અમિતાભનો પુત્ર હોવા છતાં પણ LIC ના એજંટ હતા અભિષેક બચ્ચન, બર્થ સર્ટિફિકેટ પર હતું આ અનોખું નામ

બોલિવુડ

અમિતાભ બચ્ચન બોલિવૂડમાં એક મોટું નામ છે. પરંતુ તેમનો પુત્ર અભિષેક બચ્ચન ઈન્ડસ્ટ્રીમાં પિતા જેવું સ્થાન મેળવી શક્યો નથી. અભિષેકને ઈન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. આજે 5મી ફેબ્રુઆરી એ અભિષેક પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગ પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

ફિલ્મોમાં સરળ ન હતી અભિષેકની સફર: અભિષેક બચ્ચને પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી કરી હતી. જોકે આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ત્યાર પછી અભિષેક અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ મોટાભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર હારનો ચહેરો જોયો. તેને 4 વર્ષમાં 17 ફ્લોપ ફિલ્મોનો સામનો કરવો પડ્યો હતો. જો કે અભિષેકે હાર ન માની અને પોતાને સાબિત કરવા માટે લડતા રહ્યા.

પોતાને કરી ચેલેંજ: અભિષેકની સૌથી મોટી સમસ્યા એ હતી કે લોકો તેની સરખામણી પિતા અમિતાભ બચ્ચન સાથે કરતા હતા. જોકે અભિષેકે પોતાનામાં ઘણા પરિવર્તન લાવ્યા. તેમણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ઘણી પડકારજનક ભૂમિકાઓ નિભાવી. યુવા, ગુરુ, પા, ધૂમ, દોસ્તાના અને તાજેતરમાં આવેલી બોબ બિશ્વાસ કેટલીક એવી ફિલ્મો છે જેમાં અભિષેકે પોતાની એક્ટિંગની કુશળતા બતાવી છે.

ગાવામાં પણ છે નિપુણ: પા ફિલ્મના કારણે તેમનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. આ ફિલ્મમાં તે પોતાના રિયલ લાઈફ પિતા અમિતાભના પિતા બન્યા હતા. અભિષેકને સિંગિંગનો પણ મોટો શોખ છે. વર્ષ 2005માં રિલીઝ થયેલી બ્લફમાસ્ટરમાં તેમણે એક રેપ ગીત પણ ગાયું હતું. એક્ટિંગ અને સિંગિંગ ઉપરાંત તેમને અલગ-અલગ દેશોના બોર્ડિંગ કાર્ડ કલેક્ટ કરવાનો પણ શોખ છે.

બર્થ સર્ટિફિકેટ પર છે આ નામ: ખૂબ ઓછા લોકો જાણે છે કે અભિષેક બચ્ચનના બર્થ સર્ટિફિકેટમાં તેમનું નામ કંઈક અન્ય જ લખેલું છે. ખરેખર બર્થ સર્ટિફિકેટમાં તેમનું નામ ‘બાબા બચ્ચન’ છે. અભિષેક જ્યારે નાનો હતો ત્યારે તેને ડિસ્લેક્સીયા નામની બીમારી હતી. આ બીમારીમાં બાળકો વાંચવામાં, લખવામાં અને બોલવામાં તકલીફ અનુભવે છે. જોકે અભિષેકે પોતાની બીમારીને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આજે તે આ બીમારીથી મુક્ત છે.

ફિલ્મોમાં આવતા પહેલા તે LIC એજન્ટ હતા: તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભ જેવા મોટા સ્ટારનો પુત્ર હોવા છતાં અભિષેકે એલઆઈસી એજન્ટની નોકરી કરી હતી. જોકે પછી તેમણે ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું હતું. અભિષેકને બાળપણથી જ ડાન્સ કરવો ખૂબ પસંદ હતું. કહેવાય છે કે અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મના આઇકોનિક ગીત ‘ખઇકે પાન બનારસ વાલા’માં જે ડાન્સ સ્ટેપ્સ હતા તે અભિષેક બચ્ચનના બાળપણથી કોપી કરવામાં આવ્યા હતા. તે બાળપણમાં રમતગમતમાં ખૂબ નાચતા હતા અને ગાતા હતા.