આ કારણે ટકેલો છે અભિષેક-એશ્વર્યા નો સંબંધ, અભિનેતા એ ખોલ્યું પોતાની પત્નીનું આ મોટું રાજ

બોલિવુડ

હિન્દી સિનેમા ના અભિનેતા અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘દસવી’ને લઈને ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. અભિષેક બચ્ચનની આ ફિલ્મ તાજેતરમાં જ રીલિઝ થઈ છે, જેને ચાહકોનો સારો રિસ્પોંસ મળ્યો છે. રિલીઝ થતા પહેલા જ અભિષેકની આ ફિલ્મ ચર્ચામાં આવી ગઈ હતી.

જો કે, તમને જણાવી દઈએ કે અભિષેકની આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ 7 એપ્રિલે OTT પર રિલીઝ થઈ છે. તેમાં અભિષેકે ‘ગંગા રામ ચૌધરી’ નામનું પાત્ર નિભાવ્યું છે જે જેલની અંદરથી 10મું ધોરણ પાસ કરવાનો પ્રયત્ન કરે છે. અભિષેક તેમાં એક દમદાર અને અલગ પાત્રમાં જોવા મળી રહ્યા છે.

ફિલ્મમાં અભિષેકનો સાથ આપી રહી છે અભિનેત્રી યામી ગૌતમ અને નિમ્રત કૌર. અભિષેકે યામી અને નિમ્રતની સાથે મળીને પોતાની ફિલ્મ ‘દસવીન’નું જોરશોરથી પ્રમોશન પણ કર્યું છે. આ દરમિયાન અભિષેકે એક પ્રમોશનલ ઈવેન્ટ સમયે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતોનો પણ ખુલાસો કર્યો.

અભિષેકે પોતાની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી અને ખૂબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન વિશે પણ વાત કરી. તેમણે એક ખુલાસો કરતા કહ્યું છે કે, મને એક વિચિત્ર સમસ્યા છે. હું મારા માટે ભોજન ઓર્ડર કરી શકતો નથી. જો સાથે પત્ની એશ્વર્યા ન હોય તો હું જમ્યા વગર જ ચાલ્યો જઈશ.

અભિષેક બચ્ચને આગળ તેની પાછળના કારણ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, “હું ચીજોને લઈને ખૂબ જ સાવચેત રહું છું. લોકો મારા પર હસે છે. અમે આજે કોઈ હોટલમાં બેઠા છીએ, કોઈ પ્રેસ ટૂર છે અને જો કોઈ લોબીમાં મને લેવા નહીં આવે તો હું અંદર નહીં જાવ. હું કોઈ પણ જગ્યા પર એકલા જવાથી ડરૂં છું. મને મારી આસપાસ કોઈ જોઈએ. કોઈ ગાઈડ કરનાર હોવું જોઈએ, હું આ બાબતમાં ખૂબ શરમાળ છું.”

અભિષેકે કરી એશ્વર્યાની પ્રસંશા: આગળ અભિષેકે કહ્યું કે, “મને કેટલીક વિચિત્ર આદતો છે. જો હું ક્યાંક બહાર છું અને સાંજે મારી પત્ની ફોન કરીને પૂછે કે દિવસ કેવો રહ્યો વગેરે…નોર્મલ પતિ-પત્નીની વાતો. તે કહેશે, જમ્યું? હું જવાબ આપીશ, ના. પછી તે પૂછશે કે શું ખાવું છે અને પછી તે ઓર્ડર કરશે… હું રૂમ સર્વિસને કૉલ કરી શકતો નથી. એશ્વર્યાએ રૂમ સર્વિસને ફોન કરવો પડે છે નહીં તો હું જમતો નથી. મને એક સમસ્યા છે. મને કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવામાં તકલીફ થાય છે. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેની પત્ની ખૂબ જ પ્રેમાળ છે. તેના પર તે સંમત થયા, હા તે શ્રેષ્ઠ છે.”