ભારતમાં અહિં આવેલું ઝુલતુ મંદિર જેનો એક પણ પિલોર જમીનને સ્પર્શ નથી કરતો, જાણો તેની પૌરાણિક માન્યતા

Uncategorized

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું મંદિર પણ છે જે હવામાં ઝૂલતું રહે છે. કહેવાય છે કે આ મંદિર તે જ સ્થળે સ્થિત છે જ્યાં રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થયું હતું. આ મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં સ્થિત છે. આ મંદિરની અંદર નારાયણ, મહાદેવ અને વીરભદ્રના ત્રણ અલગ-અલગ મંદિરો પણ સ્થિત છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે આ મંદિર હવામાં કેવી રીતે ઝૂલતું રહે છે. ખરેખર જ્યારે એક બ્રિટિશ કારીગરે એ જાણવા માટે ખોદકામ કર્યું કે આ મંદિરના પિલોર ક્યા આધાર પર બનેલા છે ત્યારે એક ચોંકવનારી વાત સામે આવી કે આ પિલોર આધાર વગર હવામાં ઝૂલતા રહે છે.

 

અહીં આવનારા ભક્તોનું માનવું છે કે આ પિલોર નીચેથી કપડું પસાર કરવાથી સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું અને આ આખું મંદિર એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે.

મંદિરની નજીક નંદીજીની એક વિશાળ પથ્થરની મૂર્તિ છે. જે 27 ફુટ લાંબી અને 4.5 ફૂટ ઉંચી છે. મંદિરમાં એક ભવ્ય નાગલિંગ પણ સ્થિત છે, જેની ટોચ પર સાત ફૂટની શેષનાગની વિશાળ પ્રતિમા છે. મંદિરમાં જ એક સ્થળે પ્રભુ શ્રીરામના પદચિહ્ન પણ છે, જોકે કેટલાક લોકો એમ પણ માને છે કે આ પદચિહ્ન માતા સીતાના છે.

તેની પ્રાચીન માન્યતા અને સુંદર સ્થાપત્યને કારણે, આ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ભારતમાં આવી ઘણી પૌરાણિક કથાઓ કહેવામાં આવી છે, જેના પુરાવા આજે પણ પૃથ્વી પર છે. રામાયણ અનુસાર, જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરી માતા સીતાને લંકા લઈ જઈ રહ્યો હતો, ત્યારે માતા સીતાનું આહ્વાન સાંભળીને ગિધરાજ જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું, પછી ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને વિશ્વમાં ધર્મની સ્થાપના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.