જવાની અને બાળપણમાં કંઈક આવા દેખાતા હતા ‘તારક મેહતા’ ના આ 9 કલાકાર, દયાબેન તો બિલકુલ નથી બદલી, જુવો તસવીરો

મનોરંજન

સબ ટીવી પર આવતો ખૂબ જ પ્રખ્યાત અને સફળ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. આ સિરીયલ છેલ્લા 13 વર્ષથી દેશ અને દુનિયાનું મનોરંજન કરી રહી છે અને તેણે તેના નામે એક વિશેષ રેકોર્ડ બનાવ્યો છે. આ શો દરેકને ખૂબ પસંદ આવે છે. તેના પાત્રોએ પણ દર્શકોના દિલમાં પોતાની એલ અલગ ઓળખ બનાવી છે. આજે અમે તમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના કલાકારોની બાળપણની અને યુવાનીના દિવસોની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ.

દિશા વાકાણી (દયાબેન): આ શોમાં દયાબેનનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણી નિભાવતી હતી. તે વર્ષ 2017 માં આ શો છોડી ચુકી છે અને તેના કમબેકના કોઈ આસાર જોવા મળી રહ્યા નથી. તેના પાત્રને ઘર ઘરમાં ખૂબ જ ખાસ અને મોટી ઓળખ મળી છે. બાળપણમાં દિશા ક્યૂટ હોવાની સાથે જ સુંદર પણ હતી.

દિલીપ જોશી (જેઠાલાલ ગાડા): જેઠાલાલ ગાડા એટલે કે દિલીપ જોશીને કોણ નથી ઓળખતું. તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. જેઠાલાલ ગાડા પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લે છે. જણાવી દઈએ કે આ તસવીર દિલીપના યુવાનીના દિવસોની છે. તેને થોડા દિવસો પહેલા તેમણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (રોશન ભાભી): શો માં ‘રોશન ભાભી’ ના પાત્રથી જેનિફર મિસ્ત્રી બંસીવાલે દર્શકોની વચ્ચે સારી ઓળખ બનાવી છે. હાલમાં જ જેનિફરે પોતાની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેને જોઈને એ કહેવું ખોટું નહિં હોય કે તેને હંમેશાથી જ ગ્લેમર સાથે ખૂબ અટેચમેંટ રહ્યું છે.

નિર્મલ સોની (ડો.હાથી): શોમાં હવે ડો.હાથીની ભૂમિકામાં અભિનેતા નિર્મલ સોની જોવા મળે છે. ડો.હાથીનો હસતો ચહેરો દરેકના ચહેરા પર સ્માઈલ લાવે છે. તસવીર જોઇને એમ કહી શકાય કે નિર્મલ યુવાનીમાં ખૂબ હેંડસમ લાગતા હતા.

અંબિકા રજંકર (કોમલ હાથી): હવે વાત કરીએ ડૉ. હાથીની પત્ની એટલે કે અભિનેત્રી કોમલ હાથીની. કોમલ હાથીના પાત્રમાં આપણને અંબિકા રજંકર જોવા મળે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે પોતાના કોલેજના દિવસોની તસવીર શેર કરી છે.

મુનમુન દત્તા (બબીતા અય્યર): બબીતા અય્યરની ભૂમિકા મુનમુન દત્તા નિભાવે છે અને તે શોની ખૂબ જ સુંદર અને ચર્ચિત અભિનેત્રી છે. આ બબીતાના બાળપણની તસવીર છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સોનાલિકા જોશી (માધવી ભિડે): માધવી ભીડે એટલે કે સોનાલિકા જોશીની પણ બાળપણની તસવીર વાયરલ થઈ છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ તેના બાળપણની આ ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. જેને તેના તમામ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.

મંદાર ચાંદવાડકર (આત્મારામ તુકારામ ભીડે): આત્મરામ તુકારામ ભીડેનું પાત્ર મંદાર ચાંદવાડકર નિભાવે છે. 44 વર્ષના મંદારની આ યુવાનીના દિવસોની તસવીર છે. તે યુવાનીના દિવસોમાં ખૂબ હેંડસમ હતો.

શૈલેશ લોઢા (તારક મેહતા): આ શોમાં ‘તારક મેહતા’ નું મુખ્ય પાત્ર અભિનેતા શૈલેશ લોઢા નિભાવે છે. તેને શોમાં જેઠાલાલના બેસ્ટ ફ્રેન્ડ બતાવવામાં આવે છે. આ તસવીર શૈલેષની યુવાનીના દિવસની છે. આ તસવીર જોઈને તમે બિકલુક નહીં કહી શકો કે આ શૈલેશ લોઢા જ છે.