બોલિવૂડના કલાકારો હંમેશાં તેમની પ્રોફેશનલ લાઈફની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે છૂટાછેડા લીધેલા પુરુષો સાથે લગ્ન કર્યા છે અને તેમણે પોતાનું ઘર બીજી પત્ની બનીને વસાવ્યું છે. આ લિસ્ટમાં બોલિવૂડની ઘણી પ્રખ્યાત અને સુંદર અભિનેત્રીઓ છે. જો કે આ અભિનેત્રીઓએ જ્યારે પરણિત અથવા છુટાછેડા લીધેલા પુરૂષો સાથે લગ્ન કર્યા તો તેમના પર પોતાની સોતનનું ઘર તોડવાનો આરોપ પણ લાગ્યો હતો. ચાલો આજે તમને આવી જ કેટલીક ચર્ચિત હિંદી ફિલ્મ અભિનેત્રીઓ વિશે જણાવીએ.
હેમા માલિની: હિન્દી સિનેમામાં ડ્રીમ ગર્લ તરીકે જાણીતી છે દિગ્ગઝ અને સુંદર અભિનેત્રી હેમા માલિની. હેમા માલિની પરણીત દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રના પ્રેમમાં પાગલ થઈ ચુકી હતી અને ધર્મેન્દ્રએ પણ પોતાની પત્ની હોવા છતા પણ હેમા મલિનીને અપનાવી લીધી હતી. બંને એ વર્ષ 1980 માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર ખૂબ જ ગુસ્સે થઈ હતી અને તેમણે હેમા પર ગુસ્સે થતા કહ્યું હતું કે, જો તે તેની જગ્યાએ હોત તો આવું ક્યારેય ન કરત.
શિલ્પા શેટ્ટી: બોલીવુડની સૌથી ફિટ અને હિટ અભિનેત્રીઓના લિસ્ટમાં ટોપ પર શામેલ છે સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી. વર્ષ 2009 માં શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા અને રાજ લગ્ન પહેલા એકબીજાના પ્રેમમાં કેદ હતા અને બંનેએ થોડા સમયની ડેટિંગ પછી લગ્ન કર્યા હતા. રાજે શિલ્પા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્ની કવિતાને છુટાછેડા આપ્યા હતા. કવિતા ઘણીવાર શિલ્પા પર પોતાનું વસાવેલું ઘર તોડવાનો આરોપ લગાવી ચુકી છે. પરંતુ રાજે હંમેશા શિલ્પાનો બચાવ કર્યો છે. અને તેમણે કહ્યું હતું કે તેની પત્ની કવિતાનું અફેયર તેની બહેનના પતિ સાથે હતું.
રાની મુખર્જી: છેલ્લા 25 વર્ષોથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલી જાણીતી અભિનેત્રી રાની મુખર્જીએ પોતાનાથી 7 વર્ષ મોટા પ્રખ્યાત ફિલ્મ મેકર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2014 માં સાત ફેરા લીધા હતા. રાની માટે આદિત્યએ પોતાની પત્ની પાયલ સાથે છૂટાછેડા લઈને અંતર બનાવી લીધું હતું. પાયલે ત્યારે રાની વિશે કહ્યું હતું કે, તેમણે કોઈ પરણિત પુરૂષ સાથે પ્રેમ ન કરવો જોઈએ.
રવિના ટંડન: હિન્દી સિનેમાની મસ્ત મસ્ત ગર્લ એટલે કે રવિના ટંડન તેની એક્ટીંગ અને સુંદરતાની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રવિનાએ વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. અનિલ પહેલાથી જ પરણિત હતો અને તેની પહેલી પત્નીનું નામ નતાશા છે. નતાશા એ પણ રવીનાને પોતાના છુટાછેડાનું કારણ માની હતી.
લારા દત્તા: લારા દત્તા હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 46 વર્ષની લારા દત્તાએ વર્ષ 2011 માં પ્રખ્યાત ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. લારાને પણ પોતાની સોતનના હુમલા અને ત્રાસનો સામનો કરવો પડ્યો છે. લારા દત્તા અને મહેશ ભૂપતિના લગ્ન પછી મહેશની પહેલી પત્ની શ્વેતા જયશંકરે લારાને કહ્યું હતું કે તેના કારણે જ તેના સ્વર્ગ જેવા ઘરની ખુશી લૂંટાઇ ગઈ.