અક્ષય-સૈફ થી લઈને સંજય-સલમાન સુધી આ 7 સ્ટાર્સ પહોંચી ચુક્યા છે જેલ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમાના સ્ટાર્સ ઘણીવાર પોતાની ફિલ્મોની સાથે પોતાના વિવાદોને લઈને પણ ચર્ચામાં રહે છે. અવારનવાર કોઈને કોઈ કલાકારનું નામ વિવાદ સાથે જોડાયેલું રહે છે અને કેટલાકને તો તેના કારણે જેલની હવા પણ ખાવી પડે છે. આજે અમે તમને એવા જ 7 કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે.

ફરદીન ખાન: ફરદીન ખાન પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 1998માં ફરદીને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘પ્રેમ અગન’થી કરી હતી, જોકે હવે તે ગુમનામ જીવન જીવી રહ્યો છે. ફરદીન ખાન ડ્રગ્સના કેસમાં જેલની હવા ખાઈ ચુક્યા છે. જણાવી દઈએ કે તેમની પોલીસે વર્ષ 2001માં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ત્યાર પછી તેને જેલ મોકલી દેવામાં આવ્યા હતા.

સૈફ અલી ખાન: 51 વર્ષના અભિનેતા સૈફ અલી ખાનને મુંબઈની એક હોટલમાં બિઝનેસમેન સાથે ગેરવર્તન કરવાના આરોપમાં મોટો ઝટકો લાગ્યો હતો. તેમના આ કામને કારણે તેમને જેલના સળીયા પાછળ પહોંચાડવામાં આવ્યા હતા. કહેવાય છે કે સૈફે તે બિઝનેસમેનને મુક્કો માર્યો હતો, જેના માટે તેને જેલમાં જવું પડ્યું હતું.

સંજય દત્ત: પ્રખ્યાત અભિનેતા સંજય દત્તનું નામ આ લિસ્ટમાં હોવું વ્યાજબી છે. સંજુ બાબાના નામથી પ્રખ્યાત સંજય દત્તને હિન્દી સિનેમાના સૌથી વિવાદિત અભિનેતાઓમાંથી એક કહેવામાં આવે, તો તેમાં કોઈ બે મત નથી. સંજુ પણ જેલની હવા ખાઈ ચુક્યા છે. નોંધપાત્ર છે કે, સંજયનું નામ વર્ષ 1993 થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સામે આવ્યું હતું. ત્યાર પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે સંજય દત્તને 6 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે વર્ષ 2013માં તેની સજા ઘટાડીને 5 વર્ષની કરવામાં આવી હતી. જોકે વર્ષ 2016માં સજા પૂર્ણ થયા પછી સંજય જેલમાંથી મુક્ત થયા હતા.

અક્ષય કુમાર: સુપરસ્ટાર અક્ષય કુમારનું નામ આ લિસ્ટમાં જોઈને તમને એક ક્ષણ માટે વિશ્વાસ નહીં આવે. કારણ કે અક્ષય કુમાર એવા પ્રકારના વિવાદોથી દૂર રહે છે, જ્યાં જેલ જવાની વાત આવે છે. જોકે વર્ષ 2009માં અક્ષયને તેના એક કામને કારણે જેલ જવું પડ્યું હતું. ખરેખર વર્ષ 2009 માં એક ઇવેન્ટમાં તેમણે રેમ્પ વોક કરવા દરમિયાન પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાને પોતાના જીંસને અનઝિપ કરવા માટે કહ્યું હતું. તેના કારણે પોલીસે અક્ષયની ધરપકડ કરી હતી, જોકે આ કેસમાં ‘ખેલાડી’ને ટૂંક સમયમાં જ જામીન મળી ગયા હતા.

જોન અબ્રાહમ: જાણીતા અભિનેતા જોન અબ્રાહમને ગાડી ચલાવવાનો ખૂબ જ શોખ છે અને એક વખત પોતાના આ શોખને કારણે તે જેલ પહોંચી ચુક્યા છે. ખરેખર જોનની ઝડપથી ડ્રાઈવિંગ કરવાના કેસમાં મુંબઈ પોલિસે ધરપકડ કરી હતિ. પછી અભિનેતાને કોર્ટે આ કેસમાં 15 દિવસની સજા ફટકારી હતી ત્યાર પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

રિયા ચક્રવર્તી: વર્ષ 2020માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા પછી જ્યારે બોલિવૂડમાં ડ્રગ્સ કેસની તપાસ થઈ હતી ત્યારે અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ પણ સામે આવ્યું હતું. જેના કારણે તેને થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. જો કે તેની વિરુદ્ધ નક્કર પુરાવા મળી શક્યા ન હતા, પરંતુ થોડા દિવસો પછી અભિનેત્રીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

સલમાન ખાન: સલમાન ખાનનો તો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. સલમાન ખાનને કાળા હરણના શિકાર કેસમાં જેલની હવા ખાવી પડી હતી. આ કેસમાં કોર્ટે તેને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જોકે પછી અભિનેતાને આ કેસમાં જામીન મળી ગયા હતા.