એશ્વર્યા આલિયા સહિત આ 8 અભિનેત્રીઓએ બનાવ્યા છે ‘રાખી બ્રધર’, સગા ભાઈ-બહેનની જેમ જ કરે છે પ્રેમ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને હંમેશા તેના ભાઈની સફળતાની પ્રાર્થના કરે છે. કેટલાક લોકોને સગા ભાઈ -બહેન નથી હોતા, આવી સ્થિતિમાં તેઓ રાખી ભાઈ અથવા રાખી બહેન બનાવે છે. તો કેટલાક લોકો સગા ભાઈ -બહેન હોવા છતા પણ આ સંબંધ બનાવે છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ પરિવારથી અલગ ભાઈ-બહેનનો સંબંધ ધરાવે છે. આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પરિવારની બહાર પણ ભાઈ-બહેનનો સંબંધો નિભાવ્યો છે. ચાલો જાણીએ કયા ક્યા છે આ કલાકાર?

એશ્વર્યા રાય બચ્ચન અને સોનુ સૂદ: ફિલ્મ ‘જોધા-અકબર’માં એશ્વર્યા રાય અને સોનુ સૂદે ભાઈ અને બહેનની ભૂમિકા નિભાવી હતી. ત્યારથી એશ્વર્યા દરેક રક્ષાબંધન પર સોનુ સૂદને રાખડી બાંધે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સોનુએ કહ્યું હતું કે, “ફિલ્મ જોધા અકબરના શૂટિંગ દરમિયાન એશ્વર્યા હંમેશા પોતાનામાં ખોવાઈ રહેતી હતી પરંતુ જ્યારે અમે બંનેએ એક સીન સાથે મળીને શૂટ કર્યો તો તેની સાથે વાતચીત થઈ. આવી સ્થિતિમાં એશ્વર્યાએ તેને કહ્યું હતું કે સોનુને જોઈને તેને તેના પિતાની યાદ આવે છે.”

કેટરિના કૈફ અને અર્જુન કપૂર: અભિનેત્રી કેટરિના કૈફ અભિનેતા અર્જુન કપૂરને પોતાનો રાખી ભાઈ માને છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે ‘શીલા કી જવાની’ ગીત રિલીઝ થયું ત્યારે તેણે અર્જુનને રાખડી બાંધી હતી. જોકે અર્જુને કેટરિના પાસેથી રાખી બંધાવવાની ના પાડી દીધી હતી. અર્જુનનું કહેવું છે કે કેટરિના હંમેશા તેને રાખડી બાંધવા દબાણ કરે છે, એકવાર તેણીએ બળજબરીથી મને રાખડી બાંધી.

કરીના કપૂર અને મનીષ મલ્હોત્રા: પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને કરીના કપૂર પોતાનો રાખી ભાઈ માને છે. નોંધપાત્ર વાત એ છે કે કરીના કપૂર ઘણી વખત મનીષ માટે રેમ્પ વોક કરી ચુકી છે. કરીના અને મનીષ ઘણીવાર એકબીજાના ઘરે લંચ અથવા ડિનર માટે જોવા મળે છે.

સલમાન ખાન અને શ્વેતા રોહિરા: સોશિયલ એક્ટિવિસ્ટ શ્વેતા રોહિરાને સલમાન ખાન પોતાની બહેન માને છે. જેટલો પ્રેમ તે પોતાની સગી બહેનોને કરે છે, તેટલો જ પ્રેમ શ્વેતાને પણ કરે છે. શ્વેતા દર વર્ષે સલમાન ખાનને રાખડી બાંધે છે. જણાવી દઈએ કે શ્વેતાના લગ્ન જ્યારે અભિનેતા પુલકિત સમ્રાટ સાથે થયા હતા, ત્યારે સલમાને એક સગા ભાઈની જેમ દરેક વિધિ કરી હતી. જ્યારે પુલકિત અને શ્વેતાનો સંબંધ તૂટી ગયો હતો ત્યારે સલમાન ખાન તેનાથી ખૂબ નારાજ થઈ ગયા હતા.

આલિયા ભટ્ટ અને યશ જોહર: કરણ જોહરના પુત્ર યશ જોહરને અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાનો રાખી ભાઈ માને છે. વર્ષ 2018 માં આલિયાએ યશને પોતાનો રાખી ભાઈ બનાવ્યો હતો. આટલું જ નહીં પરંતુ જ્યારે યશ અને રૂહીનો જન્મ થયો હતો ત્યારે આલિયાએ એક મોટી બહેનની જેમ બંનેનું ધ્યાન રાખ્યું હતું.

અમૃતા અરોરા અને અરબાઝ ખાન: પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા તેના જીજૂ એટલે કે મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાનને રાખડી બાંધે છે. મલાઈકા અને અરબાઝનો સંબંધ તૂટ્યા પછી પણ અમૃતા દર વર્ષે અરબાઝ ખાનને રાખડી બાંધવા આવે છે. આ ઉપરાંત પણ અમૃતા ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસને રાખડી બાંધે છે.

ગૌરી ખાન અને સાજિદ ખાન: બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાજીદ ખાનને પોતાનો રાખી ભાઈ માને છે. એક ઈન્ટરવ્યૂમાં સાજિદ ખાને પણ કહ્યું હતું કે, તે ગૌરી ખાનના પરિવારને પોતાનો પરિવાર માને છે. ગૌરી મને દર વર્ષે રાખડી બાંધે છે અને તે મને તેનો ભાઈ કહે છે.

બિપાશા બાસુ અને રોકી એસ, વેન્કી, સોહમ શાહ: અભિનેત્રી બિપાશા બાસુનો કોઈ સગો ભાઈ નથી. આવી સ્થિતિમાં તે ડિરેક્ટર સોહમ શાહ, ફેશન ડિઝાઇનર રોકી એસ અને જોન અબ્રાહમના મેક-અપ આર્ટિસ્ટ વેંકીને પોતાનો ભાઈ માને છે અને આ ત્રણેયને દર વર્ષે રાખડી બાંધે છે.

સાજિદ ખાન અને તમન્નાહ ભાટિયા: ગૌરી ખાનની જેમ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ સાજિદ ખાનને પોતાનો ભાઈ બનાવ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘હમશકલ્સ’ના શૂટિંગ દરમિયાન સાજિદ અને તમન્નાહ વિશે ડેટિંગની અફવાઓ ઉડવા લાગી હતી. જોકે અભિનેત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે સાજિદ તેનો ભાઈ છે અને તે દર વર્ષે તેને રાખડી બાંધે છે.