જાણો 90 ના દાયકાની આ 8 સુંદર અભિનેત્રીઓ ક્યાં અને કઈ હાલતમાં છે, ચેહરો અને હાલત જોઈને તમે થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

આજે અમે તમને 90ના દાયકાની તે 8 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે પોતાની સુંદરતાથી લોકોને પોતાના ફેન બનાવ્યા હતા. તેમાંથી કેટલીક તો બોલિવૂડમાં થોડા વર્ષો સુધી કામ કર્યા પછી ન જાણે ક્યાં ગુમનામ થઈ ગઈ. આજે તે કઈ હાલતમાં છે ચાલો તમને જણાવીએ.

રંભા: 90ના દાયકાની સુંદર અભિનેત્રી રંભા 45 વર્ષની થઈ ગઈ છે. 5 જૂન 1976ના રોજ વિજયવાડા, આંધ્રપ્રદેશમાં જન્મેલી રંભા જોકે સાઉથ ઈંડિયન ફિલ્મોની અભિનેત્રી છે. પરંતુ 1995માં તેણે ફિલ્મ ‘જલ્લાદ’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કર્યું હતું. ‘જુડવા’, ‘ઘર વાલી બહાર વાલી’ અને ‘ક્યોંકી મેં જૂઠ નહીં બોલતા’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યા પછી તે અહીંથી લગભગ ગાયબ થઈ ગઈ હતી. રંભા હવે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ સાઉથ ઈંડિયન ફિલ્મોમાં પણ એક્ટિવ નથી.

તેણે 2010માં કેનેડા બેસ્ડ શ્રીલંકાના બિઝનેસમેન સાથે કર્ણાટકના કલ્યાણા મંડપમાં લગ્ન કર્યા અને ટોરોન્ટો શિફ્ટ થઈ. હવે તે બે પુત્રી અને એક પુત્રની માતા બની ચુકી છે અને પરિવારની જવાબદારી નિભાવી રહી છે.

મધુ: 90 ના દાયકાની અભિનેત્રી છે મધુ શાહ, જે સામાન્ય રીતે મધુ નામથી ઓળખાય છે. તેણે અજય દેવગણ સ્ટારર ‘ફૂલ ઔર કાંટે’ (1991) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને 2002 સુધી તે ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ રહી હતી. ત્યાર પછી લગભગ 6 વર્ષ સુધી ગાયબ રહ્યા પછી તે ફિલ્મોમાં પરત આવી, પરંતુ વધુ સફળતા ન મેળવી શકી.

1999માં મધુએ આનંદ શાહ સાથે લગ્ન કર્યા અને હવે તે બે પુત્રીઓની માતા છે. તેની છેલ્લી ફિલ્મ ‘થલાઈવી’ 2021માં રિલીઝ થઈ હતી.

આયશા જુલ્કા: 49 વર્ષની આયશા જુલ્કા 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે ‘ખિલાડી’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘બલમા’, ‘માસૂમ’, ‘બરૂદ’ અને ‘રન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લી વખત તે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જીનિયસ’માં મુખ્ય મહિલા પાત્ર નંદિનીની માતાની ભૂમિકામાં જોવા મળી હતી હતી. 2003માં તેના લગ્ન સમીર વશી સાથે થયા અને હવે તે મેરિડ લાઈફ એન્જોય રહી છે.

મમતા કુલકર્ણી: 50 વર્ષની મમતા કુલકર્ણીએ 90ના દાયકામાં ‘તિરંગા’, ‘આશિક આવારા’, ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘બાજી’ અને ‘ચાઇના ગેટ’ જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક્ટિંગની અમિટ છાપ છોડી હતી. તે લગભગ 20 વર્ષથી બોલિવૂડમાંથી ગાયબ છે. જૂન 2016માં તે ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે તેનું નામ 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં કેન્યાના ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે સામે આવ્યું હતું. ત્યાર પછીથી મમતા કુલકર્ણી ફરાર છે. જોકે, સોશિયલ મીડિયા પર તેની તસવીરો આવતી રહે છે, જેમાં તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે.

અનુ અગ્રવાલ: 1990માં મ્યુઝિકલ હિટ ‘આશિકી’થી રાતોરાત લોકપ્રિય બનેલી અનુ અગ્રવાલની છેલ્લી ફિલ્મ ‘રિટર્ન ઑફ જ્વેલ થીફ’ હતી, જે 1996માં રિલીઝ થઈ હતી. ત્યારે પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. 1997 માં, તેણે બિહાર સ્કૂલ ઓફ યોગા જોઈન કરી અને 1999 માં એક કાર એક્સીડેંટ પછી તે લગભગ 29 દિવસ સુધી કોમામાં રહી. તેની યાદશક્તિ ચાલી ગઈ. 2001માં તે સાધ્વી બની ગઈ. 53 વર્ષની અનુ અગ્રવાલ સામાજિક કાર્યમાં વ્યસ્ત છે અને અનુ અગ્રવાલ ફાઉન્ડેશન તરફથી માનવ કલ્યાણ માટે કામ કરે છે.

સોનમ: સોનમના નામથી પ્રખ્યાત બખ્તાવર ખાને જોકે 1988માં આવેલી યશ ચોપરાની ફિલ્મ ‘વિજય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તે 90ના દાયકા સુધી એક્ટિવ રહી હતી. તેણે ‘અજૂબા’, ‘વિશ્વાત્મા’ અને ‘ઈન્સાનિયત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. 1994માં આવેલી ઇન્સાનિયત તેની છેલ્લી ફિલ્મ હતી. 1991 માં તેણે ‘ત્રિદેવ’ અને ‘વિશ્વસ્તમા’ જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યા. 1997માં અબુ સાલેમના ગુર્ગોએ સોનમ અને રાજીવનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી બંનેએ ભારત છોડવાનો નિર્ણય કર્યો. થોડાં વર્ષ પહેલાં મુંબઈ શિફ્ટ થતાં પહેલાં આ કપલ સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતી હતી. 2001માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

સોમી અલી: સોમી અલી પાકિસ્તાની-અમેરિકન અભિનેત્રી છે. તેણે 1992માં ફિલ્મ ‘બુલંદ’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, જે ક્યારેય રિલીઝ થઈ નથી. પછી તે ‘અર્થ’, ‘કૃષ્ણાવતાર’, ‘આઓ પ્યાર કરે’ અને ‘આંદોલન’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 1997 પછી તે કોઈ ફિલ્મમાં જોવા ન મળી. સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહેલી સોમી અલી હવે ‘નો મોર ટીયર’ નામની સંસ્થા ચલાવે છે, જેનો હેતુ ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને મદદ કરવાનો છે.

કરિશ્મા કપૂર: કરિશ્મા કપૂરે 1991માં ફિલ્મ ‘પ્રેમ કૈદી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 90ના દાયકામાં લોકો પર તેના જલવા હતા. 2000ના દાયકાની શરૂઆતમાં પણ તે ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ હતી. 2003 માં, તેણે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી અંતર બનાવી લીધું. 2006 માં ‘મેરે જીવન સાથી’ દ્વારા તેણે કમબેક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી. ત્યાર પછી 2012માં તેણે ફરી એકવાર ‘ડેન્જરસ ઈશ્ક’ સાથે પડદા પર કમબેક કરવાની યોજના બનાવી, પરંતુ આ ફિલ્મ પણ ચાલી નહીં. સંજય કપૂર સાથે તેના છૂટાછેડા થઈ ચુક્યા છે. તે બે બાળકોની માતા છે અને હવે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પૈસા કમાઈ રહી છે.