેમને શૂટિંગ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી, ત્યાર પછી તે હાથમાં પ્લાસ્ટર ચળાવીને કામ ચલાવી રહ્યા હતા, પરંતુ તેમની હાલતમાં સુધારો ન થવાથી ગઈકાલે ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. જ્યાં તેની મોટા ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી હતી અને હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કાલે રાત્રે અમિતાભ બચ્ચન પોતાની પુત્રી શ્વેતા સાથે તેમને જોવા માટે લીલાવતી હોસ્પિટલ પણ ગયા હતા.

જણાવી દઈએ કે અભિષેકની ઈજા વિશે ડોક્ટરે જણાવ્યું હતું કે તેની ઈજા ખૂબ માઈનોર છે અને પ્લાસ્ટર ચળાવ્યા પછી તેને રજા આપવામાં આવી હતી. નોંધપાત્ર છે કે અભિષેક બચ્ચનને તેના જમણા હાથની એક આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે જ્યાં સુધી પતિ અભિષેકની સારવાર ચાલી પત્ની એશ્વર્યા રાય બચ્ચન એક ક્ષણ માટે પણ તેમનાથી દૂર ન રહી.

નોંધપાત્ર કે અભિષેકની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જેને પ્લાસ્ટર દ્વારા જોડવાનો પ્રયત્ન થોડા દિવસો પહેલા ડૉક્ટરે કર્યો હતો પરંતુ તે યોગ્ય રીતે જોડાઈ શક્યો નહિં. ત્યાર પછી તેને ડોક્ટરે એક નાની સર્જરીની સલાહ આપી અને તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ત્યાર પછી પુત્રને જોવા માટે અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા બચ્ચન સાથે હોસ્પિટલ પહોંચ્યા.

શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી અભિષેકને: જણાવી દઈએ કે અભિનેતા અભિષેક બચ્ચન તમિલ ફિલ્મ ઓર્થા સેરુપ્પુ સાઈઝ 7 ની હિન્દી રિમેકનું શૂટિંગ કરી રહ્યા હતા અને શૂટિંગ દરમિયાન જ તેઓ સેટ પર ઈજાગ્રસ્ત થયા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મને અભિષેક જ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ એક્શન થ્રીલર ફિલ્મમાં તે જ એકમાત્ર અભિનેતા છે, ફિલ્મમાં અન્ય સ્ટાર્સના માત્ર અવાજનો જ ઉપયોગ કરવામાં આવશે. સમાચારો મુજબ અભિષેક તે પહેલા પણ ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે ધૂમ 3 દરમિયાન તેના ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું અને ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે તે આમિર ખાન સાથે જોવા મળ્યા હતા ત્યારે તેમના હાથમાં બેંડેઝ બાંધેલી હતી.

શૂટિંગ છોડીને અભિષેક પાસે હોસ્પિટલ પહોંચી હતી એશ્વર્યા રાય: થોડા દિવસો પહેલા જે એશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે તેની આગામી ફિલ્મ પોન્નીયન સેલ્વનના શૂટિંગ માટે ઓરછા જવા રવાના થઈ હતી. પરંતુ જેવી તેને જાણ થઈ કે પતિ હોસ્પિટલમાં દાખલ છે, તે ઉતાવળમાં ખાનગી જેટ દ્વારા મુંબઈ પરત આવી ગઈ. બીજી બાજુ, જો વાત અભિષેક બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મો બોસ બિસ્વાસ અને દસમી છે. થોડા મહિના પહેલા જ તેની ફિલ્મ ધ બિગ બૂલ ઓટીટી પર રિલીઝ થઈ હતી. સાથે જ અમિતાભની ફિલ્મ ચેહરે 26 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.