ઘરના મંદિરમાં જરૂર રાખો આ 7 ચીજો, નસીબ-સુખ અને પૈસા બધું જ મળશે

ધાર્મિક

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાનું ખૂબ મહત્વ છે. તેને પ્રસન્ન કરવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે આપણે તેની સવારે અને સાંજે આરતી કરીએ છીએ. લગભગ દરેક હિન્દુના ઘરે એક નાનું મંદિર જરૂર જોવા મળે છે આ મંદિરમાં આપણે ભગવાનને સ્થપિત અક્રીએ છીએ અને તેમની પૂજા-અર્ચના કરીએ છીએ. હવે લોકો ઘરમાં ભગવાનનું મંદિર તો બનાવે છે, પરંતુ તેની સાથે જોડાયેલા નિયમો ભૂલી જાય છે. શું તમે જાણો છો કે દરેક મંદિરમાં કેટલીક વિશેષ ચીજો રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ પવિત્ર ચીજો તમારા મંદિરમાં રાખશો તો દેવતાઓ ઝડપથી પ્રસન્ન થાય છે. આ ચીજો ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

શાલીગ્રામ શીલા: આ એક ખાસ પ્રકારનો પથ્થર છે જે ગંડકી નદીમાં જોવા મળે છે. માન્યતાઓ મુજબ શાલિગ્રામ શિલા ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ હોય છે. આ પથ્થર પર ચક્રનું નિશાન પણ બનેલું હોય છે. જો તમે તેને તમારા પૂજસ્થળ પર રાખીને તેની પૂજા કરો છો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે.

શિવલિંગ: દરેક પૂજાઘરમાં એક અંગૂઠા આકારનું શિવલિંગ પણ હોવું જોઈએ. જો ઘરમાં તે હોય છે તો નકારાત્મક ઉર્જા નાશ પામે છે. તેને પૂજા સ્થળમાં રાખવા પર તેની દરરોજ નિયમથી પૂજા કરવાનું ન ભૂલો. તેની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. નસીબ તમારો સાથે આપે છે.

ચંદન: આ સુગંધિત લાકડું પણ તમારા પૂજાઘરમાં રાખવું જોઇએ. ચંદનનો ઉપયોગ સદીઓથી પૂજામાં કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આપણે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ, ત્યારે ચંદનનું વિશેષ મહત્વ હોય છે. જો તમે આ ચંદનનું તિલક તમારા માથા પર લગાડો છો તો મન શાંત અને સ્થિર રહે છે. મનમાં નકારાત્મક વિચારો આવતા નથી. તે ગુસ્સાને પણ શાંત કરે છે.

ગરુડ ઘંટી: દરેક મંદિરમાં ગરુડ ઘંટી જરૂર હોવી જોઇએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ઘંટી વગાડવાનો નિયમિત અવાજ આવતો રહે છે ત્યાંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે. આ અવાજથી ઘરની નકારાત્મક શક્તિઓ સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી ઘરમાં પૈસા અને ખુશીઓ આવે છે.

શંખ: મંદિરની અંદર શંખ રાખવો પણ શુભ હોય છે. જે ઘરમાં શંખ હોય છે ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે. આ શંખ સૂર્ય અને ચંદ્ર સમાન દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વરુણ મધ્યમાં છે, પાછળ બ્રહ્મા છે અને આગળ ગંગા અને સરસ્વતી નદીઓનો વાસ છે. શંખના દર્શન કરવા અને પૂજા કરવાનો લાભ તીર્થ યાત્રાના લાભ બરાબર માનવામાં આવે છે.

જલ કળશ: દરેક મંદિરમાં શુદ્ધ જળથી ભરેલો કળશ રાખવો જોઈએ. તેને મંગલ કળશ પણ કહેવામાં આવે છે. તેને પૂજા ઘરમાં રાખવાથી ઘરની શુદ્ધતા જળવાઈ રહે છે.

દીવો: દરેક હિન્દુ પૂજામાં દીપકનો ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે તેમાં પાંચ તત્વો છે તે માટી, આકાશ, પાણી, અગ્નિ અને હવા છે. તેનાથી જ દુનિયાની રચના થઈ છે. આવી સ્થિતિમાં હિન્દુ વિધિમાં પાંચ તત્વોની હાજરી આ દીપક દ્વારા નોંધવામાં આવે છે.