દિયા મિર્ઝાથી લઈને કલ્કિ કોચલીન સુધી આ 7 અભિનેત્રીઓ લગ્ન પહેલા જ થઈ ગઈ હતી પ્રેગ્નેંટ, 2 અભિનેત્રીઓના તો થઈ ચુક્યા છે છુટાછેડા

બોલિવુડ

ભારતીય સમાજ પરંપરાઓ અને રીત-રિવાજોના આધારે આગળ વધે છે. આટલું જ નહીં, આ સામાજિક પૃષ્ઠભૂમિમાં કેટલાક સામાજિક બંધન પણ હોય છે, જે ક્યાંકને ક્યાંક સામાજિક જીવનનો આધાર હોય છે અને આ વ્યવ્સ્થા ની અંદર રહીને લગ્ન પછી માતા બનવું એક ખાસ અહેસાસ હોય છે પરંતુ કોઈ અપરિણીત સ્ત્રીનું લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થવું એ સારું માનવામાં આવતું નથી, પરંતુ સમાજની આ વાતો થી વિરુદ્ધ બોલીવુડની ઘણી અભિનેત્રીઓએ લગ્ન પહેલા પોતાની પ્રેગ્નન્સીની ઘોષણા કરીને આ રૂઢિચુસ્ત પરંપરાને તોડી નાખી છે. ચાલો આજે અમે તમને સિલ્વર સ્ક્રીનની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જે લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી.

દિયા મિર્ઝા: જણાવી દઈએ કે આ લિસ્ટમાં દિયા મિર્ઝાનું નામ સૌથી પહેલા આવે છે. દિયાએ વર્ષ 2021માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા અને આ તેના બીજા લગ્ન હતા. સાથે જ દિયા મિર્ઝા લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ હતી, કારણ કે તેણે લગ્નના લગભગ 4 મહિના પછી જ એક બાળકને જન્મ આપ્યો હતો.

નીના ગુપ્તા: બોલિવૂડની સીનિયર અભિનેત્રી નીના ગુપ્તાને ફિલ્મ ‘બધાઈ હો’ થી એક અલગ ઓળખ મળી અને નીના ગુપ્તાની પ્રોફેશનલ લાઈફ જેટલી ઉતાર-ચઢાવથી ભરેલી રહી તેટલી જ તેની પર્સનલ લાઇફ પણ મુશ્કેલીઓમાંથી પસાર થઈ.

જણાવી દઈએ કે તે લગ્ન કર્યા વગર માતા બની ગઈ હતી અને અભિનેત્રી નીના ગુપ્તા વિવિયન રિચર્ડ્સ સાથે સંબંધમાં રહેતા પ્રેગ્નેંટ થઈ ગઈ હતી અને તેણે એક પુત્રીને જન્મ પણ આપ્યો હતો.

નતાશા સ્ટેનકોવિક: જાણાવી દઈએ કે ‘ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે’ ગીતથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે અને મોડલથી અભિનેત્રી બનેલી નતાશા સ્ટેનકોવિકે પણ પોતાની પ્રેગ્નેન્સીને લઈને ખૂબ હેડલાઈન્સ બનાવી હતી અને જાન્યુઆરી 2020 માં અફેરના થોડા મહિના પછી પોતાની પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી.

કલ્કી કોચલીન: સાથે જ અભિનેત્રી કલ્કી કોચલીન પણ લગ્ન પહેલા પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. તેણે પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ પણ આપ્યો છે. જો કે હજુ સુધી કલ્કીએ પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.

સારિકા: જણાવી દઈએ કે સારિકાએ કમલ હસન સાથે લગ્ન કર્યા હતા અને હવે બંને અલગ થઈ ચુક્યા છે. સાથે જ લગ્ન પહેલા જ સારિકા પ્રેગ્નેંટ થઈ ગઈ હતી.

કોંકણા સેન: સાથે જ જણાવી દઈએ કે કોંકણા સેને જ્યારે રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે લગભગ ત્રણ મહિનાની પ્રેગ્નેંટ હતી અને હવે બંનેના છૂટાછેડા થઈ ચુક્યા છે.

નેહા ધૂપિયા: છેલ્લે જણાવી દઈએ કે નેહા ધૂપિયા લગ્નના 6 મહિનાની અંદર જ માતા બની ગઈ હતી અને તેમણે અંગદ બેદી સાથે મે 2018માં દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. સાથે જ નવેમ્બરમાં તેણે પોતાની પુત્રી મેહરને જન્મ આપ્યો. નેહાએ સ્વીકાર્યું હતું કે તે પહેલાથી જ પ્રેગ્નેંટ હતી.