‘બદન પે સિતારે લપેટે હુએ’ ગીત પર 93 વર્ષની દાદી એ કર્યો ખૂબ જ સુંદર ડાંસ, તેમના એક્સપ્રેશન જીતી લેશે તમારું દિલ, તમે પણ જુવો દાદીના ડાંસનો આ વાયરલ વીડિયો

મનોરંજન

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દરરોજ કોઈને કોઈ વિડીયો વાયરલ થતો રહે છે, જેમાંથી કેટલાક વિડીયો એવા હોય છે જે દરેકને ઈમોશનલ કરી દે છે, પરંતુ કેટલાક વિડીયો એવા પણ હોય છે જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. સાથે જ કેટલાક વીડિયો લોકોના દિલ જીતી લે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દાદી ખૂબ જ સુંદર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

જોકે તમે બધા લોકોએ એ તો સાંભળ્યું જ હશે કે ઉંમર માત્ર એક નંબર છે, જેને વ્યક્તિની પસંદગી અને ખુશી સાથે કોઈ લેવાદેવા નથી. આ જ કારણ છે કે ઘણા લોકો 50 વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ બાળકોની જેમ મસ્તી કરતા રહે છે અને પોતાના જીવનની દરેક ક્ષણને ખુલીને જીવે છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ એવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં વૃદ્ધાવસ્થામાં પણ લોકો રમતા, કૂદતા અને ડાન્સ કરતા જોવા મળે છે.

તેમને જોઈને એવું લાગે છે કે તે વૃદ્ધાવસ્થામાં પણ પોતાને યુવાન રાખે છે. આ દરમિયાન, એક દાદીનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમની ઉંમર 93 વર્ષ જણાવવામાં આવી રહી છે, પરંતુ જ્યારે તમે તેમનો આ વીડિયો જોશો ત્યારે તમે ઉંમરનો આંકડો જરૂર ભૂલી જશો.

શમ્મી કપૂરના ગીત પર 93 વર્ષની દાદીએ કર્યો ડાન્સ: સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક દાદી શમ્મી કપૂરના ગીત “બદન પે સિતારે લપેટે હુયે” પર સંપૂર્ણ આનંદ સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ દાદીની ઉંમર ભલે વધુ હોય, પરંતુ પોતાના દિલની સામે તે ડાંસ કરવાથી પોતાને રોકી શકી નહીં. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે 93 વર્ષની દાદી શમ્મી કપૂરનું ગીત સાંભળીને ખુશ થઈ જાય છે અને પછી ધીમે ધીમે ડાન્સ કરવા લાગે છે. ડાન્સ દરમિયાન દાદી ખૂબ જ સુંદર અને પ્રેમાળ એક્સપ્રેશન આપે છે. દાદીને આ રીતે ડાન્સ કરતા જોઈને તેના પરિવારના સભ્યો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તાળીઓ પાડીને દાદીનો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે.

લોકોને દાદીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. વૃદ્ધ દાદીનો ડાંસ અને તેમના એક્સપ્રેશન ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. આ વીડિયોમાં તમે દાદીની આસપાસ ઘણા લોકોને ઉભા જોઈ શકો છો, જેઓ પોતે પણ તેમનો આવો ડાન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ખરેખર, આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર નરેન્દ્ર સિંહ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “93 વર્ષની ઉંમરમાં દાદી પર ચળ્યો શમ્મી કપૂરનો જાદુ. બદન પે સિતારે લપેટે હુએ ગીત પર ડાંસ કરી રહેલા દાદી.”

આ વીડિયો અત્યાર સુધીમાં ઘણા લોકો જોઈ ચુક્યા છે. સાથે જ ઘણા લોકોએ આ વીડિયો પર પોતાનો પ્રેમ દર્શાવતા દાદીના ડાન્સની પ્રસંશા પણ કરી છે. એક યુઝરે તેના પર કમેન્ટ કરતા લખ્યું છે કે, “વાહ દાદી, તમે તો કમાલ કર્યો.” સાથે જ એક અન્ય એક યુઝરે લખ્યું છે કે, “આ ઉંમરમાં પણ આવો ભાવ જોવા લાયક છે.” આ ઉપરાંત અન્ય લોકોએ પણ આ વીડિયો પર કમેન્ટ કરી છે.