પોતાનો ધર્મ છોડીને આ 8 ક્રિકેટર્સે બીજા ધર્મની છોકરીઓ સાથે કર્યા લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

રમત-જગત

ભારતીય ક્રિકેટર્સ પોતાની રમતની સાથે જ પોતાની પર્સનલ લાઈફથી પણ હેડલાઇન્સ બનાવે છે. ભારતમાં એવા ઘણા ક્રિકેટરો છે જેમણે પોતાનો ધર્મ છોડીને અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા. આ ક્રિકેટર્સે તેમના પ્રેમ માટે ધર્મની દિવાલ પણ તોડી નાખી. ચાલો આજે તમને 8 એવા જ ભારતીય ક્રિકેટરો વિશે જણાવીએ જેમની પત્નીઓ અન્ય ધર્મની છે.

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે: ઝહીર ખાન મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવે છે અને તેમણે હિંદૂ ધર્મ સાથે સંબંધ ધરાવતા સાથીની પસંદગી કરી હતી. જણાવી દઈએ કે ઝહીરની પત્નીનું નામ સાગરિકા ઘાટગે છે, જે એક બોલીવુડ અભિનેત્રી છે. સાગરિકા ખૂબ જ સુંદર છે. ઝહીર અને સાગરિકાના લગ્ન વર્ષ 2017 માં થયા હતા. આ જોડી ચાહકોને ખૂબ પસંદ આવે છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ: યુવરાજ સિંહ ભારતના એક ધાકડ ક્રિકેટર રહ્યા છે. યુવરાજ સિંહ બોલ અને બેટ બંનેથી ધૂમ મચાવતા હતા. ‘યુવી’ ના નામથી ઓળખાતા યુવરાઝ સિંહના લગ્ન અભિનેત્રી હેઝલ કીચ સાથે થયા હતા. બંનેએ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે જ્યારે યુવરાજ શીખ છે તો હેઝલ ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ ધરાવે છે. જોકે છતા પણ બંનેએ પોતાના પ્રેમ ખાતર લગ્ન કર્યા.

મોહમ્મદ કૈફ અને પૂજા યાદવ: મોહમ્મદ કૈફ તેમની દમદાર ફિલ્ડિંગ માટે જાણીતા હતા. હવે કમેન્ટ્રીથી ધમાલ મચાવનાર મોહમ્મદ મુસ્લિમ ધર્મથી છે અને તેની પત્ની હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. મોહમ્મદે વર્ષ 2011 માં પૂજા યાદવ સાથે લગ્ન કર્યા હતા. બંને એક સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

મન્સૂર અલી ખાન પટૌડી શર્મિલા ટેગોર: મન્સૂર અલી ખાન હવે આ દુનિયામાં નથી. જણાવી દઈએ કે મન્સૂર અલી ખાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અભિનેતા સૈફ અલી ખાનના પિતા હતા. મન્સૂરના લગ્ન હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી શર્મિલા ટેગોર સાથે થયા હતા. બંનેએ વર્ષ 1969 માં લગ્ન કર્યા હતા. ક્રિકેટ અને બોલિવૂડની આ જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી.

શિવમ દુબે અને અંજુમ ખાન: હિન્દુ ક્રિકેટર શિવમ દુબેએ આ વર્ષે પોતાની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા.

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ: દિનેશ કાર્તિકે પહેલા લગ્ન નિકિતા સાથે કર્યા હતા અને નિકિતા તરફથી મળેલા દગા પછી તેમણે બીજા લગ્ન દીપિકા પલ્લીકલ સાથે કર્યા હતા. જણાવી દઈએ કે દીપિકા ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ ધરાવે છે અને તે સ્ક્વોશ ખેલાડી છે. હિન્દી ધર્મ સાથે સંબંધ ધરાવતા દિનેશે ખ્રિસ્તી છોકરી સાથે વર્ષ 2015 માં એક લગ્ન કર્યા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની: પરણિત હોવા છતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના સમયની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી સંગીતા બિજલાનીને દિલ આપી બેઠા હતા. સંગીતા માટે મોહમ્મદે પોતાની પત્નીને પણ છૂટાછેડા આપ્યા હતા અને પછી બંનેએ વર્ષ 1996 માં લગ્ન કર્યા હતા. જોકે મુસ્લિમ મોહમ્મદ સાથે સંગીતાના લગ્ન 14 વર્ષ પછી તૂટી ગયા હતા. બંનેએ વર્ષ 2010 માં છૂટાછેડા લીધા હતા.

અજીત અગરકર અને ફાતિમા: અજીત અગરકર ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર છે. હિન્દુ અજીત અગરકરે મુસ્લિમ છોકરી ફાતિમાને પોતાની પત્ની બનાવી હતી. કહેવાય છે કે અજીત અને ફાતિમા એકબીજાને પ્રેમ કરતા હતા અને પછી બંનેએ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે ફાતિમાનો ભાઈ અજિતનો મિત્ર હતો.