આ છે બોલીવુડની 9 સૌથી લાંબી અભિનેત્રીઓ, પહેલા નંબર પર કેટરીના નહિં પરંતુ આ અભિનેત્રીનું છે નામ

બોલિવુડ

અવારનવાર બોલિવૂડ સ્ટાર્સની પસંદ, નાપસંદ, તેમની સંપત્તિ, લાઈફસ્ટાઈલ, ફિલ્મો અને એક્ટિંગની વાત થતી રહે છે. જો કે આજે અમે તમને બોલીવુડની 9 સૌથી લાંબી અભિનેત્રીઓ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ શામેલ છે.

દીપિકા પાદુકોણ: આજના સમયની સૌથી સફળ અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણનું નામ પણ લેવામાં આવે છે. દીપિકાની હાઈટ 5 ફૂટ 9 ઈંચ હોવાનું કહેવાય છે, જે તેની પર્સનાલીટીને ખૂબ સૂટ કરે છે. દીપિકા બોલિવૂડની સૌથી લાંબી અભિનેત્રીઓમાંથી એક છે.

કૃતિ સેનન: હાઈટની બાબતમાં, દીપિકાને સૌથી મોટી અને સખત ટક્કર મળે છે અભિનેત્રી કૃતિ સેનન તરફથી. જણાવી દઈએ કે કૃતિ સેનન અને દીપિકાની હાઈટ સમાન છે. જ્યારે દીપિકા 5 ફૂટ 9 ઇંચની છે તો કૃતિ પણ 5 ફૂટ 9 ઇંચની છે. બંને બોલિવૂડની સૌથી ઉંચી અભિનેત્રીઓ છે.

અનુષ્કા શર્મા: દીપિકા પાદુકોણ અને કૃતિ સેનન બંને અભિનેત્રીઓને હાઈટની બાબતમાં સખત ટક્કર અનુષ્કા શર્મા તરફથી મળે છે. અનુષ્કાની હાઈટ પણ આ બંને અભિનેત્રીઓ જેટલી છે. અનુષ્કા શર્માની હાઈટ 5 ફૂટ 9 ઈંચ હોવાનું કહેવાય છે.

કેટરીના કૈફ: હવે વાત કરીએ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફની. કેટરીના કૈફે વર્ષ 2003માં હિન્દી સિનેમામાં ફિલ્મ ‘બૂમ’થી ડેબ્યૂ કર્યું હતું. વાત અભિનેત્રીની હાઈટની કરીએ તો તેની હાઈટ 5 ફૂટ 8.5 ઈંચ હોવાનું કહેવાય છે.

સોનાક્ષી સિન્હા: કેટરીના પછી આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે અભિનેત્રી સોનાક્ષી સિંહાને. સોનાક્ષી હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી છે. સોનાક્ષીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં સુપરહિટ ફિલ્મ ‘દબંગ’થી કરી હતી. સોનાક્ષીની હાઇટ 5 ફૂટ 8 ઇંચ છે.

સોનમ કપૂર: સોનમ કપૂર હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે. આ દિવસોમાં સોનમ કપૂર પ્રેગ્નેંટ છે અને તે તેના પહેલા બાળકની રાહ જોઈ રહી છે. સોનમ બોલિવૂડની સૌથી ઉંચી અભિનેત્રીઓમાં ટોપ પર છે. તેની હાઈટ 5 ફૂટ 8 ઈંચ છે.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની દુનિયામાં પોતાના કામથી લોકપ્રિય બનેલી પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. પ્રિયંકા ચોપરાની હાઈટ 5 ફૂટ 7.5 ઈંચ છે.

દિશા પટાની: બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી દિશા પટાનીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ ‘એમએસ ધોની’માં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. દિશાની હાઇટ 5 ફૂટ 7 ઇંચ છે.

એશ્વર્યા રાય: એશ્વર્યા રાય હિન્દી સિનેમાની સૌથી સુંદર અને લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. દુનિયાભરમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી મોટું નામ કમાવનાર એશ્વર્યા રાય બચ્ચનની હાઈટની વાત કરીએ તો તે 5 ફૂટ 7 ઈંચ છે. તાજેતરમાં, અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માં પોતાના જલવા ફેલાવ્યા હતા.