બોલીવુડના આ 7 સિંગર કરી ચુક્યા એક કરતા વધુ લગ્ન, આ સિંગરે તો કર્યા છે 4 વખત લગ્ન

બોલિવુડ

ઘણીવાર બોલીવુડ અભિનેતાઓ અને અભિનેત્રીઓને લઈને વાતો થતી રહે છે. જોકે, બોલિવૂડ સિંગર્સને લઈને ચર્ચા થોડી ઓછી થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને હિન્દી સિનેમાના કેટલાક સફળ અને લોકપ્રિય સિંગરની પર્સનલ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે આ લેખમાં, અમે તમને એવા સિંગર વિશે માહિતી આપી રહ્યા છીએ જેમણે એકથી વધુ લગ્ન કર્યા છે. તો ચાલો એવા સિંગર વિશે જાણવાની સફર શરૂ કરીએ.

કિશોર કુમાર: ભારતીય સિનેમાના ખૂબ ચર્ચિત અને સફળ સિંગરોમાં કિશોર કુમારનું નામ પણ લેવામાં આવે છે. કિશોર કુમારે એક કે બે કે ત્રણ નહીં પરંતુ કુલ 4 લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન રૂમા ગુહાલ સાથે વર્ષ 1951 માં થયા હતાં અને 1958 માં લગ્ન તૂટી ગયા હતાં. ત્યાર પછી બીજા લગ્ન તેમણે 1960 માં અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1969 માં મધુબાલાનું અવસાન થયું હતું. ત્યાર પછી ત્રીજા લગ્ન અભિનેત્રી યોગિતા બાલી સાથે વર્ષ 1976 માં કર્યા. 1978 માં બંને અલગ થઈ ગયા. ત્યાર પછી કિશોર કુમાર ચોથી વખત દુલ્હો બન્યા. લીના ચંદાવરકર સાથે વર્ષ 1980 માં કિશોર કુમારે ચોથા લગ્ન કર્યા.

કુમાર સાનુ: દિગ્ગઝ સિંગર કુમાર સાનુની આખી દુનિયા દિવાની છે. કુમાર સાનુ 90 ના દાયકાના સૌથી વધુ ચર્ચિત અને સફળ સિંગરમાંના એક છે. પોતાના ગીતો અને તેના મધુર અવાજની સાથે કુમાર સાનુ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. કુમાર સાનુએ બે લગ્નો કર્યા છે. કુમારે પહેલા લગ્ન રીતા ભટ્ટાચાર્ય સાથે કર્યા હતા, પરંતુ જ્યારે કુમાર સાનુનું નામ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે જોડાયું ત્યારે તેનાથી પરેશાન થઈને રીતા કુમાર છુટાછેડા લઈને અલગ થઈ ગઈ. ત્યાર પછી કુમાર સાનૂએ બીજા લગ્ન 1994 માં સલોની સાથે કર્યા હતા.

હિમેશ રેશમિયા: હિંદી સિનેમાના જાણીતા સિંગર અને સંગીતકાર હિમેશ રેશમિયાએ કારકિર્દીની શરૂઆતમાં પોતના ગીતથી ધૂમ મચાવી હતી. તેમની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહી હતી. હિમેશે પહેલા લગ્ન 1995 માં કોમલ રેશમિયા સાથે કર્યા હતા. વર્ષ 2017 માં હિમેશે ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર માટે 22 વર્ષ જુના લગ્ન તોડી નાખ્યા હતા. વર્ષ 2018 માં હિમેશ અને સોનિયાએ સાત ફેરા લીધા હતા.

અરિજિત સિંહ: અરિજિત સિંઘ આજકાલના સૌથી ફેવરિટ સિંગરો માંના એક છે. અરિજિત સિંહે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક મોટી ઓળખ બનાવી લીધી છે. અરિજિત સિંહે પણ બે લગ્ન કર્યા છે. અરિજિતના પહેલા લગ્ન રૂપરેખા બેનર્જી સાથે વર્ષ 2013 માં થયા હતા. વર્ષ 2013 માં જ આ સંબંધ તૂટી ગયો હતો. ત્યાર પછી અરિજિતે 2014 માં કોયલ રોય સાથે લગ્ન કર્યા હતા. કોયલ અરિજિતની બાળપણની મિત્ર છે.

ઉદિત નારાયણ: હિન્દી સિનેમાના દિગ્ગઝ સિંગરોમાં ઉદિત નારાયણનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. બોલીવુડને ઉદિત નારાયણે એકથી એક ચઢિયાતા ગીત આપ્યા છે. ઉદિત નારાયણે પણ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન 1984 માં રંજના નારાયણ ઝા સાથે થયા હતા, જ્યારે બીજા લગ્ન વર્ષ 1985 માં તેણે દીપા નારાયણ સાથે કર્યા હતા.

સુનિધિ ચૌહાણે: સુનિધિ ચૌહાણે પણ પોતાની પર્સનલ લાઇફને કારણે ઘણી હેડલાઇન્સ બનાવી છે. સુનિધિ માત્ર 18 વર્ષની ઉંમરમાં એક દુલ્હન બની ગઈ હતી. તેણે બોબી ખાન સાથે 2002 માં લગ્ન કર્યા હતા, જો કે બંને વચ્ચેનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો ન હતો. વર્ષ 2003 માં બંનેના છૂટાછેડા થયા. સુનિધિએ છુટાછેડાના 8 વર્ષ પછી બીજા લગ્ન હિતેશ સોનિક સાથે કર્યા હતા.

અદનાન સામી: સિંગર અદનાન સામી 4 વખત લગ્ન કરી ચુક્યા છે. તેના પહેલા લગ્ન અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે થયા હતા. બંને ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા. પછી બીજા લગ્ન સબાહ ગલદારી સાથે થયા, જોકે આ સંબંધ પણ ટકી શક્યો નહીં. પરંતુ ત્રીજા લગ્ન ફરી એક વાર અદનાને સબાહ સાથે કર્યા. પરંતુ પછી પણ વાત ન બની અને બંને અલગ થઈ ગયા. ત્યાર પછી ચોથી વખત અદનાન જર્મનીની રોયા સરયાબી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

લકી અલી: લકી અલીના કુલ ત્રણ લગ્ન થયાં. પહેલા લગ્ન મેઘન જેન મકક્લિયરી સાથે થયા. પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. લકીના બીજા લગ્ન ઈનાયા સાથે થયા. પરંતુ આ સંબંધ પણ ટકી ન શક્યો. ત્યાર પછી વર્ષ 2010 માં તેણે ત્રીજા લગ્ન કેટ એલિઝબેથ સાથે કર્યા. જોકે વર્ષ 2017 માં આ સંબંધનો પણ અંત આવી ગયો.