આ છે તે 8 કલાકાર જેમણે નિભાવ્યું છે શિવનું પાત્ર અને થઈ ગયા અમર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

આજે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મંદિરોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. દેવો કે દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવને ખુશ કરવા માટે શિવરાત્રિના દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. આજે મંદિરોમાં રૂદ્રાભિષેકની સાથે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. આ દરમિયાન, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક એવા ટીવી કલાકારો વિશે જેમણે ભગવાન શિવની ભૂમિકા નિભાવી અને અમર થઈ ગયા. જણાવી દઈએ કે, આ કલાકારો દ્વારા નિભાવવામાં આવેલા મહાદેવના પાત્રો એટલા લોકપ્રિય થયા કે લોકો તેમને તેમના નામથી ઓછા પરંતુ તેમના શિવના પાત્રથી વધુ ઓળખે છે. ચાલો જાણીએ કોણ છે તે કલાકાર?

મોહિત રૈના: સૌથી પહેલા વાત કરીએ ટીવીના પ્રખ્યાત કલાકાર મોહિત રૈના વિશે. તમને જણાવી દઈએ કે મોહિત રૈનાએ પ્રખ્યાત ટીવી સીરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં ભગવાન શિવનું પાત્ર નિભાવ્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આ રોલ દ્વારા મોહિત રૈનાએ એટલી લોકપ્રિયતા મેળવી હતી કે લોકો આજે પણ તેને આ રોલ માટે યાદ કરે છે.

આ સીરિયલ પછી મોહિત રૈનાને ઘણી બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી. તેમણે વેબ સિરીઝ ‘કાફિર’ અને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

સૌરભ રાજ જૈન: ટીવીની દુનિયાની પ્રખ્યાત સીરિયલ ‘મહાભારત’માં કૃષ્ણના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા સૌરભ રાજ જૈને ભગવાન શિવની ભૂમિકા પણ નિભાવી છે. તેમણે ટીવી સિરિયલ “મહાકાલી અંત હી આરંભ હૈ” માં ભગવાન શિવનું પાત્ર નિભાવ્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

હિમાંશુ સોની: હિમાંશુ સોનીએ પણ ટીવી શો ‘નીલી છત્રી વાલે’માં ભગવાન શિવનું પાત્ર નિભાવ્યું હતું. આ પાત્ર દ્વારા તેને ખૂબ સફળતા મળી હતી. આ ઉપરાંત હિમાંશુએ ઘણી ધાર્મિક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

મુકેશ સોલંકી: ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ગણેશ લીલા’માં ભગવાન શિવની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત થયેલા અભિનેતા મુકેશ સોલંકી પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે તેમણે ટીવી સીરિયલ ‘જય જય બજરંગબલી’માં પણ શિવનું પાત્ર નિભાવ્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

રોહિત બક્ષી: ટીવીની ઘણી સિરિયલોમાં જોવા મળી ચૂકેલા અભિનેતા રોહિત બક્ષીએ સિરિયલ ‘સિયા કે રામ’માં ભગવાન શિવની ભૂમિકા નિભાવી છે. રોહિત બક્ષીને આ પાત્ર માટે ખૂબ જ સારો રિસ્પોંસ મળ્યો હતો.

સમર જયસિંહ: ટીવીની લોકપ્રિય સીરિયલ ‘ઓમ નમઃ શિવાય’માં ભગવાન શિવનું પાત્ર નિભાવનાર સમર જય સિંહને પણ ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ સિરિયલ પછી તેમને ઘણા શોમાં કામ કરવાની તક મળી. જણાવી દઈએ કે સમર જય સિંહે પોતાની કારકિર્દીમાં ‘રામાયણ’, ‘મહારાજા’ ‘સમ્રાટ અશોક’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું હતું.

વિજય કવિશ: ટીવીની દુનિયાની સૌથી પ્રખ્યાત સીરિયલ ‘રામાયણ’માં વિજય કવિશે ભગવાન શિવનું પાત્ર નિભાવ્યું હતું. આ ઉપરાંત તે રામાયણમાં જ મહર્ષિ વાલ્મીકિના પાત્રમાં પણ જોવા મળી ચુક્યા છે. જણાવી દઈએ કે વિજય કવિશને ભગવાન શિવના પાત્ર માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે ટીવીની દુનિયાની સાથે-સાથે બોલિવૂડ ફિલ્મ ‘અરમાન’, ‘ફૂલ અને સલમા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમને ટીવી સીરિયલ ‘વિક્રમ બેતાલ’ માટે પણ ઓળખવામાં આવે છે.

તરુણ ખન્ના: તરુણ ખન્ના પણ એક એવા અભિનેતા છે જેણે ઘણી ટીવી સિરિયલોમાં ભોલેનાથનું પાત્ર નિભાવ્યું છે. તે પહેલીવાર ‘સંતોષી માં’ માં ભગવાન શિવનું પાત્ર નિભાવતા જોવા મળ્યા હતા. ત્યાર પછી તેમણે ‘પરમ અવતાર શ્રી કૃષ્ણ’, ‘કર્મફળ દાતા શનિ’, ‘રામ સિયા કે લવ કુશ’ જેવી સિરિયલોમાં મહાદેવનું પાત્ર નિભાવ્યું.