જુહી-પ્રીતિથી લઈને ધર્મેન્દ્ર સુધી, એક્ટિંગની સાથે ખેતી પણ કરે છે આ 8 સ્ટાર્સ , ખેડૂતની જેમ કરે છે કામ, જુવો તેમની આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સની રિયલ લાઈફ વિશે જાણવા માટે ચાહકો હંમેશા આતુર રહે છે. પોતાના ફેવરિટ સ્ટાર્સને ચાહકો અવાનવાર ફિલ્મોમાં જુવે છે. હવે સોશિયલ મીડિયાના આગમન સાથે, ચાહકો સેલેબ્સ વિશે વધુ માહિતી એકત્રિત કરે છે. સાથે જ સેલેબ્સ સાથે જોડાયેલી ખાસ માહિતી પણ ચાહકોની સામે આવતી રહે છે. બોલિવૂડના ઘણા સેલેબ્સ એવા છે જેઓ એક્ટિંગની સાથે ખેતી કરે છે અથવા એક્ટિંગ છોડીને ખેતી કરી રહ્યા છે. આજે અમે તમને બોલીવુડના આવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ આવા જ કેટલાક સેલેબ્સ વિશે.

રાખી: રાખી હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી હતી. રાખીએ એક સમયે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી તેણે માતાની ભૂમિકા પણ નિભાવી. પછી ધીમે-ધીમે તે બોલિવૂડથી દૂર થઈ ગઈ. હવે રાખી એક ગુમનામ જીવન જીવી રહી છે. રાખીનો લુક પણ સંપૂર્ણપણે બદલાઈ ચુક્યો છે. રાખી પોતાના પનવેલ ફાર્મહાઉસમાં રહે છે અને ખેતી કરે છે.

લકી અલી: લકી અલી હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક છે. તેમણે ‘ના તુમ જાનો ના હમ’, ‘એક પલ કા જીના’ જેવા ગીતો ગાયા છે. જોકે હવે તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી. લકી અલી પણ હવે ખેતી કરતા જોવા મળે છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખેતીના વીડિયો પણ પોસ્ટ કરતા રહે છે.

ધર્મેન્દ્ર: ધર્મેન્દ્રનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. 87 વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર બોલિવૂડમાં કામ કરી રહ્યા છે. આ ઉંમરમાં પણ તે શારીરિક રીતે ખૂબ જ ફિટ અને એક્ટિવ છે. ધર્મેન્દ્ર મુંબઈથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. ધર્મેન્દ્રનું ફાર્મ હાઉસ ઘણા એકરમાં ફેલાયેલું છે. અહીં સુખ-સુવિધાની ઘણી ચીજો છે.

ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસમાં વિવિધ પ્રકારનાના શાકભાજી ઉગાડે છે. તેમની પાસે ગાય અને ભેંસ પણ છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં આ દિગ્ગઝ અભિનેતાએ કહ્યું હતું કે, જ્યાં સુધી હું ગાયનું છાણ ઉપાડતો નથી, ત્યાં સુધી મારો દિવસ શરૂ થતો નથી. ધરમજી અવારનવાર તેમના ફાર્મ હાઉસના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

જુહી ચાવલા: આ બાબતમાં 80 અને 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલા પણ પાછળ નથી. એક્ટિંગ ઉપરાંત, તે IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના સહ-માલિકમાંથી એક છે. તે બિઝનેસ પણ કરે છે અને ખેતી પણ કરે છે. તે મહારાષ્ટ્રના વાડામાં આવેલા તેના ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરે છે.

પ્રીતિ ઝિન્ટા: પ્રીતિ ઝિન્ટા પણ પોતાના ઘરમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખેતી સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરતી રહે છે. તે વિવિધ ફળો અને શાકભાજી ઉગાડે છે.

ભલે તે લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે, પરંતુ આ દિવસોમાં તે સતત ખેતી પર ધ્યાન આપી રહી છે. એ અવારનવાર IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં પણ જોવા મળે છે. જણાવી દઈએ કે પ્રીતિ પંજાબ કિંગ્સ ટીમની કો-ઓનર છે.

આર માધવન: આર માધવન બોલિવૂડ ઉપરાંત દક્ષિણ ભારતીય સિનેમામાં પણ કામ કરે છે. તેમણે ઘણા વર્ષો પહેલા નારિયેળની ખેતી માટે જમીન ખરીદી છે. સાથે જ તે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા પણ જોવા મળે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સાથે સંબંધ ધરાવતા બોલિવૂડના જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પણ ખેતીમાં રસ ધરાવે છે.

આ દિવસોમાં, નવાઝુદ્દીન તેમના અંગત જીવન માટે ખૂબ જ ચર્ચામાં છે, તે એક ખેડૂતની જેમ તેના ખેતરમાં કામ કરે છે. સમય મળતાં જ તે ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ ચાલ્યા જાય છે.