કેટરીના કૈફથી લઈને શિલપા શેટ્ટી સુધી, આ 7 અભિનેત્રીઓએ કંઈક આવી રીતે ઉજવ્યો કરવા ચોથનો તહેવાર, જુવો તેમની આ સુંદર તસવીરો

બોલિવુડ

પરણીત મહિલાઓ માટે કરવા ચોથ ખૂબ જ ખાસ હોય છે. 13 ઓક્ટોબરે કરવા ચોથનું વ્રત રાખવામાં આવ્યું. પરણીત મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખીને તેમના પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સામાન્ય મહિલાઓની સાથે જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓએ પણ ખૂબ જ ધામધૂમથી કરવા ચોથનો તહેવાર ઉજવ્યો. બોલિવૂડની ઘણી પરિણીત અભિનેત્રીઓએ કરવા ચોથ પર તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યું, જેની ઝલક તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ચાહકો માટે શેર કરી છે. ચાહકો દ્વારા તેમના ફેવરિટ સ્ટાર્સની કરવા ચોથની તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને ચાહકો તેમના પર પોતાના રિએક્શન આપી રહ્યા છે. કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી, વરુણ ધવન અને ગોવિંદા સહિતના તમામ સ્ટાર્સે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના કરવા ચોથ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. તો ચાલો તમને બતાવીએ.

કેટરિના કૈફ-વિકી કૌશલ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફે લગ્ન પછી તેની પહેલી કરવા ચોથ સેલિબ્રેટ કરી હતી. આ ખાસ દિવસ પર અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવા ચોથની સુંદર તસવીરો શેર કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર ચાહકો ખૂબ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ કરવા ચોથનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના પતિ રાજ કુન્દ્રાના ચેહરાને ચાળણીથી જોતા જોવા મળી રહી છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાના ચેહરા પર પણ ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વરુણ ધવન-નતાશા દલાલ: બોલિવૂડ અભિનેતા વરુણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી છે. જો તમે પહેલી તસવીર જોશો તો તેમાં વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યો છે. સાથે જ બીજી તસવીરમાં તે તેની પત્નીનું વ્રત ખોલાવતા જોવા મળે છે.

ગોવિંદા-સુનીતા: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના “હીરો નંબર 1” એટલે કે અભિનેતા ગોવિંદાએ કરવા ચોથ પર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની સુનીતા આહુજા સાથે તસવીરો શેર કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ગોવિંદા સફેદ રંગના કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. સાથે જ સુનીતા લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે. ગોવિંદા અને સુનીતાએ કરવા ચોથ પર એક સાથે હસતાં તસવીરો ક્લિક કરી છે.

મૌની રોય – સૂરજ નામ્બિયાર: અભિનેત્રી મૌની રોયે આ વર્ષે જાન્યુઆરીમાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. મૌની રોય અવારનવાર તેના પતિ સાથેની રોમેન્ટિક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, પછી ભલા તે કરવા ચોથને કેવી રીતે મિસ કરી શકે છે. મૌની રોયે કરવા ચોથ પર તેના પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે તેનો પતિ સૂરજ નામ્બિયાર તેને કિસ કરી રહ્યો છે. બીજી તસવીરમાં, મૌની રોય ચાળણીમાંથી તેના પતિના ચેહરાને જોઈ રહી છે.

નેહા કક્કર-રોહનપ્રીત સિંહ: બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કરે પણ કરવા ચોથના તહેવાર પર તેના પતિ રોહનપ્રીત સિંહ સાથેની તસવીરો શેર કરી છે, જેમાં બંને રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે.

આર માધવન-સરિતા બિર્જે: અભિનેતા આર માધવને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પત્ની સરિતા બિર્જે સાથે એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે બંને હસતા જોવા મળી રહ્યા છે. આ તસવીરની સાથે તેણે લોકોને કરવા ચોથની શુભેચ્છા પાઠવી છે.