થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન અને બિઝનેસમેન લલિત મોદીના અફેરના સમાચારે જોર પકડ્યું હતું. લલિતે સુષ્મિતા સાથેની કેટલીક તસવીરો શેર કરીને પોતાના સંબંની ઘોષણા કરી હતી. જો કે આ તસવીરો સામે આવ્યા પછી સુષ્મિતાને ખૂબ ટ્રોલ થવું પડ્યું હતું. ખરેખર બંનેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે. સુષ્મિતા લલિત મોદી કરતા 12 વર્ષ નાની છે.
સાથે જ સુષ્મિતા સંપત્તિની બાબતમાં પણ લલિત કરતા ખૂબ પાછળ છે. આ કારણે તેને સોશિયલ મીડિયા યુઝર્સ એ ખૂબ ટ્રોલ કરી હતી અને તેને ગોલ્ડ ડિગર એટલે કે પૈસાની લાલચી પણ કહેવામાં આવી. પરંતુ સુષ્મિતા પહેલા અન્ય ઘણી અભિનેત્રીઓને આ પ્રકારનો ટેગ મળી ચુક્યો છે. અમે તમને આવી જ 7 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ તમામ અભિનેત્રીઓને લગ્ન પછી આવા તાના સાંભળવા મળ્યા હતા.
જુહી ચાવલા: જુહી ચાવલાએ પોતાની કારકિર્દીના પિક પર વર્ષ 1995માં જય મેહતા સાથે લગ્ન કર્યા હતા. જય મેહતા મોટા બિઝનેસમેન છે. તે જુહી કરતા સાત વર્ષ મોટા છે. જણાવી દઈએ કે જૂહી જયની બીજી પત્ની હતી. જુહી અને જય મેહતાનો સંબંધ ઘણી વખત ચર્ચામાં રહ્યો હતો. એક તરફ જુહી બોલીવુડની મોટી અભિનેત્રી અને મિસ ઈન્ડિયા રહી ચુકી છે. તો તેના પતિને લોકો જૂહી મુજબ વૃદ્ધ કહે છે.
વિદ્યા બાલન: પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના આધારે વિદ્યા બાલને હિન્દી સિનેમામાં સારી ઓળખ બનાવી છે. વર્ષ 2012માં વિદ્યાએ બોલિવૂડ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે સિદ્ધાર્થે વિદ્યા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. આ પહેલા તે બે લગ્ન કરી ચુક્યા હતા. સિદ્ધાર્થ UTV મોશન પિક્ચર્સના સીઈઓ અને ધ વોલ્ટ ડિઝની કંપની ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે.
શ્રીદેવી: હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીએ ચોરી છુપે પહેલા લગ્ન મિથુન ચક્રવર્તી સાથે કર્યા હતા. ત્યાર પછી તે ફિલ્મ મેકર બોની કપૂરની નજીક આવી. બોનીએ શ્રીદેવી માટે તેમની પહેલી પત્ની મોનાને છૂટાછેડા આપી દીધા હતા. નોંધપાત્ર છે કે જ્યારે શ્રીદેવી હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર અને ખૂબ જ સુંદર અભિનેત્રી રહી છે, તો બોની કપૂર શ્રીદેવીના જીવનસાથી તરીકે લોકોને પસંદ આવતા ન હતા. સાથે જ શ્રીદેવી કરતા બોની 8 વર્ષ મોટા હતા.
શિલ્પા શેટ્ટી: 47 વર્ષની થઈ ચુકેલી શિલ્પા ખૂબ જ ફિટ અને સુંદર છે. આ ઉંમરમાં પણ તે 27 વર્ષની છોકરી જેવી લાગે છે. શિલ્પાએ પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. ત્યારે શિલ્પાને લોકોએ ‘ગોલ્ડ ડિગર’ અને ‘હોમ બ્રેકર’ પણ કહી હતી. જણાવી દઈએ કે રાજના આ બીજા લગ્ન હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા પછી તેમણે શિલ્પા સાથે બીજા લગ્ન કર્યા.
આયશા ટાકિયા: માત્ર 23 વર્ષની ઉંમરમાં આયશા ટાકિયાએ વર્ષ 2009માં રાજકારણી અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે લોકોએ આ અભિનેત્રીને પૈસાની લાલચી કહી હતી. સાથે જ ત્યાર પછી તે ધીમે ધીમે બોલિવૂડમાંથી પણ ગાયબ થઈ ગઈ. આયશાના પતિ રાજકારણ અને બિઝનેસ સાથે જોડાયેલા પરિવારથી છે.
ટીના અંબાણી: ટીના અંબાણી પ્રખ્યાત બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની છે. બંનેના લગ્ન વર્ષ 1991માં થયા હતા. અનિલ અંબાણી સાથે લગ્ન કરવા પર ટીના અંબાણીને લોકોએ ‘ગોલ્ડ ડિગર’ કહ્યું હતું. નોંધપાત્ર છે કે ટીના 70 અને 80ના દાયકાની બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે.
કરિશ્મા કપૂર: 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા પછી વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરિશ્માને ત્યારે લોકોએ ‘ગોલ્ડ ડિગર’ કહી હતી. સાથે જ તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર સંજય કપૂરની બીજી પત્ની બની હતી. જોકે, વર્ષ 2016માં સંજય અને કરિશ્માના છૂટાછેડા થઈ ગયા હતા.