કોરોના લોકડાઉનમાં આ 7 સેલેબ્સે પસંદ કર્યા તેમના જીવનસાથી, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

કોરોના વાયરસ છેલ્લા બે વર્ષથી દેશ અને દુનિયામાં કહેર બનીને ફેલાઈ રહ્યો છે. ત્યાર પછી લાગેલા લોકડાઉનથી આખી દુનિયાની ગતિ અટકી ગઈ છે. આ સાથે આપણા કેટલાક સેલેબ્સ એવા પણ છે જેમણે લગ્નના બંધનમાં બંધાઈને એક નવી સફરની શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે સ્ટાર્સના નામ જણાવવા જઈ રહ્યા છીએ જેમણે વર્ષ 2021 માં સાત ફેરા લીધા છે. જે એકબીજા સાથે જિવનભરની કસમ ખાઈ ચુક્યા છે.

આનંદ તિવારી – અંગિરા ધર: અભિનેતા-ડિરેક્ટર આનંદ તિવારીએ થોડા સમય પહેલા બધાને જણાવ્યું છે કે તેણે 30 એપ્રિલના રોજ અભિનેત્રી અંગિરા ધર સાથે લગ્ન કર્યા છે. આ સાથે આનંદ તિવારીએ શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બંને લગ્નના આઉટફિટમાં મંડપમાં બેઠા છે અને એકબીજાની સામે જોઈને સ્માઈલ આપી રહ્યા છે.

સના સૈયદ – ઇમાદ શમસી: સના સૈયદ- ઇમાદ શમસી આ કપલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રી સના સૈયદ ‘દિવ્ય દ્રષ્ટિ’ અને ‘લોકડાઉન કી લવ સ્ટોરી’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. અભિનેત્રી સના સૈયદ પણ 25 જૂને તેના બોયફ્રેન્ડ ઇમાદ શમસી સાથે નિકાહ વાંચ્યા હતા. સના સૈયદના આ નાના લગ્ન સમારોહમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો બંને હાજર રહ્યા હતા.

સુગંધા મિશ્રા – સંકેત ભોસલે: સુગંધા મિશ્રા ઘણા કોમેડી શોનો ભાગ બની ચુકી છે. સુગંધા મિશ્રાએ કોમેડિયન સંકેત ભોસલે સાથે 26 એપ્રિલ 2021 ના રોજ કોરોના વચ્ચે સાત ફેરા લીધા છે. બંનેની પહેલી મુલાકાત ધ કપલ શર્મા શો દરમિયાન થઈ હતી. આ લગ્ન પણ ખૂબ ચર્ચમાં રહ્યા હતા.

દિયા મિર્ઝા – આદિત્ય રેખી: અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ આ વર્ષે બીજી વાર લગ્ન કર્યા છે. તેમણે ઈન્વેસ્ટર વૈભવ રેખી સાથે જીવવા મરવાની કસમ ખાધી છે. બંનેએ 15 ફેબ્રુઆરીએ મુંબઇમાં લગ્ન કર્યાં છે.

પ્રણીતા સુભાષ – નીતિન રાજુ: સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી પ્રણીતા સુભાષે બિઝનેસમેન નીતિન રાજુ સાથે ગયા મહિને જ લગ્ન કર્યા છે. બંનેએ 30 મેના રોજ લગ્ન કર્યાં છે. આ કપલે સોશિયલ મીડિયા પર તેમના લગ્ન વિશે પણ જણાવ્યું હતું. આ બંનેની લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી.

એવલીન શર્મા – તુષાન ભીંડી: એવલિન શર્મા રણબીર કપૂર સાથે ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ માં રોમાંસ કરી ચૂકી છે. એવલિન શર્માએ 15 મેના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં તેના મંગેતર ડૉક્ટર તુષાન ભીંડી સાથે સાત ફેરા લીધા છે.

યામી ગૌતમ – આદિત્ય ધર: યામી ગૌતમ પણ આ દિવસોમાં તેના લગ્નને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી યામી ગૌતમે 4 જૂને ડિરેક્ટર આદિત્ય ધર સાથે જીવનભર રહેવાની કસમ ખાધી હતી. જણાવી દઈએ કે યામી અને આદિત્યના લગ્ન ખૂબ જ ખાનગી રીતે થયા હતા, તે કોઈને પણ જાણ થઈ ન હતી. લગ્ન પછી યામીએ તસવીરો શેર કરી તે સમયે તેમના ચાહકોને આ વાતની માહિતી મલી. આ સમાચાર સાંભળીને તેમના ચાહકોને ઝટકો લાગ્યો હતો.