આ 8 બોલીવુડ ડિરેક્ટર પાસે છે અઢળ સંપત્તિ, જાણો કોણ છે સૌથી વધુ અમીર

બોલિવુડ

હિન્દી સિનેમામાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે સતત ચર્ચા થતી રહે છે. ક્યારેક તેમની ફિલ્મો, ક્યારેક તેમની એક્ટિંગ, તો ક્યારેક તેમના અંગત જીવન અથવા ક્યારેક તેમની કમાણી, સંપત્તિ વગેરે વિશે. જો કે આજે આપણે હિન્દી સિનેમાના કેટલાક પ્રખ્યાત ડિરેક્ટર વિશે વાત કરીશું અને આજે અમે તમને કેટલાક પ્રખ્યાત ડિરેક્ટરની સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આજે 8 એવા જ બોલીવુડ ડિરેક્ટર વિશે વાત કરીએ જેમની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે.

કરણ જોહર: આ લિસ્ટમાં પહેલું નામ પ્રખ્યાત પ્રોડ્યૂસર અને ડિરેક્ટર કરણ જોહરનું છે. તાજેતરમાં જ કરણે પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. કરણની સંપત્તિ ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સ કરતાં પણ વધુ છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ કરણની કુલ સંપત્તિ 1500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

રાજકુમાર હિરાણી: આ લિસ્ટમાં બીજું સ્થાન મળ્યું છે દિગ્ગઝ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાનીને. ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્દેશન કરી ચુકેલા રાજકુમાર હિરાની પાસે કુલ 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સંજય લીલા ભણસાલી: પોતાની શ્રેષ્ઠ ફિલ્મોથી દર્શકોનું દિલ જીતનાર સંજય લીલા ભણસાલી આ લિસ્ટમાં ત્રીજા નંબરના સૌથી અમીર હિન્દી ફિલ્મ ડિરેક્ટર છે. દેવદાસ, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કરનાર સંજય લીલા ભણસાલીની કુલ સંપત્તિ 940 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.

અનુરાગ કશ્યપ: અનુરાગ કશ્યપને વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત પણ તેણે અન્ય ઘણી સારી ફિલ્મો પણ બનાવી છે. અનુરાગ કશ્યપની કુલ સંપત્તિ 850 કરોડ રૂપિયા છે.

મેઘના ગુલઝાર: દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ અને આલિયા ભટ્ટની સુપરહિટ ફિલ્મ ‘રાઝી’નું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું હતું. જણાવી દઈએ કે મેઘના પ્રખ્યાત લેખક, ગીતકાર અને કવિ ગુલઝારની પુત્રી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મેઘનાની કુલ સંપત્તિ 830 કરોડ રૂપિયા છે.

કબીર ખાન: પ્રોડ્યૂસર કબીર ખાને પોતાની કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ન્યૂયોર્ક, એક થા ટાઈગર, બજરંગી ભાઈજાન અને 83 જેવી ફિલ્મો આવે છે. સાથે જ કબીરની કુલ સંપત્તિ 400 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.

અનુરાગ બસુ: એક પ્રોડ્યૂસર હોવા ઉપરાંત અનુરાગ બસુ એક પ્રખ્યાત કોરિયોગ્રાફર પણ છે. તે ટીવીના ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. અનુરાગની કુલ સંપત્તિ 330 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે તેમણે લાઈફ ઇન અ… મેટ્રો, બરફી, જગ્ગા જાસૂસ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

રોહિત શેટ્ટી: વાત હિન્દી સિનેમાના લોકપ્રિય, સફળ અને સૌથી અમીર ડિરેક્ટરની કરીએ તો આ લિસ્ટમાં રોહિત શેટ્ટીનું નામ કેવી રીતે પાછળ રહી શકે. રોહિત શેટ્ટી પોતાની એક્શન ફિલ્મો માટે પ્રખ્યાત છે. સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી જેવી એક્શન ફિલ્મો અને કોમેડી ફિલ્મોને પણ નિર્દેશિત કરી ચુકેલા રોહિત કુલ 290 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.