IPL 2022 માં ગ્લૈમરનો તડકો લગાવશે આ 8 ક્રિકેટ્રસની પત્નીઓ, સુંદરતા જોઈને થઈ જશો ક્લીન બોલ્ડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

દેશમાં આ સમયે આઈપીએલ 2022 ની ધૂમ છે. જ્યારે પણ મેચ હોય છે ત્યારે ચાહકો પોતાની ટીવી અથવા મોબાઈલ સ્ક્રીન સાથે ચિપકી જાય છે. IPLમાં દર વર્ષે રમતની સાથે સાથે ગ્લેમરનો પણ તડકો લાગે છે. આ દરમિયાન ઘણા ક્રિકેટરોની પત્નીઓ હાજર રહે છે. આજે અમે તમને IPLના 8 ક્રિકેટરોની સુંદર પત્નીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

અનુષ્કા શર્મા: વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યા છે. જોકે હવે તે આરસીબીના કેપ્ટન નથી. તેમની પત્ની અનુષ્કા શર્મા અવારનવાર IPL મેચમાં જોવા મળે છે. આ વખતે પણ તેની રમતના મેદાનમાં આવીને તેના પતિને સપોર્ટ કરવાની આશા છે. જોકે પહેલી મેચમાં તે જોવા મળી નથી.

નતાશા સ્ટેનકોવિક: હાર્દિક પંડ્યા IPL 2022માં ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન છે. સોમવારે ટીમની પહેલી મેચ હતી. આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક ક્રોપ ટોપ પહેરીને ગ્લેમરનો તડકો લગાવતા જોવા મળી હતી. જણાવી દઈએ કે નતાશા એક સર્બિયાઈ ડાન્સર છે.

રીતિકા સજદેહ: રોહિત શર્મા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન છે. તેમની પત્નીનું નામ રિતિકા સજદેહ છે. આ લગ્નથી બંનેને એક પુત્રી સમાયરા છે. જ્યારે પણ રોહિત મેચ રમે છે ત્યારે રિતિકા પોતાની પુત્રી સાથે રોહિત અને તેની ટીમને સપોર્ટ કરવા પહોંચી જાય છે.

સંજના ગણેશન: જસપ્રીત બુમરાહની ગણતરી સૌથી ફાસ્ટ બોલરોમાં થાય છે. તે IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યા છે. તેમની પત્ની સંજના ગણેશન સ્પોર્ટ્સ એન્કર છે. તે IPLની આ સિઝનમાં પણ સ્ટાર સ્પોર્ટ્સના કેટલાક શોને એન્કર કરતા જોવા મળશે.

ધનાશ્રી વર્મા: યુઝવેન્દ્ર ચહલ આ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યા છે. સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે. તે એક પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. ધનાશ્રી પણ પોતાના પતિને ચીયર કરતા જોવા મળે છે.

સાક્ષી ધોની: MS ધોની IPL 2022માં CSK તરફથી રમી રહ્યા છે. જોકે તે આ વખતે તેના કેપ્ટન નથી. તેમની પત્ની સાક્ષી અવારનવાર મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલી રહે છે. તે ઘણી વખત મેદાનમાં ધોનીને સપોર્ટ કરતા જોવા મળી છે. આ IPL માં પણ તે અને તેની પુત્રી જીવા જોવા મળી શકે છે.

ઈશાની: રાહુલ ચહર પંજાબ કિંગ્સના સ્પિનર ​​છે. બંને આ વર્ષે માર્ચમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્ન ગોવામાં થયા છે. બેંગ્લોરની રહેવાસી ઈશાની એક ફેશન ડિઝાઈનર છે. તે પણ આ IPL માં પતિને ચીયર કરવા આવી શકે છે.

પંખુડી શર્મા: કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર છે. તેમની પત્નીનું નામ પંખુડી શર્મા છે. તે અવારનવાર IPL ના મેદાન પર ગ્લેમરનો તડકો લગાવતા જોવા મળે છે. તે એલએસજી અને જીટીની પહેલી મેચમાં પણ પતિને ચીયર કરતા સ્ટેડિયમમાં જોવા મળી હતી.