‘પુષ્પા’ ની રશ્મિકાથી લઈને કાજલ અગ્રવાલ સુધી, જાણો કેટલું ભણેલી છે સાઉથની આ 7 ટોપ અભિનેત્રીઓ

બોલિવુડ

સાઉથ ઈંડિયાની અભિનેત્રીઓ પણ આ સમયે બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે. તેની ફિલ્મો હિન્દીમાં ડબ થઈને આવી રહી છે અને લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. સાથે જ તેમાંથી કેટલીક અભિનેત્રીઓ તો બોલીવુડમાં પણ એંટ્રી કરી ચુકી છે. જોકે શું તમે જાણો છો કે સાઉથની આ ટોપ અભિનેત્રી કેટલું ભણેલી છે, જો નહીં તો ચાલો અમે તમારી આ માહિતી વધારીએ.

કાજલ ગ્રવાલ: સાઉથની ફિલ્મોમાં કાજલ અગ્રવાલને કોણ નથી ઓળખતું. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેની સુંદરતા દરેક પસંદ કરે છે. તેણે કિશનચંદ ચેલ્લારામ કોલેજમાંથી માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગનો કોર્સ કર્યો છે. આ સાથે જ તે માસ મીડિયામાં પણ ગ્રેજ્યુએટ છે.

સામંથા પ્રભુ: તાજેતરમાં જ છૂટાછેડાને કારણે ચર્ચામાં આવેલી સામંથા પ્રભુ પણ કોઈ ઓળખની મોહતાજ નથી. પુષ્પા ફિલ્મમાં તેના આઈટમ સોંગે ધૂમ મચાવી હતી. સામંથાના અભ્યાસ વિશે વાત કરીએ તો, તેણે એન્જલ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલ, ચેન્નાઈથી સ્કૂલિંગ કર્યું છે. ત્યાર પછી તેણે અહીંની સ્ટેલા મેરિસ કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.

રકુલ પ્રીત સિંહ: રકુલ પ્રીત પણ સિંહ ટોલીવુડમાં ખૂબ નામ કમાઈ ચુકી છે. તે હવે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે અને પોતાની સુંદરતાના જલવા ફેલાવી રહી છે. અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે પણ તે ફિલ્મમાં જોવા મળવાની છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજથી ગણિતમાં ઓનર્સની ડિગ્રી મેળવી છે. તેણે દિલ્લીની આર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

શ્રુતિ હાસન: કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને પણ સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાના દમ પર ખૂબનામ કમાવ્યું છે. તેની પાસે ઘણી હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ છે. શ્રુતિ હાસનના અભ્યાસની વાત કરીએ તો તેણે મુંબઈની સેન્ટ એન્ડ્રુઝ કોલેજમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર પછી તે અમેરિકા ગઈ અને ત્યાંથી સંગીત પણ શીખ્યું.

કીર્તિ સુરેશ: કીર્તિ સુરેશ પણ ટોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુકી છે. સિમ્પલ કપડામાં પણ તે સાઉથની ફિલ્મોમાં પોતાના લુકથી લોકોનું દિલ જીતી લે છે. તેણે ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. આ સાથે તેણે સ્કોટલેન્ડમાં ચાર મહિનાનો કોર્સ અને લંડનમાં બે મહિનાની ઈન્ટર્નશિપ કરી છે.

રશ્મિકા મંદાના: રશ્મિકા મંદાનાની પુષ્પા ફિલ્મ એ તો સફળતાના ઝંડા લગાવી દીધા છે. તેની એક્ટિંગ એ એવી છાપ છોડી છે કે લોકો દીવાનાની જેમ તેનું નામ રટી રહ્યા છે. રશ્મિકાના અભ્યાસની વાત કરીએ તો તેણે કોડાગુની કુર્ગ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે રમૈયા કોલેજ ઓફ આર્ટસથી સાઈકોલોજી અને જર્નલિઝ્મ સાથે જ ઈંગ્લિશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

તમન્ના ભાટિયા: બાહુબલી ફિલ્મથી સમગ્ર ભારતમાં છવાઈ જનાર અભિનેત્રી તમન્ના ભાટિયા જ છે. તેની સુંદરતા એવી છે કે તે કોઈને પણ પોતાના દિવાના બનાવી દે છે. તમન્નાએ મુંબઈથી અભ્યાસ કર્યો છે. તેણે અહીંની માનેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટથી સ્કુલિંગ કર્યું છે. આ સાથે જ તેણે નેશનલ કોલેજથી ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા આર્ટમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.