આ છે દુનિયાના 8 સૌથી મોંઘા લગ્ન, તેનો ખર્ચ જણીને તમારી ઉંઘ અને હોંશ બંને ઉડી જશે

Uncategorized

લગ્ન એ એવી પણ હોય છે જેની દરેક તેના જીવનમાં રાહ જુવે છે. દરેક તેમના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છે છે. તેથી જ લોકો તેમના લગ્નમાં આંખ બંધ કરીને પૈસા લગાવે છે. આ પળ દરેક વ્યક્તિના જીવનમાં એક વખત જ આવે છે તેથી વ્યક્તિ લગ્નમાં ખૂબ પૈસા ખર્ચ કરે છે. આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના: પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના બ્રિટીશ રોયલ ફેમિલીનાં સભ્યો છે. બંનેના લગ્ન વર્ષ 1981 માં થયા હતા. તે સમયમાં પણ આ કપલે તેમના લગ્નમાં ખૂબ પૈસા ખર્ચ કર્યા હતા. સમાચાર મુજબ આ લગ્નમાં લગભગ 110 મિલિયન એટલે કે 790 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

વનિષા મિત્તલ અને અમિત ભાટિયા: લંડના મોટા બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલની પુત્રી વનિષા મિત્તલ છે. વનિષા મિત્તલે વર્ષ 2004 માં અમિત ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન પેરિસમાં થયા હતા. પોતાની પુત્રીના લગ્નમાં લક્ષ્મી મિત્તલે ઘણા પૈસા ખર્ચ કર્યા હતા. એક અંદાજ મુજબ આ લગ્ન પાછળ લગભગ 66 મિલિયન એટલે કે 474 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

એલિઝાબેથ ટેલર અને લેરી ફોર્ટેન્સ્કી: એલિઝાબેથ ટેલર અને લેરી ફોર્ટેનસ્કીએ તેમના લગ્નમાં 4 મિલિયન ડોલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. એલિઝાબેથ ટેલર એક અભિનેત્રી હતી જ્યારે લેરી એક કંસ્ટ્રક્શન વર્કર હતા. બંનેના લગ્ન વર્ષ 1991 માં થયા હતા. તો 1996 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

ઇશા અંબાણી અને આનંદ પીરામલ: ઇશા અંબાણી દેશના સૌથી મોટા બિઝનસેમને મુકેશ અંબાણીની પુત્રી છે. ઇશા અંબાણીએ આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બર 2018 ના રોજ લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન ખૂબ જ મોટા લેવલ પર થયા હતા. તેમાં બોલિવૂડથી લઈને રાજકારણ સુધીના ઘણા મોટા લોકો શામેલ થયા હતા. તે કોઈ મોટી ઈવેંટથી ઓછા ન હતા. મુકેશ અંબાણીએ આ લગ્નમાં 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 718 કરોડ ખર્ચ કર્યા હતા.

લિઝા મિનેલી અને ડેવિડ ગેટ: લિઝા મિનેલી અને ડેવિડ ગેટે પણ તેમના લગ્નમાં ઘણા પૈસા ખર્ચ કર્યા હતા. લિઝા એક અમેરિકન સિંગર અને અભિનેત્રી છે, જ્યારે તેનો પતિ ડેવિડ અમેરિકન ટીવી શોના પર્સનાલિટી અને પ્રોડ્યૂસર છે. બંનેએ વર્ષ 2002 માં લગ્ન કર્યાં હતાં. જો કે થોડા વર્ષોમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ બંનેએ તેમના લગ્ન જીવનમાં 29 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

પ્રિન્સ વિલિયમ અને કેટ મિડિલટન: બ્રિટીશ રોયલ ફેમિલી સાથે જોડાયેલા પ્રિન્સ અને કેટના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ લગ્નને લોકો આજે પણ યાદ કરે છે. આ બંનેના લગ્ન 29 એપ્રિલ 2011 ના રોજ થયા હતા. આ લગ્નમાં 34 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 244 કરોડ હતી.

વેન રૂની – કોલિન: વેન રૂની એક જાણીતા ફૂટબોલ ખેલાડી છે જ્યારે તેની પત્ની કોલીન એક ટીવી સેલિબ્રિટી છે. આ બંનેના લગ્ન વર્ષ 2008 માં થયા હતા. આ કપલે તેમના લગ્નમાં 8 મિલિયન ડોલર એટલે કે લગભગ 57 કરોડ ખર્ચ કર્યા હતા.

ચેલ્સી ક્લિન્ટન અને માર્ક મેઝવિંસ્કી: ચેલ્સી ક્લિન્ટન અને માર્ક મેઝવિંસ્કીએ તેમના લગ્નમાં લગભગ 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ચેલ્સી એક અમેરિકન લેખક છે જ્યારે માર્ક એક ઈન્વેસ્ટર છે.