કહેવાય છે કે માતા તો માતા જ હોય છે. પછી તે બાળક તેનું પોતાનું હોય કે સાવકું. એક સાચી માતાના દિલમાં દરેક માટે મમતાનો દીવો જાગી ઉઠે છે. તેના માટે તમામ બાળકો સમાન હોય છે. આ વાતને બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ સાચી સાબિત કરે છે. આજે અમે તમને તે અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે પરિણીત અભિનેતા સાથે લગ્ન કર્યા અને પછી પોતાના સાવકા બાળકોને પણ ખૂબ પ્રેમ આપ્યો.
હેલન: બોલિવૂડમાં પોતાના હોટ ડાન્સનો તડકો લગાવનાર ઓરિજનલ આઈટમ ક્વીન હેલને સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે 1981 માં લગ્ન કર્યા હતા. આ લગ્ન તેમણે ત્યારે કર્યા જ્યારે સલીમ માત્ર પહેલાથી પરિણીત જ ન હતા પરંતુ 4 બાળકોના પિતા પણ હતા. હેલન સાથે લગ્ન પછી ખાન પરિવારમાં હંગામો મચી ગયો હતો. જો કે પછી હેલેને પોતાના સાવકા બાળકોને એવો પ્રેમ આપ્યો કે હવે દરેક વ્યક્તિ શાંતિથી અને મળીને રહે છે.
શબાના આઝમી: બોલિવૂડની દમદાર અભિનેત્રી શબાના આઝમીએ 1984માં જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. જોકે જાવેદને તેના પહેલા લગ્નથી બે બાળકો ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર હતા. શબાનાએ પોતાના બંને સાવકા બાળકોને ખુલ્લા હાથે અપનાવ્યા. તેને સગી માતા જેવો પ્રેમ આપ્યો. આ જ કારણ છે કે તેમનો આખો પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે.
સુપ્રિયા પાઠક: અભિનેત્રી સુપ્રિયા પાઠક પંકજ કપૂરની બીજી પત્ની છે. તેણે પંકજ સાથે 1988માં લગ્ન કર્યા હતા. ત્યાર પછી પંકજે છૂટાછેડા લીધા હતા. તેમને પોતાની પહેલી પત્ની નીલિમા અઝીમથી એક પુત્ર શાહિદ કપૂર હતો. સુપ્રિયાએ શાહિદને તેના સગા પુત્ર જેવો પ્રેમ આપ્યો. બંનેની એકબીજા સાથે ખૂબ બને છે. તેમની વચ્ચે ક્યારેય ઝઘડો થયો ન હતો.
કરીના કપૂર: કરીના કપૂરનું દિલ છૂટાછેડા લીધેલા સૈફ અલી ખાન પર આવ્યું હતું. સૈફ તેની પહેલા અમૃતા સિંહના પતિ હતા. આ લગ્નથી તેમને બે બાળકો સારા અને ઈબ્રાહિમ છે. લગ્ન પછી કરીનાએ પોતાના બંને સાવકા બાળકોનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. સારા અને ઇબ્રાહિમ અવારનવાર કરીના અને પોતાના બાળકો જેહ તૈમૂર સાથે એન્જોય કરતા જોવા મળે છે.
દિયા મિર્ઝા: દિયા મિર્ઝાએ 2021માં વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. વૈભવના પણ આ બીજા લગ્ન હતા. તેમને પહેલા લગ્નથી એક પુત્રી પણ છે. દિયા પોતાની સાવકી પુત્રી સાથે સારો બોન્ડ શેર કરે છે. તે અવારનવાર પોતાની સાવકી પુત્રી સાથે તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
માન્યતા દત્ત: માન્યતા દત્તે 2008માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ માન્યતાના બીજા અને સંજયના ત્રીજા લગ્ન હતા. સંજયને તેની પહેલી પત્ની રિચા શર્માથી એક પુત્રી ત્રિશાલા દત્ત છે. માન્યતા પોતાની સાવકી પુત્રી સાથે ખૂબ જ સારો બોન્ડિંગ શેર કરે છે. તે ત્રિશાલાને પોતાની સગી પુત્રી જેટલો પ્રેમ કરે છે.
હેમા માલિની: હેમા માલિનીએ 1980માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. ત્યારે ધર્મેન્દ્ર પરિણીત હતા. તેને 4 બાળકો હતા. લગ્ન પછી હેમાએ પોતાના સાવકા બાળકોને ખૂબ માન આપ્યું. તેણે પોતાની પર્સનલ સ્પેસનું પણ ધ્યાન રાખ્યું. તેમના અંગત જીવનમાં ક્યારેય દખલ ન કરી. હેમાની તેના સાવકા પુત્ર સની સાથે ખૂબ સારી બને છે.