એકબીજાને જોવી પણ પસંદ નથી કરતી બોલીવુડની આ 8 અભિનેત્રીઓ, તેમની કેટ ફાઈટ રહી છે ખૂબ ચર્ચામાં, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ફિલ્મી પડદા પર ભલે બોલિવૂડની હિરોઈનોને એકબીજા સાથે સારી રીતે વર્તન કરવા માટે પસંદ કરવામાં આવે છે. જરૂરી નથી કે રિયલ લાઈફમાં પણ તે તેવું જ કરતી હશે. અમે તમને આજે એવી જ અભિનેત્રીની કેટ ફાઈટ વિશે જણાવીશું જેમણે ખૂબ હેડલાઈન્સ બનાવી હતી. આ લિસ્ટમાં ઘણી ટોપ અભિનેત્રીના નામ પણ શામેલ છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

સોનમ કપૂર-એશ્વર્યા રાય: સૌથી પહેલા અમે તમને સોનમ કપૂર અને એશ્વર્યા રાય વિશે જણાવીએ. એશ્વર્યા રાય પહેલા એક બ્યુટી બ્રાન્ડની એડ કરતી હતી. પછી કંપનીએ આ એદ સોનમ કપૂરને આપી હતી. તેનાથી એશ ખૂબ ગુસ્સે થઈ હતી. તેની નારાજગી એટલી હતી કે તેણે કાન્સમાં રેડ કાર્પેટ પર સોનમ કપૂર સાથે ચાલવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. સાથે જ સોનમ કપૂર પણ તેમનાથી ચિડાઈ ગઈ હતી. તે જ્યારે પણ તક મેળવે છે ત્યારે તેને આંટી કહીને બોલાવા લાગી હતી.

રવિના ટંડન-કરિશ્મા કપૂર: હવે વાત કરીએ બે પ્રખ્યાત અભિનેત્રીઓની જેમણે પોતાના જમાનામાં ખૂબ નામ કમાવ્યું હતું. આ અભિનેત્રી રવિના ટંડન અને કરિશ્મા કપૂર છે. આ બંનેની કેટ ફાઈટ પણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય રહી હતી. બંનેની લડાઈએ ખૂબ હેડલાઈન્સ બનાવી હતી. તમે આ ભિનેત્રીઓની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ જોઈ હશે. તેમાં બંને ખૂબ સારી સહેલીઓ બની છે. જેની વાસ્તવિકતા કંઈક અલગ હતી. બંને વચ્ચે ‘આતિશ’ ફિલ્મના સેટ પર ખૂબ લડાઈ થઈ હતી. આ બંને વચ્ચેના ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી.

કરીના કપૂર-બિપાશા બાસુ: એકબીજાને નાપસંદ કરતી અભિનેત્રીઓના લિસ્ટમાં કરીના કપૂર અને બિપાશા બાસુનું નામ પણ છે. આ બંનેએ પણ એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું નામ અજનબી હતું. આ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી અને તેણે સારો બિઝનેસ કર્યો હતો. જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક ઘટનાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

શ્રીદેવી-જયા પ્રદા: સૌથી પ્રખ્યાત લડાઈ તો પોતાના જમાનામાં રાજ કરનાર બે અભિનેત્રીઓની છે. તેમાં દિવંગત શ્રીદેવી અને જયા પ્રદાના નામ શામેલ છે. આ બંનેએ જૂના જમાનામાં પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવી દીધા હતા. બંને બોલિવૂડમાં રાજ કરતા હતા. તેમની ફિલ્મો દર્શકોના દિલ જીતી લેતી. સિનેમા હોલમાં તેમના નામથી લોકોની લાઈનો લાગતી હતી. જોકે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે બંને અભિનેત્રીઓને એકબીજાને જોવી પણ પસંદ કરતી ન હતી. આ બંને વચ્ચે કોઈ વાતચીત થતી ન હતી. એકવાર રાજેશ ખન્ના અને જિતેન્દ્રએ બંનેની મિત્રતા કરાવવા માટે એક રૂમમાં બંધ કરી દીધી હતી. જ્યારે એકાદ કલાક પછી દરવાજો ખોલીને અંદર જોયું તો અભિનેત્રીઓ એકબીજા તરફ પીઠ કરીને બેઠી હતી.