કોઈ લડાઈ તો કોઈ બેનના કારણે થયા બહાર, કૃષ્ણા પહેલા આ 8 કોમેડિયન છોડી ચુક્યા છે કપિલ શર્મા શો, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

કોમેડીના ‘બાદશાહ’ કહેવાતા પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝનને લઈને ચર્ચામાં છે. નોંધપાત્ર છે કે, કપિલ શર્મા એક નવી સ્ટાઈલ સાથે કમબેક કરી રહ્યા છે. આવનારી સિઝનમાં તમને ઘણા ફેરફાર જોવા મળશે, પરંતુ આ દરમિયાન સમાચાર આવ્યા છે કે હવે શોમાં સપનાનું પાત્ર નિભાવનાર પ્રખ્યાત કૃષ્ણા અભિષેક જોવા મળશે નહીં.

ચાહકોને આ સમાચાર મળતાની સાથે જ દરેક દુઃખી થઈ ગયા છે અને દરેક એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે છેવટે કૃષ્ણા શોમાં શા માટે નહિં હોય. તો તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણા મુજબ તેની ફીમાં વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે તેમણે શો છોડી દીધો છે. જોકે, કૃષ્ણા અભિષેક આ રીતે કપિલ શર્માનો શો છોડનાર પહેલા કોમેડિયન નથી. આ પહેલા પણ ઘણા કોમેડિયન આ પ્રખ્યાત શો છોડી ચુક્યા છે. તો ચાલો જાણીએ આ કોમેડિયન વિશે.

સુનીલ ગ્રોવર: આ લિસ્ટમાં પહેલું નામ આવે છે પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરનું. નોંધપાત્ર છે કે સુનીલ ગ્રોવરે આ શોમાં ડોક્ટર મશહૂર ગુલાટી, રિંકુ ભાભી અને ગુત્થી જેવા ઘણા પાત્રો નિભવ્યા છે પરંતુ કપિલ શર્મા સાથે તેની લડાઈ થઈ હતી જેના કારણે તેણે શોમાં કામ કરવાની મનાઈ કરી. કહેવાય છે કે કપિલે નશાની હાલતમાં સુનીલને થપ્પડ મારી હતી, ત્યાર પછી તેણે કપિલ સાથે કામ નહીં કરવાની કસમ ખાધી હતી.

અલી અસગર: કોમેડિયન અલી અસગર કપિલ શર્માની દાદીના પાત્રમાં જોવા મળ્યા હતા પરંતુ વર્ષ 2017માં તેમણે પણ આ શો છોડી દીધો હતો. તેની પાછળનું કારણ અલી અસગરે પોતે જણાવ્યું હતું કે તે એક જ પ્રકારનો રોલ કરીને કંટાળી ગયા હતા અને કંઈક અલગ કરવા ઈચ્છતા હતા, તેથી તેમણે શો છોડવો યોગ્ય સમજ્યું.

ભારતી સિંહ: પોતાની સુંદર કોમેડીથી દર્શકોને હસાવનાર ભારતી સિંહ પણ કપિલ શર્મા શોમાં ખૂબ જ લોકપ્રિય રહી છે પરંતુ પછી તેણે શોને અલવિદા કહી દીધું. જ્યારે તેણે શો છોડ્યો ત્યારે ભારતીએ કહ્યું હતું કે તે અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તે હવે આ શોમાં ભાગ્યે જ જોવા મળશે.

ઉપાસના સિંહ: અભિનેત્રી ઉપાસના સિંહે આ શોમાં કપિલ શર્માની પિંકી બુઆનું પાત્ર નિભાવ્યું હતું અને તેને આ શો દ્વારા સારી સફળતા પણ મળી હતી. પરંતુ તેણે પણ અચાનક શો છોડી દીધો અને તેની પાછળનું કારણ જણાવ્યું કે તે શો ને એંજોય કરી રહી ન હતી.

સુગંધા મિશ્રા: કોમેડિયન સુગંધા મિશ્રાએ આ શોમાં ટીચર વિદ્યાવતીની ભૂમિકા નિભાવી હતી. આ શો દ્વારા સુગંધા મિશ્રાને પણ ઘણી સફળતા મળી પરંતુ આ દરમિયાન શો બંધ થઈ ગયો. ત્યાર પછી જ્યારે શો ફરી શરૂ થયો ત્યારે અભિનેત્રીને ક્યારેય કામ માટે કોલ કરવામાં ન આવ્યો. આ વાતનો ખુલાસો સુગંધા મિશ્રાએ પોતે કર્યો છે.

નવજોત સિંહ સિદ્ધુ: શોમાં પોતાની શાયરિઓનો તડકો લગાવનાર નવજોત સિંહ સિદ્ધુ પણ આ શોમાંથી બહાર થઈ ચુક્યા છે અને તેમની જગ્યાએ અર્ચના પુરણ સિંહ જોવા મળી રહી છે. નવજોત સિંહ સિદ્ધુના શો છોડવા પાછળનું કારણ એવું કહેવાય છે કે તેણે રાજકીય ટિપ્પણી કરી હતી ત્યાર પછી તેમને શોમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

શકીલ સિદ્દીકી: પ્રખ્યાત કોમેડિયન શકીલ સિદ્દીકી એક પાકિસ્તાની કલાકાર હતા, આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાની કલાકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે પ્રખ્યાત કોમેડિયન શકીલ સિદ્દીકીને પણ કપિલ શર્મા શોમાંથી બહાર જવું પડ્યું.

નસીમ વિકી: નસીમ વિકી સાથે પણ આવું જ થયું. ખરેખર તે પાકિસ્તાની કોમેડિયન પણ હતા, તેથી જ્યારે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે નસીમ વિકીએ પણ કપિલ શર્મા શો છોડી દીધો હતો. જણાવી દઈએ કે નસીમ વિકીએ કપિલ શર્મા સાથે લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું હતું.