આ 10 ભારતીય ફિલ્મોની છે વેચાઈ છે સૌથી વધુ ટિકિટ, ‘શોલે’ ફિલ્મ છે સૌથી ઉપર, જાણો અન્ય ફિલ્મોના નામ

બોલિવુડ

ભારતમાં દર વર્ષે હજારો ફિલ્મો બને છે. ભારતમાં ઘણી ભાષાઓની ફિલ્મ ઈંડસ્ટ્રી છે. સૌથી વધુ લોકપ્રિય અને ચર્ચિત હિન્દી સિનેમા છે. જો કે, આજે અમે તમને ભારતીય સિનેમાની 10 એવી ફિલ્મો વિશે જણાવીશું, જેની ટિકિટ સૌથી વધુ વેચાઈ છે. તમને જણાવી દઈએ કે આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તો ચાલો જાણીએ આવી ફિલ્મો વિશે.

શોલે (1975): 47 વર્ષ પહેલા રીલિઝ થયેલી, અમિતાભ બચ્ચન, હેમા માલિની, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, અમજદ ખાન અને સંજીવ કુમાર જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મની સૌથી વધુ ટિકિટો વેચાઈ હતી. 47 વર્ષ પછી પણ શોલેના નામે એક અતૂટ રેકોર્ડ છે. શોલેની 15 કરોડથી વધુ ટિકિટ વેચાઈ હતી. આ ફિલ્મ ભારતની સૌથી ફેવરિટ ફિલ્મોમાંથી એક છે.

બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017): બોક્સ ઓફિસ પર કમાણીની બાબતમાં ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’નું તોફાન આવ્યું હતું. વર્ષ 2017માં આવેલી આ ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબતી, તમન્ના ભાટિયા અને રામ્યા કૃષ્ણને કામ કર્યું હતું. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની 12 કરોડથી વધુ ટિકિટ વેચાઈ હતી.

‘મધર ઈન્ડિયા’ (1957): ‘મધર ઈન્ડિયા’ વર્ષ 1957માં રિલીઝ થઈ હતી. ફિલ્મના મુખ્ય કલાકારો નરગીસ, સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમાર હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કહેવાય છે કે આ સફળ ફિલ્મની 10 કરોડથી વધુ ટિકિટો વેચાઈ હતી.

મુગલ-એ-આઝમ (1960): ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ વર્ષ 1960માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મુખ્ય પાત્રો દિવંગત અભિનેતા દિલીપ કુમાર અને દિવંગત અભિનેત્રી મધુબાલાએ નિભાવ્યુ હતું. આજે પણ આ ફિલ્મની ચર્ચા થાય છે. કે. આસિફ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની લગભગ 10 કરોડ ટિકિટો વેચાઈ હતી.

હમ આપકે હૈ કૌન (1994): ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ વર્ષ 1994માં આવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી માધુરી દીક્ષિત અને અભિનેતા સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આજે પણ આ ફિલ્મ ખૂબ જ જોશથી જોવામાં આવે છે. આ ફિલ્મની લગભગ 7.4 કરોડ ટિકિટ વેચાઈ હતી.

 

કુલી (1983): વર્ષ 1983ની કુલીમાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર, કાદર ખાન, વહીદા રહેમાન અને રતિ અગ્નિહોત્રીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કુલીની બોક્સ ઓફિસ પર લગભગ 7 કરોડ ટિકિટ વેચાઈ હતી.

‘મુકદ્દર કા સિકંદર’ (1978): ‘મુકદ્દર કા સિકંદર’ અમિતાભ બચ્ચનની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં વિનોદ ખન્ના, રેખા, રાખી અને અમજદ ખાન પણ જોવા મળ્યા હતા. પ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મની 6.7 કરોડ ટિકિટો વેચાઈ હતી.

અમર અકબર એન્થોની (1977): ‘અમર અકબર એન્થોની’ વર્ષ 1977માં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર, વિનોદ ખન્ના, પરવીન બાબી, નીતુ સિંહ, શબાના આઝમી અને પ્રાણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ સુપરહિટ ફિલ્મના નિર્દેશક મનમોહન દેસાઈ હતા. સૌથી વધુ ટિકિટ વેચાણની બાબતમાં આ ફિલ્મ નવમા સ્થાને છે. જણાવી દઈએ કે ‘અમર અકબર એન્થોની’ની 6.2 કરોડ ટિકિટ વેચાઈ હતી.

‘ક્રાંતિ’ (1981): ક્રાંતિએ બોક્સ ઓફિસ પર પણ પણ ક્રાંતિ કરી હતી. દેશભક્તિ પર આધારિત આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મનોજ કુમાર, શશિ કપૂર, શત્રુઘ્ન સિંહા, હેમા માલિની, પરવીન બાબી, સારિકા, નિરુપા રોય, પ્રેમ ચોપરા અને દિલીપ કુમારે કામ કર્યું હતું. ‘ક્રાંતિ’ની લગભગ 6 કરોડ ટિકિટ વેચાઈ હતી.

‘બોબી’ (1973): વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘બોબી’ ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મની 5.3 કરોડ ટિકિટ વેચાઈ હતી.