RRR પછી હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ 7 ફિલ્મો, જાણો કઈ કઈ ફિલ્મ છે તેમાં શામેલ

બોલિવુડ

હાલના સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ બોલિવૂડથી બિલકુલ પાછળ નથી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની લોકપ્રિયતા સમયની સાથે વધી રહી છે. દુનિયાભરમાં તેના ચાહકોની સંખ્યા ખૂબ વધારે છે. જો આપણે થોડા દાયકાઓની વાત કરીએ તો પહેલા બોલિવૂડની સામે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કોઈ અસ્તિત્વ જ ન હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉથની ફિલ્મો ખૂબ ધૂમ મચાવી રહી છે.

તાજેતરમાં જ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી રહી છે. બોલિવૂડની ફિલ્મો આ ફિલ્મની સામે પાણી માંગતા જોવા મળી રહી છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે ‘RRR’ ફિલ્મ માત્ર એક ટ્રેલર છે. હા, કારણ કે ખૂબ જ જલ્દી સાઉથની આ 7 ફિલ્મો રીલિઝ થવા જઈ રહી છે, જે બોલીવુડને હચમચાવી નાખશે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ કઈ ફિલ્મો શામેલ છે.

KGF: ચેપ્ટર 2: કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશની ફિલ્મ “KGF ચેપ્ટર 2” ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે. જણાવી દઈએ કે KGF ની સિક્વલ KGF ચેપ્ટર 2માં યશ સહિત સંજય દત્ત અને રવિના ટંડન જેવા બોલિવૂડના દિગ્ગજ કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે, જેને જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે. પ્રસંથ નીલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ ફિલ્મ પહેલા જ દિવસે 100 કરોડનો બિઝનેસ કરી લેશે, એવી આશા જણાવવામાં આવી રહી છે.

લાઈગર: 25 ઓગસ્ટ 2022ના રોજ તમામ સિનેમાઘરમાં વિજય દેવેરાકોંડાની ખૂબ જ ચર્ચિત ફિલ્મ “લાઈગર” રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિજય દેવરાકોંડાની સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ જોવા મળશે.

આદિપુરૂષ: સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી સુપરહિટ સાબિત થઈ હતી, ત્યાર પછી તેની ડિમાન્ડ ખૂબ વધી ચુકી છે. તાજેતરમાં જ પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’ રીલિઝ થઈ હતી પરંતુ આ ફિલ્મ પાસેથી જે આશા હતી તે મુજબ તે બિઝનેસ કરવામાં સફળ થઈ શકી નથી. પરંતુ હવે આ ફિલ્મ આદિપુરુષથી જોરદાર કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ જાન્યુઆરી 2023માં રિલીઝ થઈ શકે છે.

સાલાર: પ્રભાસની ફિલ્મ આદિપુરુષ ઉપરાંત ‘સાલાર’ પણ રિલીઝ થવાની લાઇનમાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસની શ્રુતિ હાસન અને જગપતિ બાબુ જેવા સાઉથના દિગ્ગજ કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું દાયરેક્શન પ્રશાંત નીલ કરી રહ્યા છે.

બીસ્ટ: સાઉથના દિગ્ગઝ અભિનેતા વિજયની આગામી ફિલ્મ “બીસ્ટ” 13 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં વિજયની સાથે અભિનેત્રી પૂજા હેગડે પણ જોવા મળશે.

આચાર્ય: મલ્ટિસ્ટારર ફિલ્મ “આચાર્ય” 29 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું બજેટ 140 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં રામ ચરણ, પૂજા હેગડે, ચિરંજીવી, કાજલ અગ્રવાલ અને સોનુ સૂદ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.

વિક્રાંત રોના: સાઉથ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ “વિક્રાંત રોના” ના કારણે હેડલાઇન્સમાં છે. અનૂપ ભંડારીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મની હજુ સુધી રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી. આ ફિલ્મમાં દિગ્ગઝ અભિનેતા કિચા સુદીપની સાથે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ જોવા મળશે.