આ 8 મુસ્લિમ બોલીવુડ કલાકારો એ પોતાનું નામ બદલીને રાખ્યું હિંદુ નામ અને થઈ ગયા હિટ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમણે નામ બદલીને ફિલ્મોમાં કામ કર્યું છે, ઘણા હિંદુ કલાકારોના સાચા નામ કંઈક અન્ય અને ફિલ્મી નામ કંઈક અન્ય છે. પરંતુ કેટલાક એવા મુસ્લિમ કલાકારો પણ છે જેમણે પોતાનું અસલી નામ બદલીને હિન્દુ નામ રાખી દીધું છે. ખાસ વાત એ છે કે તેમાંથી મોટાભાગના લોકો હિટ પણ રહ્યા. આજે અમે તમને એવા 8 મુસ્લિમ કલાકારો વિશે જણાવીશું જેમણે પોતાનું નામ હિંદુ રાખ્યું અને પછી સફળતાની ઉંચાઈઓ પર પહોંચી ગયા.

દિલીપ કુમાર: ટ્રેજેડી કિંગ ના નામથી પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે.કહેવાય છે કે પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી દેવિકા રાનીએ દિલીપ કુમારને નામ બદલવા માટે સમજાવ્યા હતા, ત્યાર પછી તેમણે પોતાનું નામ બદલ્યું અને બોલિવૂડના પહેલા સુપરસ્ટાર બન્યા.

મધુબાલા: મધુબાલાનો જન્મ મુમતાઝ જહાં દેહલવી તરીકે 1933માં પાકિસ્તાનમાં એક પશ્તુન પરિવારમાં થયો હતો. તે ભારતની મેર્લિન મુનરો તરીકે પ્રખ્યાત હતી. સિલ્વર સ્ક્રીન પર દેવિકા રાનીએ તેનું નામ મધુબાલા રાખ્યું હતું. મધુબાલાની સુંદરતા અને સ્ટાઈલ જગ જાહેર હતી. આજે પણ જ્યારે પડદા પર તેમનીફિલ્મો આવે છે ત્યારે લોકો તેમના તરફ આકર્ષાયા વગર રહેતા નથી.

મીના કુમારી: બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીનો જન્મ 1933માં સુન્ની મુસ્લિમ પરિવારમાં મહજબીન બાનો તરીકે થયો હતો. 1939 માં તેણે એક બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ડિરેક્ટર વિજય ભટ્ટ દ્વારા તેનું નામ મીના કુમારી રાખવામાં આવ્યું હતું. મીના કુમારી પોતાની એક્ટિંગ માટે પ્રખ્યાત છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

અજિત: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત વિલન રહી ચૂકેલા અજિતે પણ પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘કુરુક્ષેત્ર’માં અસલી નામનો ઉપયોગ કર્યો હતો. જણાવી દઈએ અજીતનું સાચું નામ હામિદ અલી ખાન છે.

જોની વોકર: જોની વોકર સિલ્વર સ્ક્રીનના પ્રખ્યાત કોમેડિયનમાંથી એક હતા. તેમનું નામ ડિરેક્ટર ગુરુ દત્ત દ્વારા સ્કોચ વ્હિસ્કી બ્રાન્ડના નામ પરથી જોની વોકર રાખવામાં આવ્યું હતું. તેમનું સાચું નામ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી હતું. ઘણી ફિલ્મોમાં તેનો રોલ ખૂબ ઓછો હતો.

જગદીપ: પ્રખ્યાત કોમેડિયન અભિનેતા જગદીપનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી છે. ડિરેક્ટર બિમલ રોયના કહેવા પર તેમણે પોતાનું નામ બદલીને જગદીપ રાખ્યું હતું.

સંજય: ગઝનવી પઠાણી મુસ્લિમ પરિવારમાં જન્મેલા સંજયનું સાચું નામ શાહ અબ્બાસ ખાન હતું. બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવ્યા પછી તેમણે પોતાનું નામ બદલીને સંજય રાખ્યું હતું. સંજય ખાન હનુમાનજીના ભક્ત પણ છે. તેમણે જય હનુમાન ટીવી સિરિયલ પણ બનાવી હતી. હનુમાનજી પર આજ સુધી તેવી કોઈ સીરિયલ બની નથી.

અર્જુન: ફિરોઝ ખાન એક ટીવી અભિનેતા હતા અને બીઆર ચોપરાની પૌરાણિક ટીવી સિરિયલ ‘મહાભારત’માં અર્જુનની ભૂમિકા નિભાવ્યા પછી તેને લોકપ્રિયતા મળી હતી. આ સફળતા પછી તેણે પોતાનું નામ બદલીને અર્જુન રાખ્યું હતું.