આ 7 અભિનેત્રીઓની સાચી ઉંમર જાણીને લાગશે મોટો ઝટકો, છે 40 વર્ષની નજીક પરંતુ લાગે છે 20 વર્ષની

બોલિવુડ

હિન્દી સિનેમાની અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને અદભૂત ફિટનેસથી પોતાની ઉંમરને પાછળ છોડતા જોવા મળે છે. જોકે, આ બાબતમાં નાના પડદાની અભિનેત્રીઓ પણ પાછળ નથી. ટીવીની ઘણી એવી અભિનેત્રીઓ છે જે વધતી ઉંમરની સાથે વધુ યંગ બની રહી છે. ચાલો જાણીએ આવી જ 7 અભિનેત્રીઓ વિશે.

ઉર્વશી ઢોલકિયા: ઉર્વશી ઢોલકિયા માત્ર 16 વર્ષની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી અને માત્ર 17 વર્ષની ઉંમરમાં જ તે બે જુડવા પુત્રોની માતા બની ગઈ હતી. બે મોટા-મોટા પુત્રોની માતા હોવા છતાં, ઉર્વશી ખૂબ જ સુંદર, ફિટ અને યંગ દેખાય છે. તે 42 વર્ષની છે, જોકે તેને જોયા પછી તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

શ્વેતા તિવારી: શ્વેતા તિવારી નાના પડદાની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે. શ્વેતા તિવારીની સુંદરતા આજે પણ અકબંધ છે. 41 વર્ષની ઉંમરમાં પણ અવારનવાર શ્વેતા કહેર ફેલાવે છે. નોંધપાત્ર છે કે, શ્વેતા બે બાળકોની માતા છે. તેમની પુત્રી પલક તિવારીની ઉંમર 21 વર્ષ છે. પરંતુ જ્યારે પણ બંને સાથે જોવા મળે છે તો લોકો કન્ફ્યૂઝ થઈ જાય છે કે પુત્રી કોણ છે અને માતા કોણ છે. ઘણા લોકો શ્વેતાને તેની પુત્રી પલક કરતા નાની જણાવે છે.

અનિતા હસનંદાની: હવે વાત કરીએ અભિનેત્રી અનિતા હસનંદાનીની. અનિતા હસનંદાનીએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. સાથે જ અનિતાએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ પોતાના ટેલેંટના જલવા ફેલાવ્યા છે. નોંધપાત્ર છે કે, અનીતાને ટીવી સીરિયલ ‘નાગિન’થી ખાસ અને મોટી ઓળખ મળી હતી. જણાવી દઈએ કે અનિતા હસનંદાની 40 વર્ષની થઈ ચુકી છે. પરંતુ તેની ફિટનેસ અને સુંદરતા જોઈને તમે એ કહી શકશો નહિં કે તે આ ઉંમરની છે. અનિતા એક પુત્રની માતા પણ છે. તેણે વર્ષ 2013માં રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.

ગૌહર ખાન: ગૌહર ખાન ખૂબ જ સુંદર છે. જણાવી દઈએ કે ગૌહર ખાન ટીવીના પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની 7મી સીઝનની વિજેતા રહી ચૂકી છે. 38 વર્ષની ઉંમરમાં પણ ગૌહર 20 વર્ષની છોકરી જેવી લાગે છે. નોંધપાત્ર છે કે ગૌહર ખાન તાજેતરમાં એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થયેલી વેબ સીરીઝ બેસ્ટ સેલર્સમાં જોવા મળી હતી. તેમાં મિથુન ચક્રવર્તી, શ્રુતિ હાસન, અર્જન બાજવા જેવા કલાકારોએ પણ કામ કર્યું છે.

કરિશ્મા તન્ના: 38 વર્ષની કરિશ્મા તન્ના તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ છે. આ ઉંમરમાં પણ કરિશ્મા કોઈ 18 વર્ષની છોકરી જેવી લાગે છે. તેની સુંદરતા અને ફિટનેસ બંને અદ્ભુત છે.

જેનિફર વિંગેટ: 36 વર્ષની થઈ ચુકેલી જેનિફર વિંગેટ પોતાની સુંદરતા અને ફિટનેસથી ચાહકોના હોશ ઉડાવી દે છે. જેનિફર વિંગેટ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે.

મૌની રોય: હવે વાત કરીએ નાના પડદાથી મોટા પડદાની અભિનેત્રી બની ચુકેલી સુંદર અભિનેત્રી મૌની રોયની. મૌનીની સુંદરતા અને ફિટનેસનો કોઈ જવાબ નથી. 36 વર્ષની મૌની પર દરેક ફિદા છે. તે પોતાની ઉંમરને હંમેશા માત આપે છે. નોંધપાત્ર છે કે, તાજેતરમાં જ મૌનીએ પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.