પતિથી ઓછી અમીર નથી આ 7 અબજોપતિની સુંદર પત્નીઓ, ચેરિટીમાં પણ રહે છે સૌથી આગળ

વિશેષ

ભારત દેશમાં ઘણા અબજોપતિઓ રહે છે. આ અબજોપતિઓએ પોતાના દમ પર સફળતા મેળવી છે, જેના કારણે તેમની પાસે સંપત્તિ, ખ્યાતિ બધું છે. જોકે તેમને દરેક ઓળખે છે પરંતુ તેમની સફળતા પાછળ જે મહિલાઓનો હાથ છે, તેના વિશે તમે ખૂબ ઓછું જાણતા હશો. આજે અમે તમને દેશના અબજોપતિઓની પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે લુકમાં જેટલી સુંદર છે તેટલી જ ટેલેંટેડ પણ છે. જો કે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ અબજોપતિઓની પત્નીઓ સુંદર હોવાની સાથે-સાથે સમાજના ભલા માટે પણ કામ કરે છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ અને તેમની કુલ સંપત્તિ વિશે માહિતી આપીએ.

નીતા અંબણી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પત્નીનું નામ નીતા અંબાણી છે. નીતા અંબાણી 57 વર્ષની છે પરંતુ તે ખૂબ જ સુંદર હોવાની સાથે જ તે પરોપકારમાં પણ આગળ છે. નીતા રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રમુખ છે અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આ ફાઉન્ડેશન દ્વારા મદદ કરે છે. નીતાની કુલ સંપત્તિ 21000 કરોડ રૂપિયા છે.

ટીના અંબાણી: અનિલ અંબાણી પણ દેશના અબજોપતિઓના લિસ્ટમાં આવે છે. તેઓ રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે. તેમની પત્નીનું નામ ટીના અંબાણી છે જે પહેલા સફળ અભિનેત્રી પણ રહી ચૂકી છે. ટીના પણ પરોપકારમાં ખૂબ આગળ છે. તે ધીરુબાઈ કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ચલાવે છે. આ સાથે, તે હારમની ફોર સિલ્વર ફાઉન્ડેશનની પ્રમુખ છે. તેના દ્વારા તે લોકોની મદદ કરે છે. ટીનાની કુલ સંપત્તિ 2331 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.

કિરણ નાડર: કિરણ નાડર વિશે વાત કરીએ તો, તે HCL કંપનીના માલિક શિવ નાડરની પત્ની છે. કિરણ શિવ નાડર ફાઉન્ડેશનની ટ્રસ્ટી છે અને પરોપકારના કામમાં ખૂબ જ આગળ રહે છે. 70 વર્ષની કિરણની કુલ સંપત્તિ 25,100 કરોડ રૂપિયા છે અને તે અબજોપતિની પત્નીઓમાં ખૂબ અમીર છે.

સુધા મૂર્તિ: ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિની પત્નીનું નામ સુધા મૂર્તિ છે. તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને આજે તે ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. સાથે જ તે ગેટ્સ ફાઉન્ડેશનની સભ્ય પણ છે. તે પણ લોકોની મદદ કરે છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે 2480 કરોડ રૂપિયા છે.

મોનિકા બર્મન: ડાબર કંપની વિશે તો તમે જાણતા જ હશો. આ કંપનીના માલિક વિવેક બર્મન છે અને તેમની પત્નીનું નામ મોનિકા બર્મન છે. મોનિકાની કુલ સંપત્તિ 2260 કરોડ રૂપિયા છે.

યાસ્મીન પ્રેમજી: વિપ્રો ગ્રુપના માલિક અઝીમ પ્રેમજીની પત્નીનું નામ યાસ્મીન પ્રેમજી છે. યાસ્મીન અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા ચેરિટી વર્ક કરે છે. તેમની કુલ સંપત્તિ 1,14,400 કરોડ રૂપિયા છે.

નતાશા પૂનાવાલા: નતાશા પૂનાવાલાના લગ્ન અબજોપતિ અદાર પૂનાવાલા સાથે થયા છે. અદાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ કંપનીના માલિક છે અને બંનેના લગ્ન વર્ષ 2006માં થયા હતા. નતાશાની કુલ સંપત્તિ 660 કરોડ રૂપિયા છે.