જેલમાં એક મહિનો વિતાવ્યા પછી રિયાને મળ્યા જામીન, જાણો કઈ શરતો પર રિયાને મળ્યા જામીન

બોલિવુડ

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપીને રિયાની જામીન અરજી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે, નીચલી અદાલતમાં બે વખત જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી, ત્યાર પછી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સેશન કોર્ટે રિયાની ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો કર્યો હતો. રિયા એક મહિના પછી જેલની બહાર આવશે.

ડ્રગ્સ બાબતમાં દોષિત રિયા સિવાય તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, દિપેશ સાવંત, અબ્દુલ બાસિત પરિહાર અને સેમ્યુઅલ મિરાન્ડા પણ કસ્ટડીમાં છે. તેમની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે. સવારે 11 વાગ્યે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી અને થોડી વારમાં જ કોર્ટે તેનો પોતાનો ચુકાદો પણ જાહેર કર્યો હતો. રિયાને આ જામીન 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર મળ્યા છે.

આ શરતો સાથે મળ્યા જામીન: જોકે, જામીન મળ્યા પછી રિયા મુંબઇની બહાર જઈ શકશે નહીં. જો તે મુંબઈની બહાર જવા ઇચ્છે છે, તો આ માટે તેને કોર્ટની મંજૂરી લેવી પડશે. ઉપરાંત, તેને તેનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે. જ્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે તેને હાજર રહેવું પડશે. એનસીબી આ પક્ષમાં ન હતી કે રિયાને જામીન મળે. તેમના મતે, રિયા ડ્રગ્સ સિન્ડિકેટના એક્ટિવ સભ્યોમાંની એક હતી.

એનસીબીએ જામીનનો કર્યો હતો વિરોધ: માત્ર રિયા જ નહીં, એનસીબીએ શૌવિક ચક્રવર્તીના જામીનનો પણ વિરોધ કર્યો હતો. એનસીબી એ કોર્ટમાં જે એફિડેવિટ અપ્યું છે તે મુજબ રિયા અને શૌવિક ડ્રગ્સ સિન્ડિકેટના એક્ટિવ સભ્યો છે. બંનેની ઓળખ ઘણા ઉચ્ચ સસોસાયટી લોકો અને ડ્રગ સપ્લાયર સાથે છે. કલમ 27A લાદવાને કારણે, તેમને કોઈપણ સંજોગોમાં જામીન મળવા જોઈએ નહીં. જો એનસીબીનું માનવામાં આવે તો રિયાએ આ કબૂલાત કરી છે કે તેણે ડ્રગ્સ ખરીદ્યું છે. રિયાએ સ્વીકાર્યું છે કે તેણે સેમ્યુઅલ મીરાંડા, દીપેશ સાવંત અને શૌવિકને ડ્રગ ખરીદવા કહ્યું હતું.

એનસીબીએ હજી સુધી નથી આપ્યા કોઈ પુરાવા: એનસીબી આ બધા દાવા કરી રહી છે, પરંતુ હજી સુધી તેમની પાસે આ આરોપ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. એનસીબીએ કોર્ટ સમક્ષ એવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી, જે સાબિત કરે કે રિયા દોષી છે. જોકે આના પર એનસીબીનું કહેવું છે કે હાલ તપાસ ચાલી રહી છે, જો રિયા અને શૌવિકને જામીન મળે તો તેઓ સબૂતોને છુપાવી પણ શકે છે.

આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી: ડ્રગ્સના કેસમાં રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ પછી એનસીબીએ બોલિવૂડની અનેક મોટી અભિનેત્રીઓની પૂછપરછ કરી હતી. આ કેસમાં એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતસિંહને સમન મોકલ્યું હતું. ભૂતકાળમાં ચારેયની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સારા અને શ્રદ્ધાએ સ્વીકાર્યું હતું કે સુશાંત ડ્રગ લેતો હતો.

Leave a Reply

Your email address will not be published.