માંગમાં સિંદૂર ભરીને અને ગળામાં મંગલસૂત્ર પહેરીને પોતાનો પહેલો વેલેંટાઈન ડે સેલિબ્રેટ કરી રહી છે આ 8 અભિનેત્રીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે પર દરેક કપલ તેને ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. તેમાંથી કેટલીક કપલ એવી પણ છે જેમના લગ્ન પછી આ પહેલો વેલેન્ટાઈન ડે છે. આવી સ્થિતિમાં તે પોતાની નવી નવેલી પત્નીને પ્રેમના આ દિવસે સ્પેશિયલ ફિલ કરાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. હવે તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા આ સેલેબ્સને જ લઈ લો.

મૌની રોય-સુરઝ નામ્બિયાર: ટીવીની નાગિનથી બોલીવુડની હિરોઈન સુધીની સફર કરનાર મૌની રોય 27 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ગોવામાં લગ્નના બંધનમાં બંધાઈ હતી. કપલની પહેલી મુલાકાત 31 ડિસેમ્બર, 2019 ના રોજ એક નાઈટક્લબમાં થઈ હતી. બંને અહીં ન્યૂ યર સેલિબ્રેટ કરવા આવ્યા હતા. અહીંથી તેમની મિત્રતા શરૂ થઈ જે પ્રેમ સાથે લગ્ન સુધી પહોંચી.

કેટરીના કૈફ-વિકી કૌશલ: કેટરિના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના ફોર્ટ બરવાડામાં 7 ફેરા લીધા હતા. તેમના લગ્ન સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યા હતા. કેટ અને વિકી પોતાના કામના કારણે અલગ-અલગ શહેરોમાં છે, પરંતુ વેલેન્ટાઈન અને અન્ય તહેવારો પર તે એકબીજાને મળે છે અને સાથે મળીને બધું સેલિબ્રેટ કરે છે.

અંકિતા લોખંડે-વિકી જૈન: ‘પવિત્ર રિશ્તા’થી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી અંકિતા લોખંડે 14 ડિસેમ્બર, 2021ના રોજ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ હતી. બંનેએ હયાત હોટલમાં સાત ફેરા લીધા હતા. લગ્ન પછી બંનેનો આ પહેલો વેલેન્ટાઈન ડે છે. આવી સ્થિતિમાં બંને તેને ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે. નોંધપાત્ર છે કે વિકી સાથે લગ્ન કરતા પહેલા અંકિતા સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ-ઈનમાં રહી ચુકી છે.

પત્રલેખા – રાજકુમાર રાવ: રાજકુમાર રાવે પોતાની ગર્લફ્રેન્ડ પત્રલેખા પોલ સાથે 15 નવેમ્બર, 2021ના રોજ ચંડીગઢમાં લગ્ન કર્યા હતા. પત્રલેખા બંગાળી કાયસ્થ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો જન્મ 20 ફેબ્રુઆરી, 1989ના રોજ મેઘાલયની રાજધાની શિલોંગમાં થયો હતો. તેના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જ્યારે માતા હાઉસવાઈફ છે. લગ્ન પછી કપલ સાથે પોતાનો પહેલો વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરશે.

સુગંધા મિશ્રા – સંકેત ભોસલે: પ્રખ્યાત કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે 26 એપ્રિલ, 2021ના રોજ લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના બની ગયા હતા. બંનેએ જાલંધરના ક્લબ કબાનામાં લગ્ન કર્યા હતા. આ કપલ પણ પોતાનો પહેલો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

શ્રદ્ધા આર્ય-રાહુલ શર્મા: ‘કુંડલી ભાગ્ય’ સ્ટારર શ્રદ્ધા આર્યા નેવી ઓફિસર રાહુલ શર્મા સાથે 16 નવેમ્બર, 2021 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ હતી. બંનેએ આ લગ્ન પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો વચ્ચે કર્યા હતા. તેણે દિલ્હીની એક હોટલમાં 7 ફેરા લીધા હતા.

કરિશ્મા તન્ના-વરુણ બંગેરા: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા તન્ના અને તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા આ મહિને 5 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ લગ્ન પહેલા લગભગ દોઢ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી. વરુણ બંગેરા મુંબઈના મોટા બિઝનેસમેન છે. તેઓ વીબી ક્રોપ કંપનીના માલિક છે.

એશ્વર્યા શર્મા-નીલ ભટ્ટ: ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ની પ્રખ્યાત કપલ નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્મા 30 નવેમ્બર, 2021 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો ઓક્ટોબર 2020 માં શરૂ થયો હતો. સેટ પર જ બંનેના પ્રેમની શરૂઆત થઈ. થોડા મહિનામાં તેમના રોકા પણ થઈ ગયા.