82 વર્ષ જૂના મહેલ જેવા આ લક્ઝરી ઘરમાં રહે છે જુહી ચાવલા, સુંદરતા જોઈને ખુશ થઈ જશે દિલ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

વર્ષ 1986માં ફિલ્મ ‘સલ્તનત’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર શ્રેષ્ઠ અભિનેત્રી જૂહી ચાવલા હવે ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. આજે પણ અભિનેત્રીને પસંદ કરનારા લોકોની કમી નથી. જુહી ચાવલાની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સુંદર રહી છે અને તે ઘણી સુંદર ફિલ્મોમાં જોવા મળી છે.

54 વર્ષની થઈ ચુકેલી જૂહી ચાવલાએ હિન્દી સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે પોતાના જમાનાના લગભગ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. જૂહી ચાવલાએ પોતાની કારકિર્દીમાં ટોપ રહેવા દરમિયાન બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. આજે પોતાના પરિવાર સાથે જુહી એક સુખી જીવન પસાર કરી રહી છે.

જુહી ચાવલાએ ખૂબ નામ કમાવવાની સાથે સાથે ખૂબ પૈસા પણ કમાવ્યા છે. તે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. સાથે જ તેના પતિ પણ ખૂબ અમીર છે. મુંબઈમાં જૂહી પોતાના પતિ અને બાળકો સાથે ખૂબ જ લક્ઝરી અને સુંદર ઘરમાં રહે છે. ચાલો આજે તમને જૂહીના ઘરની ટૂર કરાવીએ.

જુહી ચાવલાનું ઘર કોઈ ફાઈવ સ્ટાર હોટલ જેવું લાગે છે. જૂહીના ઘરમાં સુખ-સુવિધાની દરેક ચીજો હાજર છે. જૂહી અને જયનું ઘર મુંબઈના માલાબાર હિલ્સના પોશ વિસ્તારમાં આવેલું છે. જેની સુંદરતા માત્ર જોતા જ બને છે. આ કપલનું ઘર એક 9 માળની બિલ્ડિંગમાં છે.

જુહી અને જય પોતાના પિતૃક ઘરમાં રહે છે. તેમનું આ ઘર 82 વર્ષ જૂનું છે. મળતી માહિતી મુજબ આ ઘર વર્ષ 1940નું છે. આ ઘર જયના ​​દાદાએ ખરીદ્યું હતું. તેને ખૂબ જ સુંદરતા સાથે જય અને જૂહી એ સજાવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ નું માનીએ તો જૂહી અને જયના ​​આ લક્ઝરી ઘરને શ્રીલંકાના પ્રખ્યાત આર્કિટેક્ટ ચન્ના દસવાટે દ્વારા સજાવવામાં આવ્યું છે.

જુહી ચાવલા અને જય મહેતા પોતાના આ સુંદર ઘરમાં પોતાના બાળકો સાથે રહે છે. જુહી અને જયના ​​ઘરને જે પણ જુવે છે તે તેને જોતા જ રહી જાય છે. ચાહકો અભિનેત્રીના આ ઘરની પ્રસંશા કરતા થાકતા નથી.

ઘરમાં હાજર દરેક ચીજ ખૂબ જ ખાસ અને કિંમતી છે. ઘરની દરેક ચીજ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રકૃતિનો સંપૂર્ણ આનંદ માણવા માટે, જુહી અને જય એ પોતાના ઘરના ટેરેસ પર ડાઇનિંગ સેટ પણ બનાવ્યો છે. આ ડાઈનિંગ ટેબલ પર બંને બાજુ ચાર લોકો બેસીને ખાવાની મજા લઈ શકે છે.

જુહીના આ ઘરની આસપાસ નજર કરીએ તો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. ઘરની આસપાસ હરિયાળી જ હરિયાળી છે. સાથે જ જૂહીએ પોતાના ઘરમાં પણ હરિયાળીને જગ્યા આપી છે. જુહી પોતે પણ પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચુકી છે.

આખા ઘરમાં વ્હાઈટ માર્બલ ફ્લોરિંગ જોવા મળે છે. ઘરમાં ઘણી કિંમતી પેઇન્ટિંગ્સને પણ જગ્યા આપવામાં આવી છે, જે ઘરની સુંદરતા વધારવાનું કામ કરે છે.