આયરા ખાન સેલિબ્રેટ કરી રહી છે પોતાનો 24 મો જન્મદિવસ, પિતા આમીર ખાનને ભૂલીને બોયફ્રેંડ સાથે કંઈક આ રીતે કરી રહી છે એન્જોય

Uncategorized

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની મોટી પુત્રી આજે તેનો 24 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ પ્રસંગ પર તેને તેના મિત્રો અને પરિવારના સભ્યો તરફથી ઘણા અભિનંદન મળી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે તેને સૌથી ખાસ સ્ટાઈલમાં વિશ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખારે પાસેથી મલિ છે. તેની ગર્લફ્રેન્ડ આયરા ખાનના જન્મદિવસ પર નુપુર શિખારેએ આયરાની બાળપણની અને આ સમયની કેટલીક તસવીર શેર કરી છે.

આમિર ખાનની પુત્રી આયરા ખાનના જન્મદિવસ પર નુપુર શિખારેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આયરાની કેટલીક સુંદર તસવીરો સાથે લખ્યું છે. હાય આયરા ખાન, જન્મદિવસની શુભેચ્છા માય લવ. હું તને ઘણું બધું કહેવા ઈચ્છું છું પરંતુ હું તેને થોડું સિમ્પલ રાખવાનો પ્રયત્ન કરીશ. હું તને પ્રેમ કરું છુ. પોતાના બોયફ્રેન્ડ નૂપુરની આ પોસ્ટ પર આયરા ખાને પણ એક સુંદર જવાબ આપ્યો છે. તેણે લખ્યું, ક્યૂટી છેવટે તે આ તસવીરનો ઉપયોગ કરી જ લીધો.

જણાવી દઈએ કે વેલેન્ટાઇન ડે પર આયરાએ તેના અને નૂપુરના સંબંધને દુનિયા સામે ખુલીને રાખ્યો હતો. આ પ્રસંગ પર આયરાએ નૂપુર સાથેની તેની કેટલીક તસવીરો શેર કરી હતી અને સાથે એમ પણ લખ્યું હતું કે, તમારી સાથે વચન આપવું, તે મારા માટે ગર્વની વાત છે. તાજેતરમાં આમિરની પુત્રી લોકડાઉનમાં બોયફ્રેન્ડ અને ફિટનેસ કોચ નૂપુર શિખારે સાથે ક્વાલીટી ટાઈમ પસાર કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, આમિરની પુત્રી આયરા ખાન તેની પર્સનલ લાઈફને લઈને હંમેશાથી જ બિંદાસ રહી છે. પછી ભલે દુનિયાની સામે પોતાના રિલેશનશિપને રાખવાના હોય કે પછી પોતાના ડિપ્રેશનની વાત દુનિયાને જણાવવાની હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2019 માં મિશાલ કૃપાલાની સાથે તેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. આમિરની પુત્રીને એક્ટિંગમાં બિલકુલ રસ નથી. આયરાએ વર્ષ 2019 માં દિગ્દર્શક પદ પર પગલું ભર્યું હતું. આ સમય દરમિયાન આયરાએ એક નાટકનું દિગ્દર્શન કર્યું હતું, જેનું નામ યુરીપિડ્સ મેડિયા હતું.

આ નાટકમાં હેઝલ કીચ અને તેના ભાઈ જુનૈદ ખાને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આયરા ખાન હંમેશાં તેના સોશ્યલ એકાઉન્ટ પર એક્ટિવ રહે છે અને કંઈક પોસ્ટ કરતી રહે છે. તે તેના પર તેની કેટલીક તસવીર અને વીડિયો શેર કરે છે. તે પોતાના તણાવના અનુભવને પણ શેર કરે છે. તે માત્ર તેના તનાવ વિશે જ નથી જણાવતી પરંતુ આ તણાવમાંથી કેવી રીતે બહાર આવવું તે પણ જણાવે છે. તે તેના વીડિયો ઈંગલિશમાં બનાવે છે અને પછી તેને હિંદીમાં ડબ કરીને પોતાની યૂ ટ્યૂબ ચેનલ પર પણ અપડેટ કરે છે.