જન્માષ્ટમી 2022: ટીવી ના તે 9 કલાકાર જે ‘કૃષ્ણ’ ના પાત્રથી થયા અમર, જાણો આજે ક્યાં છે?

બોલિવુડ

ટીવીની દુનિયામાં જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવે છે ત્યારે સૌથી પહેલા પ્રખ્યાત અભિનેતા નીતિશ ભારદ્વાજનો ચેહરો સામે આવે છે. નીતિશ ભારદ્વાજે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી હતી. આટલું જ નહીં પરંતુ બીઆર ચોપરાની ‘મહાભારત’માં શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવીને નીતિશ ભારદ્વાજને ભગવાનની જેમ પૂજવામાં આવ્યા હતા. જો કે, નીતિશ ભારદ્વાજ ઉપરાંત પણ એવા ઘણા કલાકારો છે જેમણે શ્રી કૃષ્ણના પાત્રથી એક અલગ ઈમેજ બનાવી છે. આજે અમે તમને એવા જ કેટલાક પાત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટીવીની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય થયા હતા.

નીતિશ ભારદ્વાજ: જણાવી દઈએ કે, નીતિશ ભારદ્વાજે બીઆર ચોપરાની ‘મહાભારત’ સિરિયલમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા. આટલું જ નહીં પરંતુ નીતિશ ભારદ્વાજને આ પાત્રથી એટલી સફળતા મળી હતી કે લોકો તેમને ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતા. નીતિશ ભારદ્વાજે પોતાની કારકિર્દીમાં ટીવી સિરિયલોની સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સ્વપ્નિલ જોષી: સ્વપ્નિલ જોશીએ રામાનંદ સાગરની ‘કૃષ્ણા’માં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી. સીરિયલ દ્વારા સ્વપ્નિલ જોશીને ઘણી લોકપ્રિયતા મળી હતી. જણાવી દઈએ કે સ્વપ્નિલ જોશીએ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

સર્વદમન ડી બેનર્જી: જણાવી દઈએ કે, કિશોરાવસ્થામાં જ્યાં સ્વપ્નિલ જોશીએ કૃષ્ણની ભુમિકા નિભાવી હતી, તો ત્યાર પછી અભિનેતા સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણની ભુમિકા નિભાવી હતી. આ ઉપરાંત સર્વદમન ડી બેનર્જીએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળ્યા હતા.

મૃણાલ જૈન: પ્રખ્યાત અભિનેતા મૃણાલ જૈને સીરિયલ ‘કહાની હમારે મહાભારત કી’માં કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી. જણાવી દઈએ કે આ સીરિયલ વર્ષ 2008માં શરૂ થઈ હતી. જોકે આ સીરિયલ દર્શકોને કંઈ ખાસ પસંદ આવી ન હતી. જણાવી દઈએ કે મૃણાલે પોતાની કારકિર્દીમાં ‘દિલ હી તો હૈ’, ‘બંધન’, ‘ઉતરન’ જેવી ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે.

મેઘન જાધવ: ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘સાસ બિના સસુરાલ’, ‘રાધા કૃષ્ણ’, ‘સૂર્યપુત્ર કર્ણ’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી ચૂકેલા પ્રખ્યાત અભિનેતા મેઘન જાધવે વર્ષ 2009 માં આવેલી ટીવી સિરિયલ ‘જય શ્રી કૃષ્ણ’માં કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી. આ સિરિયલમાં મેઘનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

વિશાલ કરવાલ: ‘દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ’ વર્ષ 2012માં આવી હતી. આ સીરિયલમાં વિશાલ કરવાલે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વિશાલે પોતાની કારકિર્દિમાં ‘જમાઈ રાજા’, ‘નાગાર્જુન એક યોદ્ધા’, ‘રંગરસિયા’ જેવી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે બિગ બોસ 6માં પણ ભાગ લીધો હતો.

સૌરભ પાંડે: અભિનેતા સૌરભ પાંડેએ ‘સૂર્યપુત્ર કર્ણ’માં ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું હતું. કૃષ્ણના પાત્રમાં સૌરભ પાંડેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, જોકે સીરિયલમાં કામ કર્યા પછી તે ટીવીની દુનિયાથી દૂર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સૌરભ પાંડે આ દિવસોમાં પોતાના લગ્નજીવનને એંજોય કરી રહ્યા છે.

સુમેધ મુદગલકર: સુમેધ મુદગલકર વર્ષ 2018માં આવેલી સિરિયલ ‘રાધા કૃષ્ણ’માં કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા, જેમાં ચાહકોએ તેમને ખૂબ પસંદ કર્યા. આ ઉપરાંત તે ટીવી સીરિયલ ‘જય કન્હૈયા લાલ કી’માં ભગવાન વિષ્ણુના પાત્રમાં પણ જોવા મળ્યા હતા અને તેમણે બંને પાત્રો ખૂબ સારી રીતે નિભાવ્યા હતા અને લોકોને તેમની એક્ટિંગ પણ ખૂબ પસંદ આવી હતી.

સૌરભ રાજ જૈન: સૌરભ રાજ જૈન નાના પડદાનું એક મોટું નામ છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ કુમારની સીરિયલ ‘મહાભારત’માં સૌરભ રાજ જૈને ભગવાન કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી, જેના દ્વારા તેમને ઘણી સફળતા મળી હતી. આટલું જ નહીં સૌરભ રાજ જૈનના અવાજે દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સિરિયલ દ્વારા સૌરભ રાજ જૈનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સૌરભ રાજ જૈને પોતાની કારકિર્દીમાં ‘ખતરો કે ખિલાડી’, ‘નચ બલિયે’, ‘દેવી આદિ પરાશક્તિ’, ‘રાધા કૃષ્ણ’ જેવા ઘણા શોમાં કામ કર્યું છે.